________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૨ : ગાથા-૮
૬૦૫
ટબો- સ્વભાવથી જે અન્યથાભાવ તે વિભાવસ્વભાવ કહિÛ, તે મહાવ્યાધિ રૂપ છઈ. એ વિભાવ સ્વભાવ માન્યા વિના જીવનû અનિયત કહતાં-નાના દેશકાલાદિવિપાકી કર્મઉપાધિ ન લાગો જોઈઈં ૩પાધિસન્ધયોન્યતા હિ વિમાવસ્વભાવઃ” || ૧૨-૮ ||
વિવેચન– ચેતન, અચેતન, મૂર્ત, અમૂર્ત, એકપ્રદેશતા અને અનેક પ્રદેશતા આ છ સ્વભાવો સમજાવીને હવે “વિભાવસ્વભાવ” નામનો સાતમો સ્વભાવ સમજાવે છે.
स्वभावथी जे अन्यथाभाव ते विभावस्वभाव. ते महाव्याधि रूप छइ. ए विभावस्वभाव मान्या विना जीवनई अनियत कहतां नाना देशकालादिविपाकी कर्मउपाधि न लागो जोइइं. "उपाधिसम्बन्धयोग्यता हि विभावस्वभावः " ॥ १२-८ ॥
દ્રવ્યનો પોતાનો જે મૂલ-સહજ સ્વભાવ હોય, તેનાથી અન્યથાભાવ અર્થાત્ વિપરીત એવો જે સ્વભાવ. તે વિભાવસ્વભાવ કહેવાય છે. જેમ કે જીવદ્રવ્ય પોતાના સ્વભાવથી રાગદ્વેષાદિ દોષ રહિત શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર છે. જેમ કે સિદ્ધપરમાત્મા, પરંતુ પૂર્વબદ્ધ કર્મોદયથી ઔયિકભાવે જે ક્રોધ-માન માયા લોભ રાગ દ્વેષ વિષયવિકાર અને વાસનાદિ દોષોવાળો આ આત્મા બને છે. તે સઘળો આ જીવનો વિભાવ સ્વભાવ છે. અને સંસાર (જન્મ મરણની પરંપરા) વધારવામાં આ જ મુખ્યકારણ છે. તેથી શુદ્ધ આત્મતત્ત્વથી આત્માને ભ્રષ્ટ કરવામાં આ વિભાવ સ્વભાવ જ પ્રબળ હેતુ છે. તે કારણે તે “વડવ્યાધિ” જલોદર અને કેન્સર જેવો “મહારોગ” સ્વરૂપ છે. જેમ આવા મહારોગો જીવને ઘણી પીડા કરીને પણ અંતે મૃત્યુ જ પમાડે છે. તેવી જ રીતે આ વિભાવસ્વભાવ આ જીવને વિકારી અને વિલાસી બનાવીને પણ અંતે અનંત સંસારમાં રઝળાવે છે.
જીવમાં જો આ વિભાવસ્વભાવ ન માનીએ તો આ આત્મા સિદ્ધ પરમાત્મા સમાન શુદ્ધ બુદ્ધ નિરંજન હોવાથી નિર્વિકારી એવા આ આત્માને કર્મોનો બંધ થવા રૂપ ઉપાધિ વળગવી જોઈએ નહીં. અને જે આ કર્મમય ઉપાધિ છે. તે જુદા જુદા જીવે જીવે જુદી જુદી અનિયત દેખાય જ છે. એટલે કે જુદા જુદા ક્ષેત્રે અને જુદા જુદા કાલે સર્વે જીવોમાં વિપાક ફળ પ્રદાન કરનારી છે. કર્મનો બંધ કરનારા જીવોમાં કાષાયિક પરિણામ સ્વરૂપ આ વિભાવસ્વભાવની જેટલી જેટલી તીવ્રતા છે. તેટલો તેટલો તે તે જીવને તીવ્ર કર્મબંધ થાય છે. આ પ્રમાણે પૂર્વબદ્ધ કર્મોના વિપાકોદયરૂપ ઉપાધિને લીધે થતો એવો આ વિભાવસ્વભાવ છે. તે રાગાદિ સ્વરૂપ છે. અને તે
=