________________
૬૨૪
ઢાળ-૧૩ : ગાથા-૩-૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રશ્નઆ ઢાળની ત્રીજી ગાથાની પહેલી લીટી “ભેદ કલ્પના રહિતથી રે ધારો એક સ્વભાવ” અને ચોથી ગાથાની બીજી લીટી “ભેદ કલ્પના રહિતથી રે જાણો તાસ અભેદો રે” આ બન્ને લીટીઓ સરખે સરખી લાગે છે. આ બન્ને સ્વભાવને જાણવામાં ભેદકલ્પનારહિત શુદ્ધદ્રવ્યાર્થિકનય જ છે. તો આ બન્ને સ્વભાવોમાં તફાવત શું ?
ઉત્તર- આ પ્રશ્નનો ઉત્તર ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મ. શ્રી પોતાના ગંભીર શબ્દોથી અહીં જણાવે છે. તે આ પ્રમાણે છે
___ यत्र कल्प्यमानस्यान्तर्निर्गीर्णत्वेन ग्रहः, तत्रैकस्वभावः, यथा "घटोऽमिति" । यत्र विषयविषयिणो(विक्त्येन ग्रहः तत्राभेदस्वभावः, यथा "नीलो घट इति । सारोपासाध्यवसानयोर्निरूढत्वार्थमयं प्रकार भेदः ८ । प्रयोजनवत्यौ तु ते यदृच्छानिमित्तकत्वेन न स्वभावभेदसाधके, इति परमार्थः । ॥ १३-४ ॥
એકસ્વભાવ અને અભેદસ્વભાવ સામાન્યપણે જોઈએ તો સરખા દેખાય છે. અર્થાતું એક જ છે એમ લાગે છે. પરંતુ વસ્તુનું સ્વરૂપ સમજાવવામાં તે બન્ને કથંચિ જુદા છે. બન્ને સ્વભાવો પોત પોતાની રીતે વસ્તુનું સ્વરૂપ ભિન્ન ભિન્ન રીતે જણાવે છે. ત્યાં એક સ્વભાવ જ્યારે વસ્તુસ્વરૂપ સમજાવે છે ત્યારે ગુણ-ગુણી, પર્યાય પર્યાયી અને વિષય-વિષયી, આ બન્ને ભાવો એવા એકાકાર બની ગયા હોય છે કે જાણે એકભાવ બીજાભાવને ગળી જ ગયો હોય, એકભાવમાં બીજો ભાવ સંપૂર્ણતયા સમાઈ ગયો હોય, એક ભાવનું જ ભાન થાય અને બીજાભાવનું ભાન જ ન થાય, જાણે બીજા ભાવનું અસ્તિત્વ જ નથી એવું દેખાય છે. જેમ કે “આ ઘટ છે” અહીં
સ્થાનચ = કલ્પના કરાતો બીજો ભાવ મન્તર્વિત્વેિન જાણે એકભાવની અંદર છુપાઈ ગયો હોય (ગળાઈ ગયો હોય) તે રીતે પ્ર૬ઃ જે ગ્રહણ થાય છે. તેને એકસ્વભાવ કહેવાય છે. “આ ઘટ છે” આવા બોધમાં ઘટ પદાર્થનું એવી રીતે ભાન થાય છે કે તેમાં ગુણ-પર્યાયો અંતર્ભાવિત થયા છે. જુદા ભાસતા જ નથી. દ્રવ્યની એવી પ્રધાનતા કરવામાં આવી છે કે ગુણ-પર્યાયો તેમાં ડુબી ગયા છે. ગળાઈ ગયા છે. અંદર સમાઈ ગયા છે. માટે તે એકસ્વભાવ છે. જ્યારે અભેદસ્વભાવ તેને કહેવાય છે કે જ્યાં દ્રવ્યનો પ્રધાનપણે બોધ થાય છે. પરંતુ તે બોધ ગુણ-પર્યાય આદિ વિષયોનું અસ્તિત્વ સર્વથા હરી લેતો નથી. ગુણ-પર્યાય આદિ વિષયો કંઈક અંશે જણાય છે. પણ દ્રવ્યમાં મિશ્ર થઈ ગયા હોય તેમ જણાય છે. છતાં બન્નેનું જુદાપણું તરી આવે છે. સર્વથા લોપાઈ જતું નથી. ચત્ર = વિષયવિષય = વિષયભૂત પદાર્થ