Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૦૮
ઢાળ-૧૨ : ગાથા-૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પાણીમાં માટી કે સાકર નાખો તો ઓગળી જાય એટલે તેમાં તે ભાવે પરિણામ પામવાનો સ્વભાવ છે. અને તે જ પાણીમાં પથ્થર નાખો તો ન ઓગળે, કારણકે તેમાં તેવો સ્વભાવ નથી. તેમ જીવ અને પુગલ દ્રવ્યમાં પરદ્રવ્યના યોગે જે પરિણામ પામવાની યોગ્યતા છે. તે અશુદ્ધસ્વભાવ છે. અને ધર્માદિ દ્રવ્યોમાં પરદ્રવ્યના યોગે તે તે રૂપે થઈ જવા પણે પરિણમન પામવાની યોગ્યતા જ નથી તે માટે ત્યાં અશુદ્ધ સ્વભાવ નથી. અને અશુદ્ધ સ્વભાવ નથી માટે શુદ્ધ સ્વભાવ પણ નથી. પરંતુ તે ત્રણ દ્રવ્યો પોત પોતાના ગુણોમાં અવશ્ય પરિણામ પામે જ છે.
- જીવદ્રવ્યમાં જો શુદ્ધસ્વભાવ ન માનીએ અને કેવળ એકલો અશુદ્ધસ્વભાવ જ માનીએ તો કદાપિ મુક્તિ ન થાય. કારણ કે અશુદ્ધસ્વભાવવાળુ જીવદ્રવ્ય મુક્તિ પામે નહીં. તથા પુદ્ગલદ્રવ્યમાં પણ જો શુદ્ધસ્વભાવ ન માનીએ તો જીવના પ્રયત્ન વિના પોતાના ગુણોમાં પોતે જાતે પરિણમન પામવાની તથા લયણુક-ચણકાદિભાવે પરિણમન પામવાની જે યોગ્યતા ધરાવે છે તે ન ઘટે. તથા જીવમાં જો અશુદ્ધસ્વભાવ ન માનીએ તો કર્મનો બંધ, અને તેના વિપાકોદયના કારણે ચિત્ર-વિચિત્રભાવે જીવનું જે પરિણમન થાય છે. તે ન ઘટે. પુદ્ગલમાં પણ જો અશુદ્ધ સ્વભાવ ન માનીએ તો જીવના સંયોગે પુગલનું ઔદયિકભાવે જે પરિણમન થાય છે તે ન ઘટે. તે માટે બન્ને દ્રવ્યોમાં બને ભાવો વર્તે છે. અને તે માનવા જોઈએ.
"अत एव शुद्धस्वभावनई कदापि अशुद्धता न होइ, अशुद्धस्वभावनइं पछइं पणि शुद्धता न होइ" ए वेदान्त्यादि मत निराकरिउं. उभयस्वभाव मानिइं, कोइ दूषण ૧ ફુ. તે વતી. ૨૨-૨ | | વેદાન્ત દર્શનાદિમાં આમ જે કહ્યું છે કે “શુદ્ધસ્વભાવવાળું જે દ્રવ્ય હોય, તેને ક્યારેય પણ અશુદ્ધતા ન થાય, જેમ કે બ્રહ્મતત્ત્વ. અને અશુદ્ધસ્વભાવવાળું જે દ્રવ્ય હોય, તે પાછળથી પણ ક્યારેય શુદ્ધ ન થાય, જેમ કે સંસારી જીવ” આમ વેદાત્તિઓ કહે છે. આમ કહેવાનું કારણ વેદાન્તિકનું એવું છે કે જે બ્રહ્મ સત્ છે તે શુદ્ધ જ છે. તે ક્યારે ય પણ અશુદ્ધ ન થાય, અને જગત્ જે મિથ્યા છે. તે ક્યારેય પણ શુદ્ધ ન બને. આવું જે વેદાન્તિકનું માનવું છે. તે ૩ ત વ = આ અમે ઉપર જે બે સ્વભાવો સમજાવ્યા, તેનાથી જ વેદાન્તિકનો આ મત નિરાકૃત (ખંડિત) થયો. કારણ કે કેવળ એકલું શુદ્ધ કે અશુદ્ધસ્વભાવવાળું કોઈ દ્રવ્ય સંભવતું નથી તેથી ઉભયસ્વભાવ માનવામાં કોઈ પણ દૂષણ નથી. જો આત્મા કેવળ શુદ્ધ છે એમ કહીએ તો તેમાં અશુદ્ધતા