________________
૬૩૬ ઢાળ-૧૩ : ગાથા-૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કરાતો નથી. કારણ કે બન્ને દ્રવ્યો મળેલાં હોવા છતાં પુદ્ગલ દ્રવ્યની મૂર્તતા પરાભૂત (પરાભવ પામેલી) થતી નથી. તેથી ઉપચારે પણ પુદ્ગલ દ્રવ્ય અમૂર્ત તરીકે લોકમાં વ્યવહારાતું નથી.
જેમ લોહ અને અગ્નિ મિશ્ર થવા છતાં અગ્નિના યોગે લોહમાં દાક્તા અને ઉષ્ણતા ઉપચારાય છે. પરંતુ લોહનો યોગ હોવા છતાં અગ્નિમાં લોહના ધર્મો અદાહકતા અને શીતળતાનો ઉપચાર કરાતો નથી. અગ્નિના યોગે લોહ દાહ કરે છે. પરંતુ લોહના યોગે અગ્નિ અદાહક બની જતો નથી. તથા દૂધ અને વિષ મિશ્ર થવા છતાં વિષના યોગે દૂધમાં વિષપણું આવે છે અને તેથી ઉપચારાય છે. પરંતુ દૂધના યોગે વિષમાં નિર્વિષતા આવતી નથી. અને તેથી જ ઉપચારાતી નથી. તેમ પુગલદ્રવ્યની મૂર્તતા અને અચેતનતા આમ બને ધર્મોનો ઉપચાર જીવદ્રવ્યમાં થાય છે. પરંતુ ચેતનદ્રવ્યની કેવળ ચેતનતા નામના એક જ સ્વભાવનો પુગલદ્રવ્યમાં ઉપચાર કરાય છે. પણ ચેતનદ્રવ્યની અમૂર્તતા નામનો જે બીજો સ્વભાવ છે તેનો ઉપચાર પુદ્ગલદ્રવ્યમાં કરાયેલો જગતમાં જોવા મળતો નથી. તેથી અસભૂતવ્યવહાર નથી પણ અમૂર્તતા પુગલદ્રવ્યમાં નથી.
प्रत्यासत्तिदोषई-अमूर्तत्व तिहां किम न उपचरिइं ? ते उपर कहई छई.
અહીં એક પ્રશ્ન થવો સંભવિત છે કે જ્યારે જીવદ્રવ્ય અને શરીરાદિ પુદ્ગલદ્રવ્ય આમ આ બન્ને દ્રવ્યો એકમેક બનીને મિશ્ર થયેલાં છે. બન્ને દ્રવ્યો એકબીજાની અત્યન્ત પ્રત્યાસત્તિ સંબંધને લીધે (નિકટતા) પામેલાં છે. તો આવા પ્રકારની અત્યન્ત પ્રત્યાસત્તિ (અતિશય નિકટતા)ના કારણે જીવદ્રવ્યની અમૂર્તતાના શરીરાદિપુદ્ગલદ્રવ્યમાં ઉપચાર થવો જોઈએ. જેમ વસ્ત્ર અને અત્તરનો સમાગમ થાય તો અત્તરના સંયોગથી વસ્ત્રમાં સુંગધિતાનો ઉપચાર કરાય જ છે. તેમ અહીં પણ અતિશય પ્રત્યાસત્તિ (નિકટતા) હોવાથી ઉપચાર થવો જોઈએ, તે કેમ થતો નથી ? તેવી શંકા ઉપર ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજશ્રી જણાવે છે કે
अनुगमवशिं-एकसंबंध जोडतां, जेह स्वभाव व्यवहारिइं, ते उपचरिइं, पणि सर्वधर्मनो उपचार न होइ. तथा च-"आरोपे सति निमित्तानुसरणम्, न तु निमित्तमुररीकृत्यारोपः" इति न्यायोऽत्राश्रयणीयः ॥ १३-९ ॥
અનુગમ એટલે કોઈ પણ બે દ્રવ્યોનો એકમેક સંબંધ થવો, તન્મય થઈ જવું. તેને અનુગમ કહેવાય છે. આ પ્રમાણે અનુગમવશે પણ (એટલે કે કોઈ પણ બે દ્રવ્યોનો એકમેક થવા રૂપ સંબંધ જોડાવા છતાં પણ) અન્યદ્રવ્યના જે સ્વભાવનો