________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૩ : ગાથા-૬
૬૨૯ तथा परमभावनी साधारण छइं. ते माटि-इहां अस्ति-नास्तिस्वभावनी परिइं स्वपर द्रव्यादिग्राहकनय २ प्रवृत्ति न होइ.
તથા ૧૧ સામાન્ય સ્વભાવોમાંનો છેલ્લો જે “પરમભાવસ્વભાવ” છે તેમાં તો “પરમભાવગ્રાહક નય”ની જ સાધારણ પણે પ્રવૃત્તિ હોય છે. કારણકે તે નયથી જ પરમસ્વરૂપનું (પ્રધાનસ્વરૂપનું) પ્રતિપાદન કરી શકાય છે જેમ કે “આત્મા ચેતન છે” ઈત્યાદિ. એટલા માટે જ અસ્તિ-નાસ્તિ સ્વભાવમાં જેમ સ્વદ્રવ્ય-ક્ષેત્રાદિ અને પરદ્રવ્ય ક્ષેત્રાદિકની અપેક્ષાવાળા ૨ નયની પ્રવૃત્તિ હોય છે. તેમ અહીં ૨ નયની પ્રવૃત્તિ સંભવતી નથી. “મીઠું ખારૂ છે. મરચું તીખું છે. અત્તર સુગંધી છે. સાકર ગળી છે. લીંબડો કડવો છે.” ઈત્યાદિ જે કોઈ પરમભાવસ્વભાવના વ્યવહારો દૃષ્ટિગોચર થાય છે. તે સઘળા વ્યવહારો આ પરમભાવગ્રાહકનયની જ (એકનયની જ) માત્ર અપેક્ષાવાળા છે. તેથી પરમભાવ સ્વભાવમાં આ એક નયની જ સાધારણપણે (સામાન્યપણે) સર્વત્ર પ્રવૃત્તિ હોય છે. અહીં બે નયોની પ્રવૃત્તિ સંભવતી નથી આ પ્રમાણે ૧૧ સામાન્યસ્વભાવોમાં નયો કહ્યા.
હવે ૧૦ વિશેષસ્વભાવમાં નવો જણાવે છે.
शुद्धाशुद्धपणइं संमुग्ध जे परमभावग्राहकनय, तेणइं करी आत्मारामनई ચેતનસ્વભાવ દિઉં. શરૂ-|
“શુદ્ધ અને અશુદ્ધ” આમ બન્ને પ્રકારે મિશ્રિત થયેલો જે પરમભાવગ્રાહક નય છે. તે નય શુદ્ધાશુદ્ધસ્વરૂપને જ આગળ કરીને પ્રધાનપણે તેને જ બતાવે છે. જેમ કે આત્મામાં શુદ્ધ પણે ચેતનસ્વભાવતા છે. અને જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ઉદય પણ સાથે હોવાથી અશુદ્ધપણે અચેતનસ્વભાવતા પણ છે. એક શુદ્ધ છે. અને બીજો સ્વભાવ અશુદ્ધ છે. સંસારી જીવોમાં ક્ષાયોપથમિક ભાવ હોવાથી આ બન્ને સ્વભાવો મિશ્ર થયેલા છે. આ રીતે પરમભાવ ગ્રાહકનય સંસારી જીવમાં ચેતનસ્વભાવને પ્રધાનતાએ જણાવે છે. તેની સાથે અચેતન સ્વભાવને પણ મિશ્ર થયેલો આ નય જણાવે છે. તેથી આત્મામાં ચેતન નામનો જે વિશેષ સ્વભાવ છે. તે શુદ્ધાશુદ્ધ મિશ્ર એવા પરમગ્રાહકનયથી જાણવો. 'ર ૧૩ અસદભૂત વ્યવહારથી રે, ચેતન કર્મ નોકર્મ | પરમભાવ ગ્રાહકનયાં રે, તેહ અચેતન ધર્મો રે //
ચતુર વિચારીએ રે ૧૩-૬ ..