________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૩ : ગાથા-૩-૪
૬૨૩ ૨. ભિન્ન ભિન્ન દ્રવ્યના બનેલા અથવા એક જ દ્રવ્યના બનેલા પરંતુ એક જ કાળે ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં રહેલા ભિન્ન ભિન્ન ભાવોમાં “આ તેનું તે જ દ્રવ્ય છે” આવા પ્રકારનો જે અન્વયે વિચારવો તે અન્વયગ્રાહક દ્રવ્યાર્થિકનય કહેવાય છે. જેમ કે સોનાના, રૂપાના, તાંબાનાં આદિ અનેક જાતિના બનાવેલા અને ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં રહેલા નાના-મોટા ઘટમાં અથવા કેવળ એકલી માટીના જ બનાવેલા પણ ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં રહેલા એવા નાના-મોટા ઘડામાં ઘડાપણાનો અન્વય કરાવનારો જે નય તે અન્વયદ્રવ્યાર્થિકનય કહેવાય છે. અથવા હાથ-પગ-મુખ-ઉદર આદિ ભિન્ન ભિન્ન ક્ષેત્રવર્તી ભિન્ન ભિન્ન અવયવોમાં આ તેનો તે જ વ્યક્તિ છે. આમ અસંખ્ય પ્રદેશોમાં એક દ્રવ્યનો અન્વય કરાવનારો જે નય, તે અન્વયેદ્રવ્યાર્થિક નય જાણવો. . ૨૧૧ |
सद्भूतव्यवहारनयथी गुणगुणी, पर्याय-पर्यायीनो भेद स्वभाव ७. भेदकल्पनारहित शुद्ध द्रव्यार्थिकनयथी अभेदस्वभाव. ८.
વ્યવહારનય વસ્તુતત્ત્વનો ભેદ સમજાવે છે વ્યવહારનયની દૃષ્ટિ સદા ભેદ પ્રધાન હોય છે. જે જગ્યાએ જે વસ્તુનો ઉપયોગ કરવાનો હોય, તે જગ્યાએ તે જ પદાર્થ લેવાય, અન્ય પદાર્થ ત્યાં ન લેવાય. આમ સભૂતવ્યવહાર નય જણાવે છે. જેમ આંબો અને લીંબડો, આ બને “વૃક્ષ” પણે સરખા હોવા છતાં જ્યાં આંબાનો ઉપયોગ કરવાનો હોય છે ત્યાં લીંબડો તે કાર્ય કરી શકતું નથી. તથા જ્યાં લીંબડાનો ઉપયોગ કરવાનો હોય છે. ત્યાં આંબો તે કાર્ય કરી શકતું નથી. આ રીતે લીંબડાના કાર્યમાં લીંબડો અને આંબાના કાર્યમાં આંબો સ્વતંત્ર છે. અર્થાત્ ભિન્ન ભિન્ન છે. એ જ પ્રમાણે બીજી ઢાળમાં જણાવ્યા પ્રમાણે ગુણ અને ગુણી વચ્ચે, પર્યાય અને પર્યાયી (દ્રવ્ય) વચ્ચે આધાર-આધેય પણે, ઈન્દ્રિયગ્રાહ્યતા પણે, સંખ્યાબળ પણે, સંજ્ઞાબળપણે જે ભેદ જણાય છે. તે સભૂત વ્યવહારનય છે. તેથી સદ્ભુતવ્યવહારનયથી ગુણ-ગુણી આદિ વચ્ચે આ ભેદસ્વભાવ જાણવો. આ સાતમો ગુણ છે.
તથા ગુણગુણી આદિ વચ્ચે એકાત્ત ભેદ ન થઈ જાય તે માટે ત્રીજી ઢાળમાં કહ્યા પ્રમાણે, એક ક્ષેત્રાવગાહીપણે, દ્રવ્ય પોતે જ તે તે પર્યાયરૂપે પરિણામ પામે છે. ઈત્યાદિ રીતે ભેદ કલ્પના વિના શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી જ્યારે વસ્તુતત્ત્વ વિચારવામાં આવે છે. ત્યારે ગુણ-ગુણી આદિ વચ્ચે અભેદસ્વભાવ પણ છે જ. આમ સમજાય છે. કારણકે ગુણો અને ગુણીનો તાદાભ્યસંબંધ છે. અર્થાત્ અભેદ છે. આ આઠમો સ્વભાવ જાણવો.