________________
૬૩૪ ઢાળ-૧૩ : ગાથા-૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અને સ્પર્શવાળાપણુ આ તો પુદ્ગલદ્રવ્યનું લક્ષણ જ છે. તેથી કર્મ-નોકર્મ તથા ઘટપટ આદિ સમસ્ત પુગલદ્રવ્યમાં મૂર્તપણુ પોતાનું સહજસ્વરૂપ હોવાથી પરમભાવગ્રાહક નયથી જાણવું. || ૨૧૫ /
असद्भूतव्यवहारनयथी जी ग्नई मूर्तस्वभाव पणि कहिइं. अत एव "अयमात्मा दृश्यते, अमुमात्मानं पश्यामि'' ए व्यवहार छइ, ए स्वभावे ज "रक्तौ च पद्मप्रभवासुपूज्यौ' इत्यादि वचन छइ. परमभावग्राहकनयइं पुद्गलद्रव्य विना बीजां सर्वद्रव्यनइं अमूर्तस्वभाव कहिइं. ॥ १३-८ ॥
જીવદ્રવ્ય જે અમૂર્તિ છે તે પરમભાવગ્રાહકનયથી છે. કારણકે જીવદ્રવ્ય પોતે સ્વયં વર્ણાદિવાળુ દ્રવ્ય નથી. એટલે અરૂપીદ્રવ્ય છે. અને એ અરૂપીપણું સ્વતઃ છે. છતાં શરીરાદિ પુગલદ્રવ્યના સંબંધે વર્ણાદિવાળાપણુ પણ જીવદ્રવ્યની અંદર છે. અને તે જગતમાં પ્રસિદ્ધ છે તેથી જીવદ્રવ્યમાં આવા પ્રકારનું ઉપચરિત મૂર્તિપણું જે કહેવાય છે તે અસભૂત વ્યવહારનયથી જાણવું. આમ જીવમાં મૂર્તિપણું પણ છે. એટલે જ “આ આત્મા દેખાય છે. હું આ આત્માને (ચૈત્ર-મૈત્રાદિને) દેખું છું.” એ સઘળા વ્યવહાર થાય છે. જો કે આત્મા સ્વયં વર્ણાદિ રહિત હોવાથી પોતાના સ્વરૂપે તો અમૂર્ત જ છે. તથાપિ દૂધ અને વિષ મિશ્ર થયાં હોય ત્યારે વિષ તો વિષ છે જ, પરંતુ દૂધ પણ વિષ જ કહેવાય છે. તેમ આત્મા અને શરીર મિશ્ર થયેલાં છે એટલે શરીર તો મૂર્તિ છે જ, પરંતુ આત્મા પણ શરીર સાથે ભળ્યો છતો મૂર્ત કહેવાય છે.
આ કારણથી જ “પદ્મપ્રભુ અને વાસુપૂજ્ય, દોય રાતા કહીએ” ઈત્યાદિ શાસ્ત્રવચનો સંગતિવાળાં થાય છે. તથા પુદ્ગલ વિનાનાં શેષ પાંચે દ્રવ્યોમાં જે અમૂર્તસ્વભાવ (વર્ણાદિરહિતતા) છે. તે પોતાની સહજ છે. ઉપચરિત નથી તેથી તે અમૂર્તતા પરમભાવગ્રાહકનયથી જાણવી. / ૨૧૬ ઉપચાર! પણિ પુદ્ગલિ રે, નહીં અમૂર્ત સ્વભાવ | ઉપચરિઈ અનુગમવશિં રે, વ્યવહારિ! જે ભાવો રે
ચતુર વિચારીએ || ૧૩-૯ || ગાથાર્થ– પુદ્ગલદ્રવ્યમાં ઉપચારથી પણ અમૂર્તસ્વભાવ સંભવતો નથી. જે ભાવોનો વ્યવહાર જગતમાં થતો હોય તે જ ભાવોનો એકમેકપણાના સંબંધથી ઉપચાર કરાય છે. (ગમે તેમ ઉપચાર કરાતો નથી.) | ૧૩-૯