________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૩ : ગાથા૩-૪
૬૨૧ ભેદસ્વભાવ જણાય છે. તથા ભેદકલ્પનારહિત શુદ્ધદ્રવ્યાર્થિકનયથી તે ગુણ-ગુણી આદિનો અભેદસ્વભાવ જાણવો. તે ૧૩-૩,૪ છે.
ટબો- ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનયઇ એકસ્વભાવ જાણો પ. અન્વય દ્રવ્યાર્થિકનઇં અનેક સ્વભાવ ૬.
कालान्वये सत्ताग्राहको, देशान्वये चान्वयग्राहको नयः प्रवर्तते. ॥ १३-३ ॥
સભૂતવ્યવહારનયથી ગુણ-ગુણી, પર્યાય-પયાર્થીનો ભેદસ્વભાવ ૭. ભેદકલનારહિત શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી અભેદ સ્વભાવ ૮.
“यत्र कल्प्यमानस्यान्तर्निीर्णत्वेन ग्रहः, तत्रैकस्वभावः, यथा घटोऽयमिति । યત્ર વિષયવિષયવૈવિવેચેન પ્રહઃ તત્રીમેન્દ્રભાવ, યથા “નીનો પટઃ” રૂતિ सारोपासाध्यवसानयोर्निरूढत्वार्थमयं प्रकारभेदः ८ । प्रयोजनवत्यौ तु ते यदृच्छानिमित्तવેન મામેસાથ, રૂતિ પરમર્થ | | ૩-૪ /
વિવેચન- અસ્તિ-નાસ્તિ અને નિત્ય-અનિત્ય આ ચાર સ્વભાવો સમજાવીને હવે આ બે ગાથામાં એક-અનેક તથા ભેદ-અભેદ એમ બીજા ચાર સ્વભાવો નયોથી સમજાવે છે.
भेदकल्पनानिरपेक्ष शुद्धद्रव्यार्थिकनयई एकस्वभाव जाणो ५. अन्वयद्रव्यार्थिकनयइं अनेकस्वभाव ६.
પદાર્થ માત્રમાં સમાનતા અને અસમાનતા આમ બન્ને ભાવો સદા હોય છે. તેમાંની સમાનતાને પ્રધાન કરીને અને અસમાનતાને ગૌણ કરીને જ્યારે પદાર્થોનું અવલોકન કરવામાં આવે છે. ત્યારે તે “શુદ્ધદ્રવ્યમાત્રને” જણાવનારી દૃષ્ટિ હોવાથી શુદ્ધદ્રવ્યાર્થિકનય કહેવાય છે. જેમ કે સંસારવર્તી અનંતાનંત જીવદ્રવ્યો છે. સર્વે પણ જીવદ્રવ્યો કર્મવિપાકોદયના કારણે એકેન્દ્રિયાદિ અનેક પ્રકારની અસમાનતાવાળા છે. તથાપિ કર્મકૃત તે અસમાનતાને ગૌણ કરીને જો જોઈએ તો સર્વે પણ જીવદ્રવ્યો પોતપોતાના અનંતજ્ઞાનાદિ ગુણોને આશ્રયી સિદ્ધની સમાન શુદ્ધસ્વરૂપવાળા સત્તાગત રીતે છે. અને તે સ્વરૂપને આશ્રયી સર્વે જીવદ્રવ્યો સમાન છે. એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, સ્ત્રી-પુરુષ, સુખી-દુઃખી, કે રાજા-રંક જેવો કોઈ ભેદ નથી. જે ભેદ દેખાય છે. તે કર્મકૃતભેદ હોવાથી અવાસ્તવિક છે. આવા પ્રકારના પદાર્થના સમાન સ્વરૂપ તરફ અવલોકન કરાવનારી જે દૃષ્ટિ તે શુદ્ધદ્રવ્યાર્થિકનય કહેવાય છે. આ નયની દૃષ્ટિએ