________________
૬૧૪
ઢાળ-૧ ૨ : ગાથા-૧૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કાળદ્રવ્યમાં જે ૬ સ્વભાવ કાઢી નાખવાના છે. તે કયા કયા છે ? તો તે કહે છે. ૧ બહુપ્રદેશ સ્વભાવ કહેતાં અનેક પ્રદેશ સ્વભાવતા ૨ ચિત્ શબ્દ ગાથામાં છે. ત્યાં ચિત્ કહેતાં ચેતનસ્વભાવ, ૩ મૂર્તિત્વ સ્વભાવ, ૪ વિભાવસ્વભાવ, ૫ શુદ્ધસ્વભાવ અને ૬ અશુદ્ધસ્વભાવ. આ ૬ સ્વભાવ કાઢીએ ત્યારે કાળદ્રવ્યમાં ૧૫ સ્વભાવો હોય છે. ૧ કાળદ્રવ્ય પોતે એક સમયાત્મક હોવાથી પ્રદેશોના પિંડાત્મક નથી. માટે ત્યાં અનેકપ્રદેશ સ્વભાવ નથી. ૨ કાળદ્રવ્ય અચેતન હોવાથી ત્યાં ચેતન સ્વભાવ નથી. ૩ વર્ણ-ગંધ, રસ, સ્પર્શ પુગલ દ્રવ્ય માત્રામાં જ છે કાળ દ્રવ્યમાં નથી તેથી મૂર્ત સ્વભાવ ત્યાં નથી. ૪ પરભાવે પરિણામ પામવા પણું કાળમાં નથી તેથી વિભાવસ્વભાવ તે કાલદ્રવ્યમાં નથી. પ-૬ કર્મમય ઉપાધિનો સંબંધ જ ન હોવાથી શુદ્ધસ્વભાવ કે અશુદ્ધસ્વભાવ પણ નથી. આ રીતે કાલદ્રવ્યમાં ૧૫ સ્વભાવો છે. અને ૬ સ્વભાવો નથી.
ધર્મ-અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યોમાં, જે આ છ સ્વભાવને કાળમાં દૂર કરાયા છે. તેમાંનો જે આદિમ કહેતાં પ્રથમ સ્વભાવ છે કે જેનું નામ અનેક પ્રદેશ સ્વભાવ છે. તે સંયુક્ત કરીએ એટલે ધર્માદિ ત્રણ દ્રવ્યોમાં લઈએ અને બાકીના પાંચ જ સ્વભાવ કાઢીએ ત્યારે ૧૬ સ્વભાવો થાય છે. સારાંશ કે ધર્માદિ ત્રણ દ્રવ્યોમાં અનેક પ્રદેશસ્વભાવ હોય છે. એટલે ઉપરોક્ત છ સ્વભાવો ન કાઢતાં પાંચ જ ઓછા કરવા. જેથી ૧પને બદલે ૧૬ સ્વભાવો તે ત્રણ દ્રવ્યોમાં હોય છે. કારણ કે આ ત્રણ દ્રવ્યો અસંખ્ય અને અનંત પ્રદેશોનો પિંડ હોવાથી અનેક પ્રદેશ સ્વભાવતા છે. આલાપપદ્ધિતમાં આ પ્રમાણે કહ્યું છે કે
एकविंशतिःभावाः स्युर्जीवपुद्गलयोर्मताः । થતીનાં પોકેશ યુઃ પજીવી કૃતા: ૫ છે ૨૨-૩ |
કુલ ૨૧ સ્વભાવો છે. તેમાંથી જીવ અને પુદગલદ્રવ્યમાં બધા જ માનેલા છે. ધર્માદિ ત્રણ દ્રવ્યોમાં ૧૬કહેલા છે. અને કાળમાં ૧૫ સ્વભાવો કહેલા જાણવા. શ્રીદેવસેન આચાર્યકૃત “આલાપપદ્ધતિની”આ બીજી ગાથા છે. ૨૦૭ll જી હો પ્રમાણ નયનાં અધિગમાં, લાલા જાણી એહ સ્વભાવ જી હો સુજસ વિબુધજનસંગતિ, લાલા ધરો ચિત્તિ શુભભાવ //
ચતુરનર, ધારો અર્થ વિચાર / ૧૨-૧૪ ||