________________
ઢાળ-૧૩ : ગાથા-૩-૪
૬૨૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અને તનિષ્ઠ ગુણ-પર્યાયાદિ વૈવિવેચેન = કંઈક ભિન્નતા પણે પ્રદઃ બોધ થાય તે અભેદ સ્વભાવ જાણવો. જેમ કે “આ નીલ ઘટ છે” અહીં વિશેષણ-વિશેષ્યભાવ હોવાથી નીલગુણ ઘટપદાર્થથી ભિન્ન નથી. તેની અંદર જ છે. છતાં જુદો શબ્દોલ્લેખ હોવાથી કંઈક ભિન્નપણે ઘટની અંદર ભાસિત થાય છે. તે માટે આ અભેદસ્વભાવ છે. ઘટપદાર્થમાં નીલવર્ણ વિશેષણપણે સમાઈ ગયો છે. સ્વતંત્ર નથી. તો પણ “છે” એટલું ભાન જરૂર થાય છે. વસ્તુનો તેવા પ્રકારનો બોધ કરાવવા માટે સ્વભાવોના આવા પ્રકારના ભેદો સમજાવ્યા છે.
શબ્દો અર્થનો બોધ કરાવવા માટે વપરાય છે. જ્યાં જે શબ્દ લખ્યો હોય ત્યાં તે શબ્દ પોતાના વાચ્ય અર્થને જ જણાવે અધિક અર્થને ન જણાવે તો તે શબ્દગતશક્તિને “અભિધા” વૃત્તિ કહેવાય છે. જેમ કે ગાયાં મલ્યાઃ સન્ત અહીં ગંગા પદનો અર્થ ગંગાનદી જે કરવામાં આવે છે. તે અભિધાવૃત્તિ જાણવી. શબ્દોમાં આવા પ્રકારની આ શક્તિ છે કે જે શક્તિદ્વારા શબ્દ પોતાના નિયત વાચ્ય અર્થને જ સમજાવે. પરંતુ જ્યાં વાચ્ય અર્થ લેવાથી વાક્યર્થની સંગતિ ન થતી હોય ત્યારે વાચ્યની સાથે સંબંધવાળા લક્ષ્ય અર્થને જણાવનારી શબ્દગત જે શક્તિ છે તેને લક્ષણાવૃત્તિ કહેવાય છે. જેમ કે
જાય પોષ: તિ” ગંગાનદીમાં ઝુંપડુ છે. અહીં ઝુંપડુ ઘાસનું હોવાથી ગંગાનદીમાં સંભવી શકતું નથી. તેથી અર્થસંગતિ થતી નથી. માટે જ પદનો અર્થ જે ગંગાતીર કરવો પડે છે તે લક્ષણાવૃત્તિનું કાર્ય છે. એવી જ રીતે “ગુજરાત ડાહ્યુ છે” અહીં ગુજરાત શબ્દથી ગુજરાતનો પ્રદેશ લઈએ તો પ્રદેશમાં (ક્ષેત્રમાં) ડહાપણ સંભવતું નથી. તેથી ગુજરાતશબ્દથી ગુજરાતનો પ્રદેશ ન લેતાં ગુજરાતના પ્રદેશમાં રહેલા માનવી લેવામાં જે આવે છે. તે લક્ષણાવૃત્તિ છે.
આ લક્ષણાના બે ભેદ છે. ૧ સારોપા લક્ષણો, અને ૨ સાધ્યવસાના લક્ષણા. તે બન્નેનાં લક્ષણો આ પ્રમાણે છે.
विषयस्यानिगीर्णस्यान्यतादात्म्यप्रतीतिकृत् । सारोपा स्यान्निगीर्णस्य, मता साध्यवसानिका ॥ १ ॥
જે લક્ષણાવૃત્તિ વિષયને ગળી ગયા વિના, (વિષયને કંઈક જુદો દેખાડીને) અન્યપદાર્થની સાથે તાદાભ્યપણાની (એકરૂપતાની) પ્રતીતિ કરાવે તે સારોપા લક્ષણ જાણવી. અહીં “ની પટ:” આ ઉદાહરણ જાણવું. તથા જે લક્ષણા વિષયને ગળી