Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૦૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૨ : ગાથા૫-૬-૭ पणि आवइं. अनइं सर्वतोवृत्ति मानतां परमाणु आकाशादि प्रमाण थइ जाइ. उभयाभावई तो परमाणुनइं अवृत्तिपणुं ज थाइं "यावद्विशेषाभावस्य सामान्याभावनियतत्वात्" इत्यादि | ૨૨-૭ |
જો “અનેકપ્રદેશ સ્વભાવતા” ન માનીએ તો શું દોષ આવે? તેજ વાત બીજી વિશિષ્ટ યુક્તિ જણાવીને દેખાડે છે. કોઈ પણ એકવસ્તુનું બીજી વસ્તુમાં રહેવાપણું બે જાતનું હોય છે. ૧ દેશથી વૃત્તિ અને ૨ સર્વથી વૃત્તિ. જે વસ્તુ અન્ય વસ્તુના એક દેશમાં રહે, પણ સર્વત્ર ન રહે તે દેશથી વૃત્તિ (રેશતોવૃત્તિ) કહેવાય. જેમ કે “કુંડામાં બોર છે” એક ટોપલામાં બોર ભર્યા હોય, તો બોર ટોપલાના એક ભાગમાં છે. ટોપલાનો કેટલોક ભાગ બોરથી શૂન્ય પણ છે “કબાટમાં દાગીના છે” “ઘરમાં માણસો છે” “બેંકમાં પૈસા છે” આ બધા ઉદાહરણો દેશથી વૃત્તિનાં છે. હું = અને, બીજી જે વૃત્તિ છે. તે સર્વથી વૃત્તિ (સર્વતોવૃત્તિ) કહેવાય છે. જે જેમાં હોય તે તેમાં વ્યાપીને સર્વત્ર હોય તે સર્વતોવૃત્તિ કહેવાય છે. જેમ કે “સમાનવસ્ત્રયની” કોઈ એક ઘોતી અથવા સાડી પહોળી કરીને સુકવી હોય, તેના ઉપર તેટલા જ માપની બીજી ધોતી અથવા સાડી સુકવવામાં આવે તો એક વસ્ત્રની સાથે અન્ય વસ્ત્રનું વર્તવું જે છે તે સર્વતોવૃત્તિ છે. આ જ રીતે “તલમાં તેલ” “દુધમાં સાકર” “પાણીમાં કલર” આ બધાં ઉદાહરણો સર્વતોવૃત્તિનાં છે.
અનેક પ્રદેશ સ્વભાવ ન માનો તો આ બે પ્રકારની વૃત્તિમાંથી કોઈ પણ એક પ્રકારની જ વૃત્તિ માનવી પડે. અને એક જ પ્રકારની વૃત્તિ માનીએ અને બીજા પ્રકારની વૃત્તિનો અપલાપ કરીએ તો દૂષણ જ આવે. કારણ કે જગતના પદાર્થો જુદી જુદી રીતે બન્ને પ્રકારની વૃત્તિવાળા ઉપરના ઉદાહરણો પ્રમાણે જણાય છે. તેથી એકાને કોઈ પણ એક વૃત્તિ માનવામાં દૂષણ જ આવે છે આમ સમ્મતિપ્રકરણની વૃત્તિમાં કહ્યું છે.
હવે જો અનેકપ્રદેશ સ્વભાવ ન માનીને તો ધર્મ-અધર્મ અને આકાશ આ ત્રણે દ્રવ્યોની સાથે પરમાણુ દ્રવ્યની વૃત્તિ ઘટે નહીં. જો દેશથી વૃત્તિ માનો તો એટલે કે આ ત્રણે દ્રવ્યોના એક દેશભાગમાં (એક આકાશપ્રદેશ જેટલા ભાગમાં) જ પરમાણુનો સંયોગ છે. આખા દ્રવ્યમાં નહીં આમ જો માનો તો આકાશાદિ આ ત્રણે દ્રવ્યોના પ્રદેશો છે જ. આ વાત તમારી ઈચ્છા હોય કે ન હોય તો પણ સિદ્ધ થાય જ છે. તમારી પોતાની અનિચ્છા હોવા છતાં ત્રણે દ્રવ્યોના પ્રદેશો છે આ વાત સિદ્ધ થઈ જ ગઈ. કારણકે પરમાણુનો આ ત્રણે દ્રવ્યોના એક પ્રદેશ સાથે જ સંયોગ માન્યો છે. શેષભાગમાં નથી માન્યો માટે. હવે જો પરમાણુની આ ત્રણ દ્રવ્યોની સાથે સર્વતો વૃત્તિ માનો તો પરમાણુદ્રવ્યને (PI) ૧૬