________________
૬૦૨ ઢાળ-૧૨ : ગાથા-૫-૬-
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ હવે કદાચ તમે એમ કહો કે દેશભાગમાં રહેલા અવયવોમાં રહેલી કંપનક્રિયા પરંપરાસંબંધે અવયવમાં પણ વર્તે છે. (સ્વ = કંપના, માશ્રય = અવયવ, સમત = તેમાં સમવાય સંબંધથી રહેનાર અવયવી છે. આ સંબંધથી એટલે કે સ્વાશ્રયમતત્વસંબંધથી) તે કંપનક્રિયા અવયવમાં પણ રહે છે. સારાંશ કે કંપનક્રિયા સમવાય સંબંધથી તો અવયોમાં જ વર્તે છે. અવયવીમાં નહી. કારણ કે ગુણ અને ક્રિયા, ગુણવાનમાં અને ક્રિયાવાનમાં સમવાયસંબંધથી વર્તે છે. પરંતુ અવયવોમાં રહેલી તે ક્રિયા, સ્વાશ્રયસમવેતત્વસંબંધથી અવયવીમાં પણ રહે છે. કારણ કે સ્વ = કંપનક્રિયા, તેનો આશ્રય = અવયવો, તેમાં સમવેત = સમવાયસંબંધથી રહેલ અવયવી છે. આમ જો કહો તો અસંખ્ય પ્રદેશોના બનેલા દ્રવ્યમાં કોઈ એક ભાગમાં જે કંપતા છે. એટલે કે કોઈ એક તેશ = દેશભાગમાં વૃત્તિ = રહેલી મેનો = કંપનક્રિયાનો સંબંધ સ્વાશ્રય સમતત્વ સંબંધરૂપ પરંપરાએ સર્વભાગમાં છે. તેવી જ રીતે બીજા દેશભાગમાં રહેલો કંપનક્રિયાનો અભાવ પણ પરંપરાસંબંધે તે આખા દ્રવ્યમાં છે જ. આ રીતે દેશભાગવિશેષથી કંપન અને બીજા દેશભાગ વિશેષથી કંપનાભાવ આમ બને ભાવો અખંડ એવા અવયવીમાં જણાતા હોવાથી આ ઘટ “દેશથી ચાલે છે અને આ ઘટ દેશથી ચાલતો નથી” આવો ઉભય સ્વરૂપવાળો જ અસ્મલિત વ્યવહાર જોવા મળે છે. તે માટે તેવા વ્યવહારથી દ્રવ્યોમાં અનેકપ્રદેશ સ્વભાવતા અવશ્ય રહેલી જ છે. આમ જાણવું.
तथा अनेक प्रदेशस्वभाव न मानिइं, तो आकाशादि द्रव्यइं अणुसंगति कहिंतापरमाणुसंयोग, ते किम घटइ ? ॥ १२-६ ॥
તથા વળી દ્રવ્યોમાં જો અનેકપ્રદેશસ્વભાવતા ન માનીએ તો આકાશાદિ ત્રણ દ્રવ્યોને પરમાણુનો સંયોગ કેમ ઘટે ? પરમાણુ એક આકાશપ્રદેશમાં રહે તેવા કદવાળો છે. અને ધર્મ-અધર્મદ્રવ્ય લોકવ્યાપી છે. તથા આકાશ લોકાલોકવ્યાપી છે. તેથી આ પરમાણુની સાથે આ ત્રણ દ્રવ્યોનો સંયોગ અનેક પ્રદેશસ્વભાવતા માન્યા વિના કેમ ઘટે? કાં તો પરમાણુને ધર્મ-અધર્મ અને આકાશદ્રવ્ય જેવડું મોટું થવું પડે, કાં તો આ ત્રણ દ્રવ્યોને પરમાણુ જેવડું નાનું થવું પડે. પરંતુ આમ બનતું નથી. અને કોઈ પણ એક પરમાણુ આ ત્રણે દ્રવ્યોના એક ભાગની (એક પ્રદેશની) સાથે સ્પષ્ટ છે અને અન્ય પ્રદેશો સાથે અસ્પૃષ્ટ છે તેથી આ ત્રણ દ્રવ્યોની સાથે પરમાણુની સ્પષ્ટતા અને અસ્પષ્ટતા દ્વારા આ ત્રણે દ્રવ્યોમાં અનેક પ્રદેશતા છે આમ સિદ્ધ થાય છે. // ૨૦૦ ||
एह ज युक्ति विस्तारी देखाडइ छइ-एक वृत्ति देशथी छइ, जिम कुंडइ बदर, नई बीजी सर्वथी छइ. जिम समानवस्त्रद्वयनी. तिहां प्रत्येकई दूषण "सम्मतिवृत्ति" बोलइ छइ. परमाणुनइं आकाशादिकई देशवृत्ति मानतां आकाशादिकना प्रदेश अनिच्छतां