________________
ઢાળ-૧૧ : ગાથા-૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
૫૩૭ છે” ઈત્યાદિ વાક્યોમાં બોલાતા ગાય શબ્દથી વિશેષપણે પ્રતિનિયત અર્થાત્ અમુક ચોક્કસ એવી ગાય જણાય છે. તેથી તે વિશેષરૂપે એટલે કે તે તે વ્યક્તિરૂપે ભાસે છે. આ બન્ને પ્રકારનું જ્ઞાન આ ગુણને લીધે થાય છે.
અવગ્રહ દશામાં (અર્થાવગ્રહાદિ કાળમાં) સર્વઠેકાણે વસ્તુ સામાન્યપણે જણાય છે. અને ઉહાપોહ કરતાં કરતાં અપાયકાલે (નિર્ણયકાલે) તે જ વસ્તુ વિશેષરૂપે જણાય છે. પરંતુ અવગ્રહથી અપાય સુધીના પૂર્ણ ઉપયોગમાં સામાન્યાત્મક અને વિશેષાત્મક આમ સંપૂર્ણ વસ્તુ ગ્રહણ થાય છે તથા પરિપૂર્ણજ્ઞાનોપયોગમાં (કેવલજ્ઞાન-દર્શનના ઉપયોગકાલમાં) વસ્તુનું સંપૂર્ણગ્રહણ થાય છે. તથા છાઘસ્થિકજ્ઞાનના ઉપયોગ કાલે પણ સાપેક્ષ પણે વિષયબોધ હોવાથી ગૌણ-મુખ્ય થઈને વસ્તુનું પૂર્ણ જ્ઞાન થાય છે. તેથી જ મત્યાદિજ્ઞાનને પણ પ્રમાણજ્ઞાન કહેવાય છે. મતિ-શ્રુત જ્ઞાનવિષયક એક ઉપયોગમાં કાળક્રમે વસ્તુ સામાન્ય અને વિશેષાત્મક પણે જણાય છે. તે આ વસ્તુત્વ ગુણ જાણવો. (૨ બીજો ગુણ થયો).
द्रव्यभाव जे गुणपर्यायाधारताऽभिव्यङग्यजातिविशेष ते द्रव्यत्व. "ए जातिरूप माटई गुण न होइ" एहवी नैयायिकादि वासनाई आशंका न करवी. जे माटई “सहभूवो गुणाः, क्रमभूवः पर्यायाः" एहवी ज जैनशास्त्रव्यवस्था छइ.
“દ્રવ્યત્વે ૨ ગુણ ચો” પવિતુષાર્ષમાં ચા' રૂતિ તુ યુવો, एकत्वादिसंख्यायां परमतेऽपि व्यभिचारेण तथा व्याप्त्यभावादेव निरसनीयम्, (३)
તથા ત્રીજો સામાન્યગુણ “દ્રવ્યત્વ” છે. દ્રવ્યત્વ એટલે કે દ્રવીભાવ થવાપણું, એકરૂપમાંથી બીજા રૂપમાં જવાપણું, ગુણો અને પર્યાયોના આધારપણે જણાતી દ્રવ્યની એક પ્રકારની જે જાતિવિશેષ તે, અથવા ગુણોના જ પરિવર્તનના આધારપણે જણાતી એક પ્રકારની જે જાતિવિશેષ તે દ્રવ્યત્વગુણ કહેવાય છે. છએ દ્રવ્યોમાં આ દ્રવ્યત્વગુણ છે. તેના કારણે છએ દ્રવ્યો પોત પોતાના ગુણધર્મોમાં પરિવર્તન પામ્યા કરે છે. એક ક્ષણ એવો જતો નથી કે દ્રવ્યોમાં પોતાના ગુણધર્મોનું પરિવર્તન ન થાય. તેના કારણે સર્વે દ્રવ્યો ત્રિપદીમય છે. આ દ્રવ્યત્વગુણ સર્વ દ્રવ્યવૃત્તિ હોવાથી ત્રીજો સામાન્યગુણ જાણવો.
અહીં ન્યાય-વૈશેષિકદર્શનોનો જેને વધારે અભ્યાસ હોય છે. તથા તેના જ શાસ્ત્રોનું વારંવાર પઠન-પાઠન કરવાથી જેની મતિ તેના સંસ્કારથી વાસિત થઈ ગઈ હોય છે. તેવા કોઈક વાદી કદાચ આવો પ્રશ્ન કરે કે “ ગતિના માદરૂં ગુ ” = આ “વ્યત્વ” તો એક જાતિવિશેષ છે. તેને ગુણ કેમ કહેવાય ? કારણકે દ્રવ્યત્વમાં ગુણનું