________________
૬૨૨ ઢાળ-૧૩ : ગાથા–૩-૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પદાર્થોમાં બાહ્યદૃષ્ટિથી જણાતા ભેદો દેખાતા નથી. એટલે આ નય ભેદકલ્પના નિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનય કહેવાય છે. આ નયની દૃષ્ટિએ સર્વે જીવો પોતાના સ્વરૂપે સમાન છે. સર્વે પુગલદ્રવ્યો પુદ્ગલભાવે સમાન છે. વર્ણ-ગંધ-રસ સ્પર્શાદિ અનેક ગુણોનું જે આધારપણ છે. તે સર્વ પુદ્ગલદ્રવ્યમાં એક સરખું સમાન છે. આ એકસ્વભાવતા છે. આમ પદાર્થોમાં રહેલી સમાનતા (અભેદતા) ને પ્રધાનપણે જણાવનારી જે દૃષ્ટિ તે એક સ્વભાવ જાણવો. આ (૫) પાંચમો સ્વભાવ જાણવો.
કોઈપણ પદાર્થનો વ્યવહાર કરવો હોય, પરિચય કરવો હોય, લેવડ દેવડ કરવી હોય, અથવા તેનો ઉપયોગ કરવો હોય તો તે સઘળો વ્યવહાર તેમાં રહેલી સમાનતાથી (સામાન્યથી) થતો નથી પરંતુ તેમાં રહેલી અસમાનતાથી (વિશેષતાથી) જ થાય છે. જેમ કે સર્વે પદાર્થો પદાર્થપણે સમાન હોવા છતાં સ્નાન-પાનાદિમાં પાણીનો જ વ્યવહાર કરાય, રસોઈ કરવામાં અગ્નિનો જ વ્યવહાર કરાય, શાક-ભાજી બનાવવામાં ફળ-ફુટ રૂપ વનસ્પતિનો જ વ્યવહાર કરાય. સ્ત્રીનાં કાર્યોમાં સ્ત્રીનો જ વ્યવહાર કરાય, પુરુષના કાર્યોમાં પુરુષનો જ ઉપયોગ કરાય. આ રીતે સર્વે પણ પદાર્થો પોત પોતાના વિશેષ સ્વભાવને લીધે અન્ય અન્ય પદાર્થોથી જુદા જુદા પણ છે. સર્વથા સમાન નથી. આવા ભાવોને સમજાવનારી જે દૃષ્ટિ છે તે “અન્વયદ્રવ્યાર્થિકન” કહેવાય છે. આ રીતે આ નયથી સર્વે પદાર્થોમાં અનેકસ્વભાવતા રહેલી છે.
પ્રશ્ન- ત્રીજા નિત્યસ્વભાવને જણાવનારા “સત્તાગ્રાહક દ્રવ્યાર્થિકનયમાં” અને છઠ્ઠા અનેક સ્વભાવને સમજાવનારા “અન્વય દ્રવ્યાર્થિકનયમાં” તફાવત શું ? કારણ કે સત્તાને સમજાવે એટલે પણ “આ તે જ છે” “આ તે જ છે” આમ જ જણાય છે. અને અન્વયને સમજાવે એટલે પણ “આ તે જ છે. આ તે જ છે.” આમ અન્વય = ધ્રુવતા જ જણાય છે. તો આ બન્નેમાં તફાવત શું ?
ઉત્તર- ત્રિાધે સત્તા પ્રાદિ, દેશા વન્યપ્રાદો નથ: પ્રવર્તતે . શરૂ-રૂ
૧. કોઈ પણ એક દ્રવ્યના કાળે કાળે ક્રમસર થતા પર્યાયોની અન્વયતામાં (ધારાવાહીમાં) મૂલભૂત દ્રવ્યની ધ્રુવતા (સત્તા) જે છે. તે રૂ૫ અંશને સમજાવનારો જે નય તે સત્તાગ્રાહક દ્રવ્યાર્થિકનય કહેવાય છે. જેમ કે “મૃતિંડ-સ્થા-કોશ-કુશૂલ-ઘટ અને કપાલાદિ પર્યાયોમાં” આ મૂળભૂત મૃદ્રવ્ય તેનું તે જ છે. આમ જે જાણવું. તે આ નય છે. અને તે નિત્ય સ્વભાવને સમજાવે છે.