________________
૬૧૮ ઢાળ-૧૩ : ગાથા-૧-૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિવેચન– અગિયારમી અને બારમી ઢાળમાં જે સામાન્ય સ્વભાવો અને વિશેષ સ્વભાવો સમજાવ્યા. તે કયા કયા નયની અપેક્ષાએ સંભવે ? તે આ ઢાળમાં સમજાવે છે. અર્થાત્ ૨૧ સ્વભાવો ઉપર જુદા જુદા નયોની સંયોજના ગ્રંથકારશ્રી કરે છે.
हवइ-स्वभावनो अधिगम नयई करी देखाडइ छइ-अस्तिस्वभाव द्रव्यनो छइ, ते स्वद्रव्यादि ग्राहक द्रव्यार्थिक नयई वखाणीई १. नास्तिस्वभाव छइं. ते परद्रव्यादिग्राहक द्रव्यार्थिकनयई २. उक्तं च-सर्वमस्ति स्वरूपेण, पररूपेण नास्ति च ॥ १३-१ ॥
ઉપરોક્ત ઢાળ-૧૧ અને ૧૨માં જે જે સ્વભાવો સમજાવ્યા. તેમાં “અસ્તિનાસ્તિ” “નિત્ય-અનિત્ય” “એક-અનેક” “ભિન-અભિન” “ભવ્ય-અભવ્ય” આમ પરસ્પર વિરોધી દેખાતા ભાવો આવ્યા છે. એટલે ઉપરછલ્લી રીતે નજર કરતાં આ સ્વભાવો ન સમજાય તેવા છે. અથવા ભ્રમ ઉત્પન્ન કરે તેવા છે. વસ્તુ સ્વરૂપ તેનુ તે જ હોય છે. પરંતુ પરસ્પર વિરૂદ્ધ દેખાતુ તે સ્વરૂપ જોઈને તે કઈ રીતે સંગત થાય? તે જાણવા “નયો” ની અપેક્ષા જાણવી જરૂરી છે. કોઈ પણ વાત નયદૃષ્ટિએ જો વિચારવામાં આવે તો ભ્રમ ભાંગી જાય છે. જેમ કે “અમદાવાદ શહેર દક્ષિણમાં અને ઉત્તરમાં એમ બને દિશામાં છે આટલું કહીએ અને નયદષ્ટિ ન લગાડીએ તો ભ્રમ થાય. પરંતુ જ્યારે નય લગાડીએ કે પાલનપુરની અપેક્ષાએ દક્ષિણમાં છે. અને વડોદરાની અપેક્ષાએ ઉત્તરમાં છે” એટલે ભ્રમ ભાંગી જાય છે. તેમ આ સ્વભાવો સમજાવવા માટે હવે નયો દેખાડે છે. અર્થાત્ હવે આ સ્વભાવોનો અભ્યાસ નયોએ કરીને સમજાવે છે.
જે પ્રથમ “અસ્તિસ્વભાવ” છે તે સ્વદ્રવ્યાદિને ગ્રહણ કરનારા દ્રવ્યાર્થિકનયથી જાણવો. અને બીજો જે “નાસ્તિસ્વભાવ” છે. તે પરદ્રવ્યાદિને ગ્રહણ કરનારા દ્રવ્યાર્થિકનયથી જાણવો. એકની એક વસ્તુને જ્યારે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવથી વિચારવામાં આવે છે. ત્યારે તે અસ્તિસ્વરૂપ જ (છે. આમ) દેખાય છે. એ જ વસ્તુને જ્યારે પરદ્રવ્ય પરક્ષેત્ર પરકાળ અને પરભાવથી જોવામાં જાણવામાં અને વિચારવામાં આવે છે. ત્યારે નાસ્તિસ્વભાવ જ દેખાય છે. (વસ્તુ નથી, નથી, આમ જ દેખાય છે.) જેમ કે “વસંતઋતુમાં અમદાવાદમાં બનાવેલો લાલરંગવાળો માટીનો એક ઘટ છે” આ ઘટને સ્વદ્રવ્યથી (માટી દ્રવ્યથી) જો જોશો. માટીનો બનેલો ઘટ અહી છે ? તો જણાશે કે “હા”, આ માટીનો ઘટ છે. આ સ્વદ્રવ્યથી અસ્તિસ્વભાવ થયો. હવે તે જ ઘટને “શું આ તાંબાનો, સોનાનો, રૂપાનો કે બીજી કોઈ અન્ય ધાતુનો બનેલો છે ?” આમ જોશો તો સમજાશે કે “ના” આ ઘટ તેવો નથી, આ