________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
કર્મરહિત આત્માને કર્મોની ઉપાધિ હોતી નથી. તેથી કર્મજન્ય વ્યવહાર ત્યાં હોતો નથી. કારણ કે ઉપાધિ કર્મોથી જ થાય છે.” અને સિદ્ધને કર્મમય ઉપાધિ નથી. આવી જ રીતે પુદ્ગલદ્રવ્યમાં જીવના સંયોગને કારણે ચેતનપણું જે કહેવાય છે. “આ શરીર સચેતન છે” આમ જે બોલાય છે તે ઉપચરિતસ્વભાવ છે. તથા પુદ્ગલસ્કંધ ખંડ ખંડ થવાથી ચક્ષુથી અગોચર જ્યારે થાય છે ત્યારે નિશ્ચયનયથી રૂપી હોવા છતાં વ્યવહારનયથી જે અમૂર્તતા કહેવાય છે તે પણ ઉપચરિતસ્વભાવ જાણવો. તથા ધર્માદિ ચારે દ્રવ્યો અમૂર્તપણે અને અચેતનપણે જે વર્તે છે તે પોતાનો પર્યાય હોવાથી વાસ્તવિક છે તે માટે અનુપરિત છે. પરંતુ ઘટાકાશ પટાકાશ આદિ રૂપે પરદ્રવ્યના સંયોગે જે વ્યવહાર થાય છે. તે ઉચરિતસ્વભાવ જાણવો. આ રીતે આ ઉપચરિતસ્વભાવ છએ દ્રવ્યોમાં હોય છે. || ૨૦૪-૨૦૫ ||
૬૧૨
ઢાળ-૧૨ : ગાથા-૧૨-૧૩
જી હો દસઇ વિશેષ સ્વભાવ એ, લાલા સબ ઈકવીસ સંભાલિ । જી હો સવિ હું પુદ્ગલ જીવ નઇ, લાલા પન્નરભેદ છઇ કાલિ ।। ચતુરનર, ધારો અર્થ વિચાર | ૧૨-૧૨ ॥
જી હો બહુ પ્રદેશ ચિત મૂર્તતા, લાલા વિભાવ શુદ્ધ અશુદ્ધ । જી હો ટાળી આદિમ સંજુઆ, લાલા સોલ ધરમ મુખ બુદ્ધ II ચતુરનર, ધારો અર્થ વિચાર ॥ ૧૨-૧૩ ॥
ગાથાર્થ— આ ૧૦ વિશેષસ્વભાવો જાણવા. સર્વે મળીને કુલ ૨૧ સ્વભાવો છે. તેમાંથી પુદ્ગલ અને જીવદ્રવ્યને સર્વસ્વભાવો હોય છે. પરંતુ કાળદ્રવ્યને ૧૫ જ સ્વભાવો હોય છે. || ૧૨-૧૨ ॥
બહુપ્રદેશતા, ચેતનતા, મૂર્તતા, વિભાવ, શુદ્ધ અને અશુદ્ધ આ છ સ્વભાવો ટાળીને કાળને ૧૫ સ્વભાવો હોય છે. તેમાંથી પ્રથમસ્વભાવ જે બહુપ્રદેશતા છે તે સંયુક્ત કરતાં કુલ ૧૬ સ્વભાવો ધર્માદિ શેષ ૩ દ્રવ્યોને હોય છે. | ૧૨-૧૩ ||
ટબો– એ દસઈં વિશેષસ્વભાવ, નિયતદ્રવ્યવૃત્તિ માટઇં, એ મધ્યે પૂર્વોક્ત ૧૧ સામાન્યસ્વભાવ ભેલિ, તિ વાર-સર્વ મિલીનઇં એકવીસ સ્વભાવ થાઇ. પુદ્ગલ જીવનઇં એ ૨૧ ઇં સ્વભાવ હોઈ. તથા કાલ દ્રવ્યનû વિષ ́ ૧૫ સ્વભાવ હોઈં. ૨૧ માંહિથી ૬ કાઢિઈં તિ વાર ́. || ૧૨-૧૨ ||