________________
૬૧૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૨ : ગાથા-૧૪ ગાથાર્થ– પ્રમાણ અને નયોના અભ્યાસ કરીને આ ૨૧ સ્વભાવો જાણીને, અને સારા યશસ્વી પંડિત પુરુષોની સોબત કરીને ચિત્તમાં ઉત્તમભાવો ધારણ કરો. || ૧૨-૧૪ છે.
ટબો- એ ૨૧ સ્વભાવ પ્રમાણ નયનઇ અધિગમઇ કહતાં-જ્ઞાનઇં જાણીનઈ, સુજસ-શોભન અનુયોગ પરિફાન-યશવંત, જે વિબુધ-પંડિત, તેહની સંગતિ કરી, સર્વ શંકાદોષ ટાલી ચિત્તમાંહિ શુભ ભાવ ધરો. [ ૧૨-૧૪ |
વિવેચન- ૧૦ વિશેષસ્વભાવો અને ૧૧ સામાન્યસ્વભાવો સમજાવીને હવે તેના ઉપર નય-પ્રમાણ દ્વારા વિસ્તૃતજ્ઞાન મેળવવાની ભલામણ કરતાં કહે છે કે
ए २१ स्वभाव प्रमाण-नयनइं अधिगमई कहतां-ज्ञानइं जाणीनइं, सुजस-शोभन अनुयोग परिज्ञान-यशवंत, ते विबुध-पंडित, तेहनी संगतिं करी, सर्व शंकादोष टाली, ચિત્તમાંહિ રામ માવ થવો. | ૨૨-૨૪ |
પ્રમાણ અને નયના અભ્યાસ કરીને આ ૨૧ સ્વભાવો જાણવા જેવા છે. પ્રમાણ અને નયોના સૂક્ષમજ્ઞાનપૂર્વક આ ૨૧ સ્વભાવો જાણીને, સારા યશવાળા પંડિત પુરુષો, એટલે કે દ્રવ્યાનુયોગના સુંદર અને વિસ્તીર્ણજ્ઞાનમાં યશસ્વી બનેલા જે પંડિત પુરુષો હોય, તેમની સંગતિ કરીને (તેમનો ગાઢ પરિચય કરીને) તેમના પાસેથી ઘણું જ અનુભવજ્ઞાન મેળવીને, આવા પ્રકારના સૂક્ષ્મવિષયના જ્ઞાનમાં થનારી શંકાઓના દોષોને ટાળીને મનમાં પાકી શ્રદ્ધા કરવા રૂ૫ ઉત્તમ ભાવોને જીવનમાં તમે લાવો.
પ્રમાણ અને નયોનો અભ્યાસ હોય તો જ આ સ્વભાવો સમજાય તેવા છે. તેથી પ્રથમ તો પ્રમાણ અને નયોનો અભ્યાસ કરવો જોઈએ. તે કર્યા બાદ કયા કયા નયની અપેક્ષાએ આ સ્વભાવો સંભવે છે તે વિચારીને વિસ્તૃતજ્ઞાનવાળા બનવું જોઈએ. ત્યારબાદ આ દ્રવ્યાનુયોગના પ્રખરાભ્યાસી, તે વિષયના સારાશાનવાળા, અને તે વિષયમાં યશસ્વી બનેલા એવા જ્ઞાની ગીતાર્થ મહાત્માઓનો પરિચય કરીને તેઓની પાસેથી અનુભવજ્ઞાન મેળવીને, શંકાદોષો દૂર કરીને સ્થિરસમ્યકત્વવાળા બનો એવી હિતશિક્ષા ગ્રંથકારશ્રી આપણને આપે છે. આપણે તેઓની હિતશિક્ષાને અનુસરીએ.
તથા “સુજસ” શબ્દ લખીને ગર્ભિત રીતે ગ્રંથકર્તાએ પોતાનું નામ પણ સૂચવ્યું છે. તે ૨૦૮ ||.
બારમી ઢાળ સમાપ્ત