________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ−૧૨ : ગાથા-૧૦-૧૧
૬૧૧
સુધી પહોંચે છે. મારૂં જ્ઞાન તે વિષયમાં પણ વર્તે છે આમ બોલાય છે. તેથી જ્ઞાનમાં પરવ્યવસાયિત્વ જે છે તે પરનિરૂપિત સંબંધ દ્વારા છે તેથી તે ઉપચિરત છે તે રીતે જ્ઞાનગુણમાં જે સ્વવ્યવસાયિત્વ છે તે અનુપચરિત છે પણ પર વ્યવસાયિત્વ જે છે તે ઉપરિત છે. ॥ ૨૦૪ ||
ते उपचरितस्वभाव २ प्रकार छई. एक कर्मजनित, एक स्वभाव जनित, तिहां पुद्गलसंबंधइं जीवनई मूर्तपणुं अनइं अचेतनपणुं जे कहिइं छइं. तिहां "गौर्वाहीकः " ए रीतिं उपचार छई. ते कर्म जनित छई ते माटिं ते कर्मज उपचरितस्वभाव छइं. ते जीवने, अपर कहतां बीजो, जे सहज उपचरितस्वभाव, ते सिद्धनइं परज्ञपणुं, तिहां कोइ कर्मोपाधि छइ नहीं. तदुक्तमाचारसूत्रे –
‘અમ્મમ્ભવવહારોળ વિઘ્નરૂ, મુળા ૩વાહી નાયતિ'' ત્તિ ૫૨-૨૫ તે આ ઉપચરિતસ્વભાવ બે પ્રકારે છે. એક કર્મજનિત ઉપરિત સ્વભાવ એટલે કે પૂર્વે બાંધેલા કર્મોના ઉદયથી આવેલો સ્વભાવ. અને બીજો એક જે સ્વભાવજનિત ઉપચરિત સ્વભાવ. જેમાં પૂર્વબદ્ધ કર્યોદય કારણ નથી. પરંતુ વસ્તુનો સહજ સ્વભાવ જ એવો છે કે પરનો પર્યાય પોતાનામાં ઉપચારાય તે. ત્યાં પુદ્ગલોના સંબંધે જીવને જે મૂર્તતા અને અચેતનતા કહેવાય છે. તે શરીર-અંગોપાંગ આદિ નામકર્મના ઉદયથી છે. તેથી તે કર્મજનિત ઉપચરિતસ્વભાવ જાણવો. ઓછી બુદ્ધિવાળાને “આ માણસ તો જડ છે” આમ જે કહેવાય છે. ત્યાં પુરુષમાં જડપણું જેમ ઉપચાર કરાયું છે. તેમ પુદ્ગલસંબંધી મૂર્તતા અને અચેતનતા જીવમાં ઉપરિત કરાઈ છે. તે માટે આ કર્મજનિત ઉપરિત સ્વભાવ છે. અને તે જીવને જ હોય છે. કારણકે કર્મો જીવને જ હોય છે.
""
તથા અપરસ્વભાવ એટલે કે બીજો સ્વભાવ કે જે સહજ ઉપચરિત સ્વભાવ છે. તે સિદ્ધપરમાત્મામાં સિદ્ધભગવંતોમાં જે પરજ્ઞસ્વભાવ છે તે. અર્થાત્ પરદ્રવ્યને જાણવાપણું જે છે તે સહજ ઉપચરિતસ્વભાવ જાણવો. સિદ્ધ પરમાત્માનો આત્મા લોકાલોકવર્તી સર્વ પરદ્રવ્યોને તથા તેના અનંતાનંત પર્યાયોને જે જાણે છે. તે દ્રવ્યો અને પર્યાયો સિદ્ધાત્માથી પર છે અન્ય દ્રવ્ય સ્વરૂપે છે. છતાં સિદ્ધાત્માના જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. આવો સિદ્ધાત્માના જ્ઞાનનો સ્વભાવ છે. તેથી જે આ પરજ્ઞપણુ છે. તે સ્વાભાવિક છે. તેમાં પરદ્રવ્યો અને પરપર્યાયો સિદ્ધથી ભિન્ન છે. સિદ્ધમાં નથી. પરંતુ સિદ્ધપરમાત્માનું જ્ઞાન જાણવા પણે ત્યાં ઉપચરિત કરાયું છે. માટે ઉપરિત સ્વભાવ કહેવાય છે. પરંતુ તેમાં કર્મમય ઉપાધિકારણ નથી. તેથી સહજઉપચરિત સ્વભાવ કહેવાય છે. આચારાંગસૂત્રમાં કહ્યું છે કે