Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૧૦ ઢાળ-૧૨ : ગાથા–૧૦-૧૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ નૌવહીવ: એ શતિ ઉપચાર છઇં. તે કર્માનિત છઈ. તે માટે તે કર્મજ ઉપચરિતસ્વભાવ છઈ, તથા તે જીવને અપર કહતાં બીજો, જે સહજ ઉપચરિતસ્વભાવ, તે સિદ્ધનઇ પરાપણું, તિહાં કોઈ કર્મોપાધિ કઈ નહિં. તદુવામાવારસૂત્રે–
अकम्मस्स ववहारो ण विजइ, कम्मुणा उवाही जायति त्ति ॥ १२-११ ॥
વિવેચન– શુદ્ધસ્વભાવ અને અશુદ્ધસ્વભાવ સમજાવીને હવે છેલ્લો દશમો “ઉપચરિત સ્વભાવ” સમજાવે છે.
नियमित एकस्थानिं निर्धारिलं, जे एकस्वभाव. परस्थानकिं उपचरिइं, ते . उपचरितस्वभाव होइ, ते उपचरितस्वभाव न मानिइं, "स्वपरव्यवसायि ज्ञानवंत आत्मा" किम कहिइं ? ते माटई ज्ञाननइं स्वविषयत्व तो अनुपचरित छइ. पणि परविषयत्व ते परापेक्षाइं प्रतीयमानपणइं तथा परनिरूपितसंबंधपणइं उपचरित छइं. ॥ १२-१० ॥
જે સ્વભાવ કોઈપણ એક સ્થાનમાં નિશ્ચિતરૂપથી હોય, તે જ સ્વભાવને પરસ્થાનમાં (ઉપચાર કરીને) જે માનવો. તે ઉપચરિતસ્વભાવ કહેવાય છે. જેમ કે મૂર્તિતા (રૂપીપણું) પુદ્ગલદ્રવ્યમાં નિશ્ચિત છે. આત્મામાં નથી તો પણ પુગલના સંબંધને લીધે આત્માને પણ રૂપી કહેવા-મૂર્ત સમજવો તે ઉપચરિતસ્વભાવ કહેવાય છે. એવી જ રીતે શરીર અને કર્મના સંબંધે આત્માને અચેતન માનવો, આત્માના સંબંધથી શરીરને સચેતન માનવું તે સઘળો ઉપચરિત સ્વભાવ જાણવો. ધર્મ અધર્મ આકાશ અને કાળ આ ચારે દ્રવ્યોમાં જે અમૂર્તપણુ અને અચેતનપણું છે. તે પોતાનો સ્વાભાવિક પર્યાય હોવાથી નિયમિતપણે છે. માટે અનુપચરિત છે અર્થાત્ સ્વાભાવિક છે. પરંતુ આ જ ચાર દ્રવ્યોમાં જે સહાય લેનારા પદ્રવ્યોને આશ્રયી ઘટાકાશ-પટાકાશાદિ જે વ્યવહાર થાય છે તે ઉપચરિત સ્વભાવ જાણવો. આ રીતે છએ દ્રવ્યોમાં આ ઉપચરિતસ્વભાવ હોય છે.
જો તે ઉપચરિતસ્વભાવ ન માનીએ તો “આ આત્મા સ્વપર વ્યવસાયિ જ્ઞાનવાળો છે” આમ જે કહેવાય છે. તે કેમ કહેવાય ? તેથી જ્ઞાનમાં પોતાનો નિર્ણય કરાવવાપણું (સ્વવિષયત્વ) જે છે. તે તો અનુપચરિત છે. અર્થાત્ વાસ્તવિક છે. કારણ કે પોતે પોતાનો નિર્ણય કરાવવાના સ્વભાવવાળું તો છે જ. પરંતુ જ્ઞાનગુણમાં જે પરવિષયત્વ છે. એટલે કે પરનો નિર્ણય કરાવવાપણું છે તે પરની અપેક્ષા રાખીને પ્રતીયમાન થાય છે. તથા જ્ઞાનગુણ તાદાભ્યસંબંધથી (નૈયાયિકાદિના મતે સમવાયસંબંધથી) ભલે આત્મામાં જ હોય, તો પણ વિષયતા સંબંધથી પરમાં પણ વર્તે છે. કારણ કે “મારી વૃષ્ટિ ત્યાં