________________
૬૨૮ ઢાળ-૧૩ : ગાથા-૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પરિણામ પામે જ છે. તથા પરદ્રવ્ય સાથે રહેવા છતાં પરદ્રવ્ય સ્વરૂપે પરિણામ નથી જ પામતાં. જેમ કે જીવ અજીવ બનતો નથી. અને અજીવ જીવ બનતો નથી. આ સ્વરૂપ પણ પ્રધાનતાએ સદા છે જ.
હવે પરમભાવનયથી જ્યારે ભવ્યસ્વભાવની વિચારણા કરીએ ત્યારે કોઈ પણ દ્રવ્યમાં પરિવર્તન પામવાપણું જ છે. પોતપોતાના ભાવોમાં (પર્યાયોમાં) સર્વે દ્રવ્યો રૂપાન્તર પામે છે. આ ભવ્યસ્વભાવતા છએ દ્રવ્યોમાં સહજપણે વર્તે જ છે એટલે કે પોતાના સ્વભાવથી જ નિરૂપિત છે. પ્રતિસમયે પોતપોતાના પર્યાયોમાં પરિણામ પામવું આ દ્રવ્યનું પોતાનું સ્વાભાવિક સ્વરૂપ જ છે પણ પરભાવથી નિરૂપિત નથી. એટલે કે અન્ય દ્રવ્યના સંયોગે આ સ્વરૂપ નથી. જેમ જીવમાં અમૂર્તિતા સ્વાભાવિક છે અને મૂર્તતા પરભાવથી નિરૂપિત છે. તેમ અહીં (ભવ્યતા-અભવ્યતામાં) નથી. પરંતુ સર્વત્ર ભવ્યતા સ્વભાવગત છે જ. પોતાના સ્વભાવથી જ નિરૂપિત થયેલી છે. તથા પરદ્રવ્યો સાથે રહેવા છતાં પરભાવે પરિણામ નહીં પામવાપણું પણ સર્વત્ર સ્વભાવથી જ છે. એટલે આ અભવ્યતા પણ સ્વભાવ નિરૂપિત જ છે. છતાં કોઈક સ્થાનોમાં તે અભવ્યતા ઉત્પન્ન થવાના સ્વભાવવાળી પણ છે. જેમ કે સિદ્ધ પરમાત્માઓમાં સિદ્ધ થયા બાદ સંસારી અવસ્થાઓની અભવ્યતા જે છે. તે ઉત્પન્ન થવાના સ્વભાવવાળી છે. સિદ્ધ થતાં પૂર્વ જેમ સુખી-દુઃખી, રાજા-રંક, રોગી-નિરોગી, દેવ-માનવાદિ ભાવે જે પરિણમનયોગ્યતા હતી. તે હવે નથી. આ અભવ્યતા ઉત્પન્ન થવાના સ્વભાવવાળી પણ છે. પરંતુ જીવદ્રવ્ય અન્ય અળવદ્રવ્યસાથે રહેવા છતાં અજીવ દ્રવ્યસ્વરૂપે બનતો નથી. તે અભવ્યતા ઉત્પન થવાના સ્વભાવવાળી નથી. પરંતુ સહજપણે સ્વભાવ નિરૂપિત છે.
તથા જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્યમાં પોતાનું મૂલભૂત જીવત્વ અને પુદ્ગલત્વ સ્વરૂપને ત્યજ્યા વિના પ્રતિસમયે વ્યવહારથી ગોચર થાય તેવુ પરિવર્તન પામે છે. તેથી તે બે દ્રવ્યમાં તેવા પ્રકારની ભવ્યતા અને અભિવ્યતા રહેલી છે. જ્યારે ધર્માદિ શેષ ચાર દ્રવ્યોમાં ગતિસહાયકતા આદિ ભાવે પરિણામ પામવાપણું રહેલું છે. પરંતુ વ્યવહારથી લોક ગોચર થાય તેવું પરિણામ પામવા પણું નથી. તેથી તેમાં તેવા પ્રકારની લોકગમ્ય ભવ્યતા અને અભિવ્યતા નથી આમ વિવેક કરવો. આ કારણથી જ નિશ્ચયનયથી છએ દ્રવ્યો પરિણામી છે. છતાં વ્યવહારનયથી બે જ દ્રવ્યો પરિણામી અને ૪ દ્રવ્યો અપરિણામી છે. આ રીતે ભવ્યતા તથા અભવ્યતા આ બન્ને સ્વભાવ છએ દ્રવ્યોમાં છે.