________________
૬૦૬
ઢાળ-૧૨ : ગાથા-૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિભાવસ્વભાવથી અનિયત એવો નવો કર્મબંધ થાય છે. આમ જાણવું. આ કર્મબંધ
જ્યારે ઉદયકાળને પામે છે ત્યારે જીવને દેવ-નારક-તિર્યચ-મનુષ્ય, રોગી-નિરોગી-રાજારંક આદિ અનેકરૂપે વિવિધવિપાક જણાવનાર બને છે. વિભાવસ્વભાવની સંક્ષિપ્ત વ્યાખ્યા એવી છે કે “કર્મબંધ થવારૂપ ઉપાધિના સંબંધની જે યોગ્યતા” તે જ વિભાવસ્વભાવ કહેવાય છે. આમ જાણવું. તથા પુદ્ગલદ્રવ્યનું જીવની સાથે મળીને જીવના કર્મોદય પ્રમાણે જુદા જુદા આકારે જે પરિણમન થાય છે. તે પુદ્ગલદ્રવ્યમાં પણ વિભાવસ્વભાવ છે તેથી જીવના સંયોગે પુગલમાં પણ ઔદયિકભાવ મનાય છે. જો કે કર્મોનો ઉદય જીવને જ હોય છે. તો પણ જીવના સંયોગે અજીવને પણ ઘટે છે ચોથા કર્મગ્રંથની “મોદેવ સમો વિરો” આ ગાથામાં “ભાવે વંથા ૩૩ વિ” આ અન્તિમ પદમાં પુગલ સ્કંધો ઔદયિક ભાવે પણ કહ્યા છે. આ રીતે આ વિભાવ સ્વભાવ જીવ અને પુગલ એમ બે દ્રવ્યોમાં હોય છે. તેને ૨૦૨ જી હો શુદ્ધભાવ કેવળપણું, લાલા ઉપાધિક જ અશુદ્ધ / જી હો વિણ શુદ્ધતા, ન મુક્તિ છઈ, લાલા લેપ વગર ન અશુદ્ધ છે
ચતુર નર, ધારો અર્થ વિચાર / ૧૨-૯ | ગાથાર્થ– કેવળપણું (એકલા એકદ્રવ્યપણું) તે શુદ્ધસ્વભાવ. અને ઉપાધિજન્ય જે સ્વભાવ તે અશુદ્ધસ્વભાવ. જો શુદ્ધસ્વભાવ ન માનીએ તો મુક્તિ ન થાય. અને જો અશુદ્ધસ્વભાવ ન માનીએ તો કર્મનો લેપ ન ઘટે. | ૧૨-૯ ||
બો- કેવળપણું ક. ઉપાધિભાવરહિતાન્તભવપરિણત તે શુદ્ધસ્વભાવ. ઉપાધિજનિત બહિર્ભાવપરિણમન યોગ્યતા તે અશુદ્ધસ્વભાવ છઈ. જો શુદ્ધ સ્વભાવ ન માનિઈ, તો મુક્તિ ન ઘટઈ. જો અશુદ્ધસ્વભાવ ન માનિઈ, તો કર્મનો લેપ ન ઘટિઈ, ગત - શુદ્ધસ્વભાવ નઇ કદાપિ અશુદ્ધતા ન હોઈ, અશુદ્ધસ્વભાવનઈ પછઈ પણિ શુદ્ધતા ન હોઈ" એ વેદાત્યાદિ મત નિરાકરિઉં, ઉભયસ્વભાવ માનિઇ, કોઈ દૂષણ ન હુઈ, તે વતી. II ૧૨-૯ I
વિવેચન- હવે શુદ્ધસ્વભાવ અને અશુદ્ધસ્વભાવ સમજાવે છે.
केवलपणुं क. उपाधिभावरहितान्त वपरिणत ते शुद्धस्वभाव. उपाधिजनित बहिर्भावपरिणमनयोग्यता ते अशुद्धस्वभाव छइ. जो शुद्धस्वभाव न मानिइं, तो मुक्ति न घटइ, जो अशुद्धस्वभाव न मानिइ, तो कर्मनो लेप न घटिइं.