________________
૬૩૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૩ : ગાથા-૧૦-૧૧ અન્યદ્રવ્યમાં વ્યવહાર થતો હોય, તેનો જ ઉપચાર કરવો જોઈએ. પરંતુ અન્યદ્રવ્યના સર્વ ધર્મોનો અન્યદ્રવ્યમાં ઉપચાર કરવો જોઈએ નહીં, ભલે પ્રત્યાસત્તિ છે. તો પણ જગતના લોકો જે ધર્મનો અન્યમાં વ્યવહાર કરતા હોય, ત્યાં જ ઉપચાર કરવો. અને જગતના લોકો અચંદ્રવ્યમાં જે ધર્મનો વ્યવહાર ન કરતા હોય ત્યાં પ્રત્યાત્તિ હોવા છતાં પણ ઉપચાર ન કરવો. જેમ વિષની વિષતા દૂધમાં ઉપચારાય છે. પરંતુ દૂધની નિર્વિષતા વિષમાં ઉપચારાતી નથી. અગ્નિની ઉષ્ણતા અને દાહજ્જાનો ઉપચાર લોહમાં દેખાય છે. પરંતુ લોહની શીતળતા અને અદાણક્તાનો ઉપચાર અગ્નિમાં થતો નથી. તેમ અહીં સમજવું. - આ રીતે જોતાં એક વાત એ ફલિત થાય છે કે જગતના લોકોએ જ્યાં જેનો આરોપ (ઉપચાર) કર્યો હોય, ત્યાં જ તે આરોપનું (ઉપચારનું) શું કારણ છે ? તે કારણ (નિમિત્ત)નું અનુસરણ કરવું. જ્યાં લોકોએ ઉપચાર કર્યો જ હોય, ત્યાં જ પ્રત્યાસત્તિને (નિકટતાને) નિમિત્ત માનવી પરંતુ નિમિત્તને પ્રધાન કરીને આરોપ ન કરવો. નિકટતા નામના નિમિત્તને દેખીને ઉપચાર કરવાનો પ્રયત્ન ન કરવો. “એકમેકથવા” રૂપ (પ્રત્યાસત્તિ) નિમિત્ત છે. માટે આરોપ (ઉપચાર) થવો જ જોઈએ એવો આગ્રહ ન રાખવો. પરંતુ જ્યાં જ્યાં જેનો જેનો ઉપચાર થતો દેખાતો હોય ત્યાં ત્યાં તેના નિમિત્તનું અનુસરણ કરવું. તેથી સંસ્કૃતમાં અને ન્યાય શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા આ ન્યાયનો અહીં આશ્રય કરવો કે “જ્યાં જ્યાં આરોપ (ઉપચાર) થયો હોય, ત્યાં ત્યાં તે ઉપચારનું નિમિત્ત શોધવું, પરંતુ નિમિત્તને આગળ કરીને ઉપચાર ન કરવો. || ૨૧૭ || એ ભાવિં સંમતિ ભણિઉં રે, અનુગત અર્થ અસેસ જલાય જિમ નવિ વિભજિઈ રે, યાવત અંત્ય વિશેષો રે //
ચતુર વિચારીએ // ૧૩-૧૦ || અનભિભૂત જિહાં મૂર્તતા રે, અમૂર્તતા તિહાં નાંહી જિહાં અભિભૂત અમૂર્તતા રે, મૂર્તિ અનંત્ય તે માંહી રે !
ચતુર વિચારીએ . ૧૩-૧૧ //