________________
૬૨૬ ઢાળ-૧૩ : ગાથા-૩-૪.
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જઈને અન્ય પદાર્થની સાથે તાદાભ્યપણાની (એકરૂપતાની) પ્રતીતિ કરાવે તે સાધ્યવસાનિકા લક્ષણા કહેવાય છે. જેમ કે “પોથતિ”
અથવા “ગોરા માણસો જમે છે” અહીં જમવાની ક્રિયા માણસોમાં જ સંભવે છે. ગોરાવર્ણમાં સંભવતી નથી. છતાં કહેનારનો ભાવ એવો છે કે હાલ ગોરા માણસો જમે છે. કાળા માણસો જમતા નથી. એમ “ગોરા” શબ્દ ઉપર ભાર મુકવાનો છે. એટલે “હાલ ગોરાઓ જમે છે” આમ કહ્યું હોત તો ચાલત. ગોરાઓ આ શબ્દમાં “માણસો” અર્થ સમાઈ જાય છે. પરંતુ તેમ ન કરતાં “માણસ” શબ્દનો જે જુદો ઉલ્લેખ કર્યો છે. તેથી તે સારોપા લક્ષણો જાણવી. અને જ્યારે માણસો શબ્દ ન વાપરીએ અને “હાલ ગોરાઓ જમે છે” એમ કહીને ગોરાઓમાં “માણસો” અર્થ સમાવી દઈએ ત્યારે તે સાધ્યવસાના લક્ષણા કહેવાય છે.
સારોપા અને સાધ્યવસાના આ બન્ને પ્રકારની લક્ષણાનો નિસ્વતંત્વાર્થમ્ = નિશ્ચિત જે રૂઢ અર્થ છે. તે જણાવવા માટે આ પ્રકારભેદ જણાવ્યો છેઆ બન્ને લક્ષણાઓ
જ્યાં જે લક્ષણાથી અર્થની સંગતિ થતી હોય, ત્યાં તે કરવાની હોવાથી યદચ્છાના નિમિત્તપણે (અર્થસંગતિમાં પોતાની ઈચ્છાને અનુસાર નિમિત્તરૂપે જોડવાથી) પ્રયોજનવાળી છે. અર્થાત્ સાર્થક છે. જ્યાં જે લક્ષણા કરવાથી અર્થની સંગતિ થતી હોય, ત્યાં તે લક્ષણા કરવી જોઈએ. આ રીતે આ બાબતમાં યર્દચ્છા નિમિત્ત છે. પણ તે બન્ને લક્ષણા સ્વભાવના ભેદને (ભિન્ન ભિન્ન સ્વભાવને) સાધનારી નથી. સારાંશ કે બે પ્રકારની લક્ષણાથી બે સ્વભાવો સિદ્ધ થતા નથી. પણ જેમ બે પ્રકારની લક્ષણામાં અનિગીર્ણ અર્થ અને નિર્ગીર્ણ અર્થ કરાય છે. તેમ એકસ્વભાવ અને અભેદસ્વભાવમાં પણ તફાવત છે. જ્યારે એક ભાવ બીજામાં સર્વથા ડુબી જતો હોય (નિગીર્ણ થતો હોય) તે એકસ્વભાવ કહેવાય છે જેમ કે પદોમ, અને જ્યારે એકભાવ બીજાભાવમાં સર્વથા ડુબી જતો ન હોય, પણ ગૌણ પણે પણ સ્વતંત્ર જણાતો હોય ત્યારે (અનિગીર્ણ હોય ત્યારે) અભેદ સ્વભાવ કહેવાય છે. જેમ કે નીહ્નો પર: આવો પરમાર્થ જાણવો.
મમ્મટના બનાવેલા કાવ્યપ્રકાશના બીજા ઉલ્લાસની અગ્યારમી ગાથામાં સારોપા અને સાધ્યવસાનિકા આવી બે લક્ષણા બતાવેલી છે. અમે તે તે ન્યાય શાસ્ત્રોના આધારે આ અર્થ અહીં લખ્યા છે.
सारोपाऽन्या तु, यत्रोक्तौ विषयी विषयस्तथा ।। विषय्यन्तःकृतेऽन्यस्मिन् सा स्यात्साध्यवसानिका ॥ २-११ ॥