Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૩૨ ઢાળ-૧૩ : ગાથા-૭-૮
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ શરીર આવશ્યક સૂત્ર જાણે છે” આમ જે બોલાય છે. તે આ નયથી મનાયેલા ચેતનસ્વભાવને લીધે કહેવાય છે. ત્યાગી વૈરાગી અથવા વીતરાગી એવા તે આત્માનું “આ શરીર ઘણું પવિત્ર છે” આમ પણ જે બોલાય છે તે આ નયથી ચેતનસ્વભાવ સ્વીકારવાથી જાણવું. તથા “ઘી બળે છે” આમ જે બોલાય છે. ત્યાં જ કે બળે છે તો અગ્નિ જ, કારણ કે અગ્નિમાં જ દાહસ્વભાવ છે. તો પણ ઉપચારથી ઘી બળે છે. આમ જેમ કહેવાય છે. તેમ અહીં જાણે છે તો આત્મા જ. તો પણ શરીર જાણે છે આમ આ નયથી ઉપચાર દ્વારા જાણવું. આ કર્મ અને નોકર્મમાં ચેતન સ્વભાવ અસદ્ભુત વ્યવહાર નથી સમજાવ્યો.
કર્મ અને નોકર્મમાં જે “અચેતનસ્વભાવ છે. તે પોતાનો સહજ સ્વભાવ હોવાથી પરમભાવગ્રાહકનયથી છે. આમ જાણવું. જેમકે “ઘી અનુષ્ણ (શીતળ) છે” આ પોતાનો સહજસ્વભાવ છે. કારણકે ઘીને જ્યારે જ્યારે જેટલો જેટલો સમય અગ્નિનો સંયોગ હોય છે. ત્યારે ત્યારે તેટલો તેટલો સમય જ ઉષ્ણતા આવે છે. શેષ સર્વકાળમાં શીતળતા જ હોય છે. માટે શીતળતા પોતાની સહજ છે. આ રીતે દ્રવ્યના મૂલભૂત સહજ સ્વભાવને પ્રધાનપણે જણાવનાર જે નય તે પરમભાવગ્રાહક નય જાણવો. અને પરદ્રવ્યના સંયોગથી થયેલા સ્વભાવને જણાવનારો જે નય તે અસદ્દભૂત વ્યવહાર નય જાણવો. જેમ કે “ઘી ઉણ છે” અહીં ઉષ્ણતા એ અગ્નિનો (પરદ્રવ્યનો) સ્વભાવ છે. તેનો વૃતમાં ઉપચાર કરાયો છે. આ રીતે ધર્મ-અધર્મ-આકાશ-કાળ અને સમસ્ત પુદ્ગલ દ્રવ્યમાં જે અચેતન સ્વભાવ છે. તે દ્રવ્યનો પોતાનો સહજ હોવાથી પરમભાવગ્રાહકનયથી જાણવો. / ૨૧૪ |
___असद्भूतव्यवहारनयथी जीव अचेतनस्वभाव कहिइं. अत एव "जडोऽयम्, अचेतनोऽयम्" इत्यादि व्यवहार छइ.
एतेन "मां न जानामि" इति प्रतीत्या विलक्षणाज्ञानसिद्धि-र्वेदान्तिनामपास्ता, असद्भूतव्यवहारनयग्राह्येण अचेतनस्वभावेनैव तदुपपत्तेः, परमभावग्राहकनयई कर्म-नोकर्म ન મૂર્તસ્વમવ દિડું | શરૂ-૭
ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યોમાં જે અચેતનસ્વભાવ છે. તે સહજ રીતે પોતાનો મૂલભૂત ધર્મ હોવાથી પરમભાવગ્રાહકનયથી હોય છે. તે જ અચેતન સ્વભાવ છેવદ્રવ્યમાં પણ કહેવાય છે. પરંતુ જીવમાં અચેતનતા પોતાની સહજ રીતે ન હોવાથી, તથા કર્મ અને શરીરાદિ અચેતનવસ્તુની સાથે એકાંગિતાપણાને લીધે (એટલે કે એકમેક પણાને લીધે) હોવાથી અસભૂતવ્યવહારનયથી જાણવી. જેમ “તપેલા લોહમાં જે ઉષ્ણતા-દાહક્તા છે.