________________
૬૨૦ ઢાળ-૧૩ : ગાથા-૩-૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પરિવર્તનોમાં સુવર્ણને જ પ્રધાનપણે જોઈએ તો સ્થાયિ તત્ત્વ સુવર્ણ છે જ, અને એ જ દેખાયા કરે છે. આવી દૃષ્ટિને “દ્રવ્યાર્થિકન” કહેવાય છે. જ્યારે ઉત્તર પર્યાયનો ઉત્પાદ અને પૂર્વપર્યાયનો વ્યય જેમાં ગૌણ છે. અને “સત્તા” અર્થાત્ ધૃવાંશને પ્રધાનપણે ગ્રહણ કરનારી (જોનારી) જે દૃષ્ટિ તે દ્રવ્યાર્થિકનય કહેવાય છે. આ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ સર્વે પણ પદાર્થો નિત્યસ્વભાવવાળા છે. આ ત્રીજો સ્વભાવ થયો.
તથા ધ્રુવ અંશને (સ્થાયિતત્ત્વને) ગૌણ કરનારી અને પરિવર્તનોને જ પ્રધાનપણે જોનારી જે દૃષ્ટિ તે પર્યાયાર્થિકનય કહેવાય છે. જે પૂર્વોક્ત દ્રવ્યાર્થિક નયથી કંઈક અપૂર્વ છે. આ નયની અપેક્ષાએ સર્વે પણ પદાર્થો અનિત્યસ્વભાવવાળા છે. સ્થૂલદષ્ટિએ આ પરિવર્તનો લાંબે ગાળે દેખાય છે. જેમ કે આજે ઉગેલા અંકુરા આશરે ૪ મહીને ફળ આપનારા મોટા છોડ બને છે. પરંતુ સૂમદૃષ્ટિએ આ પરિવર્તન પ્રતિસમયે થાય છે. જો પ્રતિસમયે તે અંકુરામાં થોડો થોડો વધારો ન થતો હોય, અને તેનો તે જ અંકુરો રહેતો હોય તો ૪ મહીને મોટો છોડ બની શકે જ નહીં તેથી નિયમો પ્રતિસમયે અંશે અંશે બદલો થાય છે. આ ભાન કરાવનારો જે નય, તે પર્યાયાર્થિકનય છે. તે પર્યાયાર્થિકનયથી વસ્તુને સમજીએ તો સર્વે દ્રવ્યમાત્ર ક્ષણિક-અનિત્ય જણાય છે. આ ચોથો સ્વભાવ જાણવો.
આ પ્રમાણે સ્થાયિતત્ત્વને પ્રધાનપણે જણાવનારા દ્રવ્યાર્થિકનયથી વસ્તુમાત્ર નિત્યસ્વભાવવાળી છે. અને ક્ષણિકતત્ત્વને પ્રધાનપણે જણાવનારા પર્યાયાર્થિકનયથી વસ્તુમાત્ર અનિત્ય સ્વભાવવાળી છે. મેં ૨૧૦ || ભેદકલ્પના રહિતથી રે, ધારો એક સ્વભાવ | અન્વય દ્રવ્યાર્થિકનયાં રે, અનેક દ્રવ્યસ્વભાવો રે ||
ચતુર વિચારીએ . ૧૩-૩ II સદભૂતવ્યવહારથી રે, ગુણ ગુણ્યાદિક ભેદ | ભેદ કલ્પના રહિતથી રે, જાણો તાસ અભેદો રે ||
ચતુર વિચારીએ ૧૩-૪ / ગાથાર્થ– ભેદકલ્પના નિરપેક્ષ એવા દ્રવ્યાર્થિકનયથી એક સ્વભાવ જાણવો. અને અન્વયંદ્રવ્યાર્થિકનયથી અનેકસ્વભાવ જાણવો. સદ્ભુત વ્યવહારનયથી ગુણ-ગુણી આદિનો