________________
૬૪૨
ઢાળ-૧૩ : ગાથા-૧૦-૧૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઘાતક કહેવાય છે. પરંતુ દૂધના પુષ્ટિકારક્તા નામના સ્વભાવથી વિષનો પ્રાણઘાતક્તા સ્વભાવ જે છે તે અભિભૂત થતો નથી. તેથી દૂધમિશ્રિત વિષ પુષ્ટિકારક કહેવાતુ નથી. તથા લોહ અને અગ્નિ મિશ્ર થાય છે. ત્યાં અગ્નિ દ્રવ્યની ઉષ્ણતા અને દાક્તા સ્વભાવથી લોહના અનુણતા અને અદાહષ્મા સ્વભાવનો પરાભવ થાય છે. પરંતુ લોહના સ્વભાવોથી અગ્નિના સ્વભાવનો પરાભવ થતો નથી. તથા કાચું પાણી અને પાકુપાણી મિશ્ર કરીએ તો કાચા પાણીનો સચિત્તતાસ્વભાવ પાકાપાણીના અચિત્તતા સ્વભાવનો પરાભવ કરે છે. પરંતુ પાકાપાણીનો અચિત્તતાસ્વભાવ કાચાપાણીના સચિત્તતા સ્વભાવનો પરાભવ કરી શકતું નથી તેવી જ રીતે પુદ્ગલદ્રવ્યમાં રહેલી મૂર્તિતાથી જીવદ્રવ્યની અમૂર્તતા પરાભૂત થઈ જાય છે. પરંતુ જીવદ્રવ્યમાં રહેલી અમૂર્તતાથી પુદ્ગલદ્રવ્યની મૂર્તતા હણાતી નથી. પરાભવ પામતી નથી.
આ રીતે હોવાથી, પુગલદ્રવ્યની મૂર્તતા (જીવદ્રવ્યની અમૂર્તતાથી) અભિભૂત થતી નથી, પરંતુ ઉદ્ભૂત જ રહે છે. તેથી ત્યાં (પુગલદ્રવ્યમાં) અસભૂત વ્યવહારનયથી પણ અમૂર્તતા સ્વભાવનો ઉપચાર કરાતો નથી અને અમૂર્તતા મનાતી નથી. તે માટે આ “અમૂર્તતા” સ્વભાવ કેવળ અજુગલદ્રવ્યોનો જ (પુદ્ગલ વિનાનાં શેષ પાંચ દ્રવ્યો નો જ) ગુણ રહે છે. પુદ્ગલાસ્તિકાય સિવાયનાં દ્રવ્યોમાં પરમભાવગ્રાહકનયથી જે અમૂર્તતા સ્વભાવ છે. તે સ્વભાવ તે તે દ્રવ્યોમાં જ રહે છે. અસભૂતવ્યવહારનયથી પણ અન્ય દ્રવ્યમાં (પુદ્ગલ દ્રવ્યમાં) ઉપચારે પણ આ અમૂર્ત સ્વભાવ ઘટતો નથી. તેથી આ અમૂર્તતા સર્વદ્રવ્યમાં રહેનાર સાધારણ ધર્મ ન થવાથી અને અપુગલદ્રવ્યોને પુગલદ્રવ્યથી વિભાજન કરનાર બનવાથી “અપુગલદ્રવ્યોનો આ અમૂર્તતા, એ અન્યવિશેષગુણ કહેવાય છે. અને જ્યાં એટલે કે આત્મદ્રવ્યમાં રહેલી જે અમૂર્તિતા છે. તે કર્મદોષથી એટલે શરીરના સંબંધથી મૂર્તતા દ્વારા અભિભૂત થઈ જાય છે. તેથી મૂર્તિતા” નો ઉપચાર આત્મદ્રવ્યમાં કરી શકાય છે.
આમ હોવાથી “મૂર્તતા” પુદ્ગલ દ્રવ્યમાં પરમભાવગ્રાહક નયથી પ્રધાનપણે વર્તે છે અને તે જ “મૂર્તતા” અસદ્ભૂતવ્યવહારનયથી અપુગલદ્રવ્યમાં (જીવાદિદ્રવ્યમાં) પણ વર્તે છે. તેથી પુદ્ગલ દ્રવ્યનો ગુણ પુદ્ગલને છોડીને અન્યદ્રવ્યમાં પણ ઉપચારે રહેતો હોવાથી પુગલદ્રવ્યનો વિભાજક ગુણ બની શકતો નથી. તેથી તેને “અન્યવિશેષ” ગુણ કહેવાતો નથી. પણ “અનન્યવિશેષ” ગુણ કહેવાય છે. એટલે જ અનુગમજનિત