________________
૬૪૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૩ : ગાથા-૧૩ સંભવતી જ નથી. તેથી ત્યાં વ્યવહારનયને માન્ય એવી અમૂર્તતા લેવી. કે જે અમૂર્તતા પમાણુ-યણુક-ચણકાદિ સૂક્ષમ પરિણામ સ્કંધોમાં છે. ત્યાં અમૂર્તતાનો અર્થ પણ આવો જ છે કે જે ઇન્દ્રિયજન્ય વ્યાવહારિકપ્રત્યક્ષજ્ઞાન છે અર્થાત્ પાંચ ઈન્દ્રિયજન્ય જે પ્રત્યક્ષપ્રમાણ છે. તેનો અવિષય હોય તે અમૂર્ત કહેવાય છે. આંખે દેખાય નહીં, કાને સંભળાય નહી, નાકે સુંઘાય નહી ઈત્યાદિ ભાવવાળાપણું તે અમૂર્તતા. આવી અમૂર્તતા પરમાણુ આદિ પુદ્ગલદ્રવ્યમાં છે. તેથી એકવીસમો સ્વભાવ તુટશે નહીં. એ ૨૨૦ || કાલ પુદ્ગલાણ તણો રે, એક પ્રદેશ સ્વભાવ ! પરમનયઈ પરદ્રવ્યનઈ રે, ભેદ કલ્પના અભાવો રે !
ચતુર વિચારીએ ૧૩-૧૩ | ગાથાર્થ– કાલદ્રવ્યમાં અને પુદગલના પરમાણુદ્રવ્યોમાં પરમભાવગ્રાહકનયથી એકપ્રદેશસ્વભાવતા જાણવી. તે વિનાનાં બાકીનાં પરદ્રવ્યોમાં ભેદકલ્પના રહિત શુદ્ધદ્રવ્યાર્થિકનયથી એકપ્રદેશસ્વભાવતા જાણવી. | ૧૩-૧૩ ||
ટબો- કાલાણુનઇ તથા પુદ્ગલાણુનાઇ પરમભાવગ્રાહકનયઇ એકપ્રદેશસ્વભાવ કહિયઈ, પરદ્રવ્યનઇ-એ ૨ ટાલી બીજા દ્રવ્યનઇ, ભેદકલ્પનારહિત શુદ્ધદ્રવ્યાર્થિકઇ એકપ્રદેશસ્વભાવ કહિછે [ ૧૩-૧૩ II
| વિવેચન- ધર્મ, અધર્મ, આકાશ, જીવ, પુદ્ગલ અને કાળ એમ કુલ ૬ દ્રવ્યો છે. તેમાં ધર્મ અને અધર્મ આ બે દ્રવ્યો અસંખ્યાત પ્રદેશોવાળાં છે. અને આકાશ અનંતપ્રદેશોવાળુ દ્રવ્ય છે. તથા આ ત્રણે દ્રવ્યો “અખંડદ્રવ્યો છે. તે ત્રણ દ્રવ્યોનો કદાપિ વિભાગ થયો નથી, થતો નથી, અને થશે નહીં. તથા સંખ્યામાં પણ એક એક દ્રવ્ય છે. જીવદ્રવ્ય આ સંસારમાં કુલ અનંતાં છે. એક એક જીવદ્રવ્ય અસંખ્યાતપ્રદેશવાળુ અને અખંડદ્રવ્ય છે. આ ચાર દ્રવ્યો અખંડદ્રવ્ય હોવાથી કોઈ અસંખ્યાત અને કોઈ અનંતપ્રદેશવાળું હોવા છતાં પણ આ ચારે દ્રવ્યોમાં અખંડિતતા હોવાથી એક પ્રદેશ સ્વભાવતા પણ છે.
પુગલાસ્તિકાય દ્રવ્ય બે પ્રકારનું હોય છે. પરમાણુમય અને સ્કંધમય, તેના સ્કંધો સંખ્યાતપ્રદેશના, અસંખ્યાતપ્રદેશના અને અનંત પ્રદેશના પણ બનેલા હોય છે. પૂરણ-ગલન સ્વભાવ હોવાથી સ્કંધો બને છે અને વિખેરાય પણ છે એટલે સ્કંધ એ પરમાણુની જેવા મૂલભૂતરૂપે નથી. ઘણા પરમાણુઓ મળવાથી સ્કંધો બને છે. જ્યારે પરમાણુ સ્વરૂપ જે પુદ્ગલદ્રવ્ય છે. તે મૂલભૂત દ્રવ્ય છે. અનાદિ-અનંત છે. સ્વતંત્ર