________________
૬૩૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૩ : ગાથા-૧૦-૧૧ ए भाविं-ए अभिप्रायइं, सम्मतिग्रंथमांहि कहिउं छई. जे अनुगत-अत्यन्तसंबद्ध. अशेष कहितां सर्व, अर्थ, जलपय जिम = खीर-नीर परि विभजिई नहीं-पृथक् करिइं नहीं, किहांताई-अन्त्य-विशेषज्ञ शुद्धपुद्गलजीव लक्षणइं विभजिइं-यथा “औदारिकादि वर्गणानिष्यन्नाच्छरीरादेर्शानधनासंख्येयप्रदेश आत्मा भिन्नः इति । अत्र गाथा
ઉપર સમજાવેલા આ અભિપ્રાય પ્રમાણે સમ્મતિતર્ક નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે જે દ્રવ્યો અનુગત હોય, એટલે કે અત્યન્તસંબંધવાળાં હોય, પરસ્પર એકમેક થઈને રહેલાં હોય, તે સઘળાં દ્રવ્યોનો, “જલપય”ની જેમ એટલે કે ક્ષીરનીરની જેમ અર્થાત્ દૂધ અને પાણીની જેમ તન્મય થયેલાંનો વિભાગ કરવો નહીં. એટલે કે પૃથકુ કરવાં નહીં. સારાંશ એ છે કે દૂધ અને પાણીની માફક અત્યન્ત સંબંધવાળાં થયેલાં જે દ્રવ્યો હોય છે. તેનો અત્યન્ત ભેદ કરવો નહીં. જીવદ્રવ્ય અને શરીરાદિ પુદ્ગલદ્રવ્ય દૂધ-પાણીની જેમ તન્મય થયેલાં છે. એટલે તેનો (અત્યન્ત) ભેદ કરવો ઉચિત નથી.
પ્રશ્ન- વિક્રાંતારું = ક્યાં સુધી, જીવ-પુદ્ગલનો ભેદ ન કરવો ?
ઉત્તર- અન્તવિશેષ જીવ-પુદ્ગલનો ભેદ કરવો. એટલે કે શુદ્ધ એવા જીવનું જે લક્ષણ, અને શુદ્ધ એવા પુદ્ગલનું જે લક્ષણ છે. તે બને લક્ષણો અન્યવિશેષ કહેવાય છે. શુદ્ધ જીવદ્રવ્યનું અને કેવળ એકલા પુદ્ગલ દ્રવ્યનું જે લક્ષણ છે. કે જે લક્ષણો વડે અન્યોન્ય બનેલા દ્રવ્યોનો ભેદ કરી શકાય છે તેવા લક્ષણો રૂપ અત્ત્વ વિશેષ વડે વિભાગ કરવો.
જીવ અને શરીર એવાં એકમેક થયેલાં છે કે તે બન્નેમાં “આ જીવ છે અને તે શરીર છે” આમ બે દ્રવ્યોનો વિભાગ થઈ શકે તેમ નથી. પરંતુ તે બન્ને દ્રવ્યોનો વિભાગ સમજાવનારાં જે જુદાં જુદાં લક્ષણો છે. તેનાથી વિભાગ કરવો. બને દ્રવ્યોનો વિભાગ સમજાવનારાં જે લક્ષણો છે. તે “અન્યવિશેષ” કહેવાય છે. જેમ કે “ઔદારિક” આદિ વર્ગણાઓનું બનેલું જે છે તે શરીર છે. આ લક્ષણ શરીરમાં જ લાગુ પડે છે. આત્મામાં લાગુ પડતું નથી. અને જ્ઞાનધનવાળો તથા જ્ઞાનધનવાળા અસંખ્યાતપ્રદેશોવાળો જે પદાર્થ છે તે આત્મા છે. આ લક્ષણ આત્મામાં જ લાગુ પડે છે પણ શરીરમાં લાગુ પડતું નથી. તેથી આ લક્ષણ દ્વારા શરીરથી આત્મા ભિન્ન છે. આમ વિભાગ કરવો.
જે બે દ્રવ્યો અત્યન્ત સંબંધવાળાં બન્યાં હોય છે. જેમ કે દૂધ અને પાણી, લોહ અને અગ્નિ, જીવ અને શરીર ઈત્યાદિ. તે સઘળાં દ્રવ્યોમાં ક્ષેત્ર આશ્રયી વિભાગ થઈ શકતો નથી. આ ભાગમાં જે છે તે દૂધ અને તે ભાગમાં જે છે તે પાણી, આવો ભેદ