________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ટબો- મૂર્તિ ક. રૂપ, રસ, ગંધ, સ્પર્શાદિ સન્નિવેશ, તે જેહથી ધરિઇં. તે મૂર્તસ્વભાવ. તેહથી વિપરીત તે અમૂર્તસ્વભાવ. જો જીવનû કથંચિત્ મૂર્તતાસ્વભાવ નહીં, તો શરીરાદિ સંબંધ વિના ગત્યંતર સંક્રમ વિના સંસારનો અભાવ થાઉં. || ૧૨-૩ ||
૫૯૬
ઢાળ-૧૨ : ગાથા-૩-૪
અનઇં જો લોકદૃષ્ટ વ્યવહારû મૂર્તસ્વભાવ જ આત્માનû માનિÛ તો મૂર્ત, તે હેતુ સહસ્રÜ પણિ અમૂર્ત ન હોઈ, તિવાર મોક્ષ ન ઘટઇં. મૂર્તત્વસંવલિતજીવનÛ પણિ અંતરંગ અમૂર્તસ્વભાવ માનવો.
એકપ્રદેશ સ્વભાવ તે, તે કહિઇં, જે એકત્વપરિણતિ, અખંડાકાર બંધ ક. સન્નિવેશ, તેહનો નિવાસ-ભાજનપણું. ॥ ૧૨-૪ ॥
વિવેચન- ચેતનસ્વભાવ અને અચેતનસ્વભાવ સમજાવીને હવે આ બે ગાથામાં મૂર્તસ્વભાવ અને અમૂર્તસ્વભાવ સમજાવે છે.
મૂર્તિ . રૂપ, રસ, ગંધ, શાંતિ સન્નિવેશ, તે ખેથી થીિરૂં. તે મૂર્તસ્વમાવ. थी विपरीत ते अमूर्तस्वभाव. जो जीवनई कथंचिद् मूर्तता स्वभाव नहीं, तो शरीरादिसंबंध विना, गत्यन्तरसंक्रम विना संसारनो अभाव थाय ॥ १२३ ॥
મૂર્તતા એટલે મૂર્તિને ધારણ કરવી તે, હવે મૂર્તિ એટલે શું ? તો ટબામાં કહે છે કે મૂર્તિ કહેતાં રૂપ રસ ગંધ અને સ્પર્શાદિ ગુણોનો આશ્રય, આ ગુણોનો સન્નિવેશ (પ્રવેશ-રચના), તે રૂપાદિ ગુણોની રચના સ્વરૂપ મૂર્તિ, જેનાથી (જે સ્વભાવથી) પદાર્થ આવી મૂર્તિને ધારણ કરે છે. તે મૂર્તસ્વભાવ જાણવો. રૂપાદિગુણોવાળી આકૃતિને ધારણ કરવાની જે યોગ્યતા તે આ સ્વભાવ સમજવો. તેનાથી વિપરીત એટલે કે રૂપ રસાદિ ગુણોને ધારણ ન કરવાનો જે સ્વભાવ તે અમૂર્ત સ્વભાવ જાણવો. રૂપ-૨સ-ગંધ સ્પર્શદિગુણો વાળાપણું તે મૂર્તતા અને તે ગુણોથી રહિતપણું તે અમૂર્તતા કહેવાય છે.
ધર્મ-અધર્મ-આકાશ અને કાળ આ ચારદ્રવ્યો રૂપ રસ ગંધ અને સ્પર્શાદિ ગુણોથી રહિત છે. માટે તે અમૂર્તસ્વભાવવાળાં જ છે. આ ચાર દ્રવ્યોમાં મૂર્તસ્વભાવ નથી. પરંતુ જીવ અને પુદ્ગલમાં મૂર્ત અને અમૂર્ત આમ બન્ને સ્વભાવો છે. તે આ પ્રમાણે–
જીવ દ્રવ્ય પોતે સ્વયં રૂપ રસાદિથી રહિત છે. માટે જીવમાં અમૂર્તતા સુપ્રસિદ્ધ છે. અને પુદ્ગલદ્રવ્ય સ્વયં પોતે રૂપ રસાદિથી સહિત છે. માટે પુદ્ગલદ્રવ્યમાં મૂર્તતા સુપ્રસિદ્ધ છે. છતાં જીવમાં કથંચિદ્ મૂર્તતા અને પુદ્ગલમાં કથંચિત્ અમૂર્તતા પણ છે. તે આ પ્રમાણે