Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬ ૨૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૩ : ગાથા-૫ તેનો વિશેષ ભાવાર્થ ત્યાંથી જાણી લેવો. | ૨૧૨ || પરમભાવ ગ્રાહક નયઈ રે, ભવ્ય અભવ્ય પરિણામ | શુદ્ધ અશુદ્ધહ તેહથી રે, ચેતન આત્મારામો રે !
ચતુર વિચારીએ રે ૧૩-૫ / ગાથાર્થ– પરમભાવ ગ્રાહક નયની અપેક્ષાએ ભવ્ય તથા અભવ્ય સ્વભાવ જાણવો. તથા શુદ્ધાશુદ્ધમિશ્રિત એવા પરમભાવ ગ્રાહક નયથી જીવદ્રવ્યમાં ચૈતન્યસ્વભાવ જાણવો. || ૧૩-૫ |
ટબો- ભવ્ય સ્વભાવ અનઇ અભવ્ય સ્વભાવ એ-૨, પરમભાવ ગ્રાહકનયઇ જાણવા. ભવ્યતાસ્વભાવ નિરૂપિત છઈ, અભવ્યતા ઉત્પન્ન સ્વભાવની, તથા પરમભાવની સાધારણ છઈ, તે માર્ટિ. ઈહાં અસ્તિ-નાતિ સ્વભાવની પરિૐ સ્વ-પર વ્યાદિ ગ્રાહક નય ૨. પ્રવૃત્તિ ન હોઈ. શુદ્ધાશુદ્ધ પણઇં સંમુગ્ધ જે પરમભાવ ગ્રાહક નય, તેણઈ કરી આત્મારામનઇં ચેતન સ્વભાવ કહિછે I ૧૩-૫ II
વિવેચન– હવે ભવ્યસ્વભાવ અને અભવ્યસ્વભાવ કયા કયા નયથી હોય છે તે સમજાવે છે. મોક્ષે જવાને યોગ્ય અને મોક્ષે જવાને અયોગ્ય એ સ્વરૂપવાળો ભવ્યઅભવ્ય સ્વભાવ છેવદ્રવ્યમાં જ હોય છે. શેષ પાંચ દ્રવ્યોમાં હોતો નથી. તેથી તે ભવ્ય-અભવ્યતાની અહીં વાત નથી. પરંતુ પોત પોતાના પર્યાયોમાં પરિણામ પામવું તે ભવ્ય સ્વભાવ, અને અન્ય દ્રવ્ય સાથે રહેવા છતાં અન્યદ્રવ્ય સ્વરૂપે પરિણામ ન પામવાપણું તે અભવ્યસ્વભાવ જાણવો. આ બન્ને સ્વભાવો સર્વદ્રવ્યોમાં હોય છે.
भव्यस्वभाव अनइं अभव्यस्वभाव ए २ परमभाव ग्राहकनयइं जाणवा भव्यता स्वभावनिरूपित छइ, अभव्यता उत्पन्न स्वभावनी.
ભવ્યસ્વભાવ અને અભવ્યસ્વભાવ આ બન્ને સ્વભાવો પરમભાવગ્રાહક નયથી જાણવા. પરમભાવગ્રાહકનય એટલે પદાર્થમાં વિવિધ પ્રકારનું સ્વરૂપ હોવા છતાં મૂળભૂત સ્વરૂપની અને જગતમાં વધારે પ્રસિદ્ધ એવા તાત્ત્વિક સ્વરૂપની જે પ્રધાનતા જણાવે તે નય પરમભાવ-ગ્રાહકનય કહેવાય છે. કારણકે સર્વે દ્રવ્યો પોતાના પર્યાયોમાં પ્રતિસમયે પરિણામ પામે તે સ્વરૂપ અને પરદ્રવ્ય રૂપે પરિણામ ન પામે તે સ્વરૂપ, આમ બને સ્વરૂપો પ્રધાનતાએ જ વર્તે છે. તેથી છએ દ્રવ્યોમાં આ નયથી ભવ્ય અને અભિવ્ય આમ બને સ્વભાવો રહેલા છે. કારણ કે સર્વે દ્રવ્યો પોત પોતાના પર્યાયોમાં પ્રતિસમયે