________________
૬૪૦ ઢાળ-૧૩ : ગાથા–૧૦-૧૧
દ્રવ્ય-ગુણ-૫ર્યાયનો રાસ જેમ થતો નથી તેમ જીવ-શરીરમાં પણ તેવો ક્ષેત્ર આશ્રયી ભેદ થતો નથી. પરંતુ તેઓનો વિભાગ (ભેદ) સમજાવનાર=વિભાજક એવાં જે લક્ષણો છે. તે લક્ષણોને અન્યવિશેષ કહેવાય છે. તેનાથી ભેદ કરવો. જેમ કે “ઔદારિકાદિ વર્ગણાઓથી જે બનેલું હોય છે તે શરીર કહેવાય છે. અને જ્ઞાનધનવાળા એવા અસંખ્યાત પ્રદેશોનું બનેલું જે દ્રવ્ય છે. તે જીવ છે. આમ લક્ષણથી ભેદ કરવો. પરંતુ ક્ષેત્રથી ભેદ ન કરવો. જેમ એક કપ ચામાં દૂધ, ચા, ખાંડ અને મસાલો આદિ ઘણાં દ્રવ્યો એકમેક થયેલાં છે. તેનો ક્ષેત્ર આશ્રયી ભેદ થતો નથી. પરંતુ સફેદાઈ, કડવાશ, ગળપણ અને તીખાશ આદિ અન્ય વિશેષ વડે ભેદ થઈ શકે છે. તેમ અહીં જાણવું. સમ્મતિતર્કની તે ગાથા આ પ્રમાણે
નોનાથાdi, “વ વ ત્તિ' વિમલ મગુરૂં | નદ ડું પાયાપ, ગાવંત વિસપનાય છે ?-૪૭ | | ૨૩-૧૦ |
જે બે દ્રવ્યો અન્યોન્ય (અરસપરસ) અનુગત (અત્યન્ત સંબંધવાળાં) થયેલાં હોય, તેમાં “આ અને તે” આવો વિભાગ કરવો તે અયુક્ત છે. જેમ દૂધ અને પાણીમાં ભેદ થતો નથી તેમ, યાવત્ અન્યવિશેષ એવા પર્યાયથી (અન્તિમવિભાજક એવા લક્ષણથી) જ ભેદ થાય છે. એકમેક થયેલા બે દ્રવ્યોનો ક્ષેત્રથી “આ અને તે” એવો વિભાગ કરવો મુશ્કેલ છે. પરંતુ અત્તિમવિશેષતાથી = દ્રવ્યવિભાજક ધર્મવિશેષથી એટલે કે બે દ્રવ્યોનો વિભાગ કરી આપે તેવા લક્ષણ વિશેષથી તે બન્નેનો ભેદ બુદ્ધિદ્વારા અવશ્ય થાય છે. જે ૨૧૮
इम कहतां-मूर्तता जो पुद्गलद्रव्य विभाजक अन्त्यविशेष छइ, तो तेहनो उपचार आत्मद्रव्यई किम होइ ? अनइ जो ते विशेष नहीं, तो-अन्योन्यानुगमई अमूर्ततानो उपचार पुद्गलद्रव्यइ किम न होइ ? एहवी शंका कोइकनई होइ छइ, ते टालवानइं कहइ छइ
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે “રૂમ વદતાં = જો આમ કહો છો કે અત્યવિશેષથી” જ ભેદ થઈ શકે છે. અન્યથા એકમેક થયેલાં દ્રવ્યોનો ભેદ થઈ શકતો નથી, તો પુદ્ગલમાં રહેલી મૂર્તતા અને જીવદ્રવ્યમાં રહેલી અમૂર્તિતા એ બને લક્ષણો પોત પોતાના દ્રવ્યમાત્રમાં જ વર્તતાં હોવાથી “અન્યવિશેષ” માનવાં જોઈએ. દ્રવ્યવિભાજક ધર્મ માનવા જોઈએ. હવે અહીં પ્રશ્ન થાય છે કે- “મૂર્તતા” એ પુદ્ગલદ્રવ્યનો (જીવાદિ દ્રવ્યથી) વિભાજક (વિભાગ-ભેદ સમજાવનારો) જો અન્યવિશેષ