________________
૬૦૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૨ ઃ ગાથાપ-૬-૭
जो अनेक प्रदेशस्वभाव द्रव्यनई न कहिइं. तो घटादिक अवयवी देशथी सकंप, देशथी निःकम्प देखिइं छई, ते किम मिलई ? "अवयव कंपइं पणि अवयवी निष्कम्प" રૂમ દિઉં, તો "વનતિ' પ્રયોગ કિમ થારૂ ?
देशवृत्ति कम्पनो जिम परंपरासंबंध छई, तिम देशवृत्ति कम्पाभावनो पणि परंपरासंबंध छई. ते माटिं "देशथी चलई छई" "देशथी नथी चलतो" ए अस्खलित व्यवहारइं अनेकप्रदेशस्वभावता मानवो.
જો દ્રવ્યમાં અનેક પ્રદેશસ્વભાવતા ન માનીએ, અને કેવળ એક પ્રદેશસ્વભાવતા જ માનીએ તો ઘટ પટ આદિ દ્રવ્યોમાં એક ભાગ સકંપ અને એક ભાગ નિષ્કપ જે દેખાય છે તે સંભવે નહિં. કોઈ એક અવયવી દ્રવ્યમાં એક દેશથી (અમુક ભાગમાં) સકંપતા અને બીજા દેશથી (બીજા ભાગમાં) નિષ્પકંપતા સ્પષ્ટ જણાય જ છે. જેમ કે એક વક્તા સ્ટેજ ઉપર ભાષણ કરતા હોય ત્યારે સમજાવવામાં હાથ અને મુખના હાવભાવ કરતા હોવાથી સકંપ છે અને શરીરનો બાકીનો ભાગ એક સ્થાને સ્થિર હોવાથી નિષ્પકંપ પણ છે. ઘટ-પટમાં પણ પવનથી ઉપરનો એક ભાગ ચલિત છે. અને બીજો ભાગ નીચેનો અચલિત છે. આ રીતે સકંપ નિકંપ બને છે આવું ચાક્ષુષપ્રત્યક્ષથી દેખાય જ છે. તેથી જો અનેકપ્રદેશસ્વભાવતા ન માનો તો ભિન્ન ભિન્ન ભાગ ન માનવાથી ભાગાશ્રિત સકંપ-નિષ્કપ આમ આ ઉભય સ્વરુપ ઘટે નહીં.
અહીં નૈયાયિક આવો પ્રશ્ન કરે છે કે “અવયવો અને અવયવી આ બને એકાન્ત ભિન્ન છે. પરંતુ અવયવી સમવાયસંબંધથી અવયવોમાં વર્તે છે. તેથી જુદો દેખાતો નથી. પરંતુ જ્યાં સુકંપ અને નિષ્કપ જણાય છે. ત્યાં અવયવો જ સકંપ છે. અવયવી દ્રવ્ય નિષ્કપ છે. આમ કંપતા અવયવોની જ માત્ર છે. અને નિષ્કપતા અવયવીની જ માત્ર છે. આમ માની લઈએ તો શું દોષ? અર્થાત્ આમ જ છે એમ માનોને ?
ઉત્તર– તેનું નિરસન કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે જો અવયવો જ સકંપ હોય તો અવયવો ઘણા હોવાથી બહુવચનવાળો જ પ્રયોગ થવો જોઈએ, જેમ “પદ: રત્નતિ” અહીં વનતિ નો પ્રયોગ ન થવો જોઈએ. કારણ કે જે (અવયવો) છે. તે જ ચાલે છે તે બહુ છે. અને જે અવયવી છે. તે એક છે. પરંતુ તમારા કહેવા પ્રમાણે તે અવયવી તો નિષ્પકંપ છે. માટે અવયવો ઘણા છે. અને તે ચલિત છે. તેથી રત્નતિ પ્રયોગ કેમ થાય? રત્નતિ આમ બહુવચનવાળા પ્રયોગો થવા જોઈએ પરંતુ રત્નતિ ઈત્યાદિ જ પ્રયોગો થાય છે. તે માટે અવયવી પણ સકંપ છે.