________________
ઢાળ-૧૩ : ગાથા૧૦-૧૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
૬૪૧ છે. તો પછી તે મૂર્તતા પુદ્ગલ દ્રવ્યમાં જ માત્ર હોવી જોઈએ. તે મૂર્તતાનો ઉપચાર આત્મદ્રવ્યમાં કેમ કરાય ? કારણ કે જે મૂર્તતા પુદ્ગલ દ્રવ્યનો અન્યદ્રવ્યોથી વિભાગ સમજાવે છે તે મૂર્તતાનો જો અન્ય દ્રવ્યમાં (જીવદ્રવ્યમાં) ઉપચાર કરાય છે એમ કહીએ તો પછી બે દ્રવ્યોનો વિભાગ રહેતો જ નથી. મૂર્તિતા ધર્મ અને દ્રવ્યોમાં રહેવાથી વિભાજક ધર્મ રહેતો જ નથી. આ રીતે વિભાજક ન બનવાથી અન્યવિશેષ પણ કહેવાશે નહીં.
મન નો તે વિશેષ નહીં = હવે જો તે મૂર્તિતાને પુદ્ગલદ્રવ્યના વિભાજક ગુણ તરીકે “અજ્યવિશેષ” ન માનો તો સાધારણ ધર્મ થયો, એક દ્રવ્યમાં (પુગલમાં) સ્વભાવપણે અને બીજા દ્રવ્યમાં (જીવદ્રવ્યમાં) ઉપચારથી રહેવાવાળી મૂર્તતા થઈ. તો તેવી જ રીતે જીવ અને પુદ્ગલ દ્રવ્ય અન્યોન્ય (અરસપરસ) અનુગમ (અત્યન્તગાઢ સંબંધ) વાળાં હોવાથી જેમ પુદ્ગલની મૂર્તિતાનો આરોપ છેવદ્રવ્યમાં કરાય છે. તેવી જ રીતે જીવદ્રવ્યમાં રહેલી અમૂર્તતાનો ઉપચાર પુગલદ્રવ્યમાં પણ કેમ ન થાય ? અર્થાત્ જીવની અમૂર્તતાનો પણ ઉપચાર પુગલદ્રવ્યમાં થવો જોઈએ. કારણ કે મૂર્તિતાની જેમ અમૂર્તતા પણ હવે અન્યવિશેષ કહેવાશે નહીં માટે તેનો પણ ઉપચાર થવો જોઈએ.
આવી શંકા કોઈ જિજ્ઞાસુ જીવને થવાનો સંભવ છે. તે શંકા ટાળવા માટે હવે પછીની ગાથામાં ગ્રંથકારશ્રી આ વાતની સ્પષ્ટતા કરે છે.
जिहां-पुद्गलद्रव्यइ मूर्तता अभिभूत नथी, किन्तु उद्भूत छइ, तिहां अमूर्तता स्वभाव न होइ, ते माटिं अमूर्तता अपुद्गलद्रव्यनो अन्त्यविशेष.
अनइं जिहां आत्मद्रव्यई कर्मदोषई अमूर्तता अभिभूत छइ, तिहां मूर्तता अनंत्य, अनुगमजनित साधारणधर्मरूप होइ,
જો કે જીવ અને શરીરરૂપ પુદ્ગલદ્રવ્ય અન્યોન્ય અત્યન્ત ગાઢ સંબંધવાળાં બનેલાં દ્રવ્યો છે. તો પણ કોઈ એકદ્રવ્યના ગુણથી બીજા દ્રવ્યનો ગુણ અભિભૂત (પરાભૂત-પરાભવ પામેલ-દબાઈ ગયેલ) થાય છે. અને કોઈ એક દ્રવ્યના ગુણથી બીજા દ્રવ્યનો ગુણ અભિભૂત નથી પણ થાતો. તેથી જ્યાં એક દ્રવ્યનો મૂળભૂત ગુણ જો
અભિભૂત થાય છે. તો ત્યાં અન્યદ્રવ્યના ગુણનો ઉપચાર કરાય છે. અને જ્યાં એક દ્રવ્યનો મૂલભૂત ગુણ અન્યદ્રવ્યના ગુણથી અભિભૂત થતો નથી ત્યાં ઉપચાર કરાતો નથી જેમ દૂધ અને વિષ મિશ્ર કરીએ ત્યાં વિષમાં રહેલા પ્રાણઘાતકતા નામના સ્વભાવથી દૂધનો પુષ્ટિકારકતા ગુણ અભિભૂત થઈ જાય છે. તેથી વિષમિશ્રિત દૂધ પણ