Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૧૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૩ : ગાથા-૧-૨ પદ્રવ્યથી નાસ્તિસ્વભાવ થયો. એ જ રીતે શું અમદાવાદમાં બનાવેલો છે ? તો “હા” આ સ્વક્ષેત્રથી અસ્તિસ્વભાવ થયો. અને વડોદરા કે સુરતમાં બનાવેલો છે? તો “ના” આ પરક્ષેત્રથી નાસ્તિ સ્વભાવ થયો.
વસંતઋતુમાં બનાવેલો આ ઘટ છે ? તો “હા” અને શિશિરાદિ અન્ય ઋતુમાં બનાવેલો આ ઘટ છે તો “ના” આ સ્વકાલ અને પરકાલથી અનુક્રમે અસ્તિ-નાસ્તિ સ્વભાવ થયો. આ ઘટ શું પરિપક્વ અને લાલ છે? તો “હા” અને અપરિપક્વ અને કાળારંગ વાળો છે તો “ના” આ સ્વભાવથી અને પરભાવથી અનુક્રમે અસ્તિનાસ્તિસ્વભાવ થયો.
આ ઘટ એકનો એક જ છે. પણ એ ઘટમાં જે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ વપરાયાં છે તેને પ્રધાન કરીએ તો સ્વદ્રવ્યાદિગ્રાહકદ્રવ્યાર્થિકનય કહેવાય છે. તેને આશ્રયી તે ઘટ સદા “અસ્તિ” જ જણાય છે આ પ્રથમ અસ્તિસ્વભાવ તે ઘટમાં છે. આમ સમજાવ્યું તથા એ જ ઘટમાં જે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ વપરાયા નથી તેને પ્રધાન કરીએ તો તે પરદ્રવ્યાદિગ્રાહકદ્રવ્યાર્થિકનય જાણવો. તેને આશ્રયી તે ઘટ સદા “નથી-નથી = અર્થાત્ નાસ્તિ” જ જણાય છે. આ બીજો નાસ્તિસ્વભાવ પણ તે ઘટમાં છે જ. આ રીતે સર્વે પણ દ્રવ્યોમાં આ બે સ્વભાવો નયભેદથી અવશ્ય છે જ. અન્ય શાસ્ત્રમાં કહ્યું છે કે “સર્વે પણ વસ્તુઓ પોતાના સ્વરૂપે છે, અને પરપદાર્થના સ્વરૂપે નથી જ.” આ રીતે આ પહેલો બીજો એમ ૨ સ્વભાવો જાણવા. / ૨૦૯ //
उत्पाद व्यय गौणत्वइ सत्ताग्राहक द्रव्यार्थिकनयइं नित्यस्वभाव कहिइं 3. कोइक पर्यायार्थिक नय उत्पाद-व्यय ग्राहक होइ, तेणई करी अनित्यस्वभावं जाणो. ४. તે રૂ-૨ |
કોઈ પણ વસ્તુનું સ્વરૂપ જ્યારે વિચારીએ ત્યારે તેમાં ઉપર છલ્લી રીતે પરસ્પર વિરોધી દેખાતું પરંતુ અપેક્ષાભેદે સમન્વય પામતું એવું બે પ્રકારનું સ્વરૂપ હોય જ છે. એક સ્થાયિસ્વરૂપ, અને બીજુ પરિવર્તનાત્મકસ્વરૂપ. આ સંસારમાં એવો કોઈ પણ પદાર્થ નથી કે જેમાં સ્થાયિસ્વરૂપ ન હોય, અથવા માત્ર સ્થાયિસ્વરૂપ જ હોય અને પરિવર્તનાત્મકસ્વરૂપ ન હોય. પરંતુ બન્ને સ્વરૂપો સદાકાળ હોય જ છે. તે તે પદાર્થમાં રહેલા સ્થાયિસ્વરૂપની જ્યારે જ્યારે વિચારણા કરીએ ત્યારે ત્યારે જાણે તે સ્થાયિતત્ત્વ જ અંદર છે એમ પ્રધાનપણે દેખાઈ આવે છે. પણ તેથી તેમાં થતાં પરિવર્તનોનો અપલાપ કેમ કરી શકાય ? જેમ કે સોનાના ક્રમશઃ બનાવેલા કડુ-કુંડલ, કેયુર આદિ
(PI) ૧૭