Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૩ : ગાથા-૭-૮
૬૩૩ તે લોહની પોતાની નથી, અગ્નિની છે. એટલે કે લોહમાં પરદ્રવ્યના સંયોગ વડે કરાયેલી છે તેથી તે અસદ્ભુત વ્યવહારનયથી કહેવાય છે. તેવી જ રીતે જીવમાં અચેતનતા જડદ્રવ્યના સંયોગથી કહેવાય છે. તે માટે અહીં અસદ્ભતવ્યવહારનય જાણવો.
આ કારણે જ જ્ઞાનાવરણીયાદિ અચેતન એવાં કર્મોના તીવ્ર ઉદયવાળા જીવમાં “આ જડ છે” “આ અચેતન છે” આ મૂર્ખ છે, ઈત્યાદિ વ્યવહાર થાય છે. ઓછી બુદ્ધિવાળા પુરુષને તું તો ઢોર છે. તું તો ગમાર છે આવા સઘળા વ્યવહારો આ અસદ્ભુત વ્યવહારનયથી જાણવા.
અહીં કેટલાક વેદાન્તદર્શનનુયાયી જીવો આમ માને છે કે “હું મારી પોતાની જાતને (મને) જાણતો નથી” આવો જે વ્યવહાર થાય છે અથવા આકુળવ્યાકુલ અવસ્થામાં, ઘણી ટેન્સનવાળી અવસ્થામાં, અને ભ્રમાત્મક અવસ્થામાં પોતે શું કરે છે. શું બોલે છે તથા શું વ્યવહાર કરે છે. તેની કર્તાને પોતાને પણ કંઈ ખબર રહેતી નથી તે આ એક પ્રકારનું વિલક્ષણ “અજ્ઞાન” છે. આમ વેદાન્તિકો માને છે. “wાં ન નાનામ” મારી જાતને જાણતો નથી. આવી પ્રતીતિ દ્વારા વિલક્ષણ એવા અજ્ઞાનની સિદ્ધિ વેદાન્તિકોએ જે માનેલી છે. તે વાત સ્તન કપીસ્તા = આ નયની અપેક્ષાએ અચેતન સ્વભાવ માનવા દ્વારા દૂર કરાઈ. કારણ કે અસભૂતવ્યવહારનયથી સમજાવાતા એવા તે “અચેતનસ્વભાવ વડે જ” “કાં ન નાના” આવી પ્રતીતિ થઈ જશે. તેથી આવા પ્રકારનું વિલક્ષણ અજ્ઞાન માનવાની જરૂર નથી. આ પ્રમાણે ચેતનતા અને અચેતનતા સ્વભાવ સમજાવ્યા.
જીવદ્રવ્યમાં જે ચેતનતા સ્વભાવ છે. તે પરમભાવગ્રાહકનયથી સમજવો, કર્મનોકર્મમાં જે ચેતનતા સ્વભાવ છે. તે અસભૂત વ્યવહાર નયથી જાણવો. કર્મ-નોકર્મમાં તથા જીવ વિનાનાં પાંચ દ્રવ્યોમાં જે અચેતનસ્વભાવ છે, તે પરમભાવગ્રાહકનયથી હોય છે. અને જીવમાં જે અચેતનસ્વભાવ છે, તે અસદ્ભૂતવ્યવહારનયથી જાણવો. જે દ્રવ્યમાં જે સ્વભાવ પોતાનો સહજ હોય છે. તે પરમભાવગ્રાહકનયથી કહેવાય છે. અને બીજા દ્રવ્યના સંયોગથી જે સ્વભાવ આવે છે. તે અસદભૂત વ્યવહારનયથી સમજવો.
હવે મૂર્તિ-અમૂર્ત સ્વભાવ સમજાવે છે.
કર્મ અને નોકર્મ એ પુદ્ગલાસ્તિકાયદ્રવ્ય છે. તેથી તેમાં મૂર્તિ સ્વભાવ સહજ છે. અને તે સ્વભાવ પરમભાવગ્રાહકનયથી છે. એમ જાણવું. કારણ કે વર્ણ ગંધ રસ