________________
૬૦૦ ઢાળ-૧૨ : ગાથા-પ-૬-૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ એકપ્રદેશસ્વભાવતા અને અનેકપ્રદેશસ્વભાવતા આ બે સ્વભાવો સમજાવે છે. “અખંડતા” “એકતા” જે જણાય છે તે એકપ્રદેશસ્વભાવતા છે. અને ઘણા અવયવપણું, ઘણા અંશવાળાપણું જે જણાય છે તે અનેકપ્રદેશસ્વભાવના છે. જેમ બુંદીનો બનેલો એક લાડુ છે. તેમાં આ “એક લાડુ” છે. એમ જે કહીએ છીએ તે એક પ્રદેશ સ્વભાવના છે. અને અગણિત અનેક દાણામય તે લાડુ છે” આ અનેકપ્રદેશ સ્વભાવતા છે.
આ એક અખંડ દ્રવ્ય છે” એવી જે પ્રતીતિ થાય છે તે જેમ એક પ્રદેશસ્વભાવતા છે. તેવી જ રીતે કાળ દ્રવ્ય સિવાય શેષ પાંચે દ્રવ્યોમાં જે ભિન્ન ભિન્ન પ્રદેશોનો યોગ છે. તથા અખંડ એકપણે જણાતા દ્રવ્યમાં જે ભિન્ન ભિન્ન પ્રદેશો જણાય છે. તે સઘળો અનેક પ્રદેશ સ્વભાવ જાણવો. જેમ કે એક લાડુમાં જે અગણિત દાણા દેખાય છે. એક ઘટમાં જે અનેક પરમાણુઓ દેખાય છે. એક પટમાં અગણિત જે તાર દેખાય છે. તે સઘળો અનેક પ્રદેશ સ્વભાવ જાણવો.
જો દ્રવ્યોમાં “એક પ્રદેશ સ્વભાવ” ન હોય તો ધર્મ-અધર્મ અને એક જીવ આ ત્રણ દ્રવ્યો અસંખ્ય પ્રદેશોવાનાં છે. તેથી તેમાં એક એક પ્રદેશ, એ જ એક એક દ્રવ્ય બની જવાથી બહુવચનવાળી જ પ્રવૃત્તિ થવી જોઈએ પણ “આ એક ધર્માસ્તિકાય છે” એવો “એક” શબ્દવાળો, તથા એકવચનવાળો વ્યવહાર ન થવો જોઈએ. તેવી જ રીતે આ એક અધર્માસ્તિકાય દ્રવ્ય છે અને આ એક જીવદ્રવ્ય છે આવો પણ વ્યવહાર ન થાય, પરંતુ પ્રદેશો અસંખ્ય હોવાથી અને તેમાં એકસ્વભાવતા ન માનવાથી આ અસંખ્ય ધર્માસ્તિકાય છે. અસંખ્ય અધર્માસ્તિકાય છે. અને એક જીવમાં પણ અસંખ્ય પ્રદેશો હોવાથી આ અસંખ્ય જીવો છે આવો વ્યવહાર થશે. એ જ રીતે આકાશ અનંતપ્રદેશાત્મક હોવાથી “આ એક આકાશ છે એમ વ્યવહાર થવાને બદલે અનંતાં આકાશદ્રવ્યો છે આવો વ્યવહાર થશે. તથા પુદ્ગલાસ્તિકાયમાં પણ જેટલા પ્રદેશો તેટલાં દ્રવ્યો કહેવાશે. પરંતુ આમ કહેવાતું નથી. અખંડ એકદ્રવ્ય કહેવાય છે. આવું જ સર્વત્ર બોલાય છે તે સઘળો વ્યવહાર આ એક પ્રદેશ સ્વભાવતાને આભારી છે. માટે સર્વે દ્રવ્યોમાં આ સ્વભાવ છે.
તથા જો અનેક પ્રદેશ સ્વભાવતા ન માનીએ તો આ દ્રવ્ય અસંખ્ય અને અનંત પ્રદેશોવાળું છે આવો જે શાસ્ત્રવ્યવહાર છે તે ન થાય. કાળદ્રવ્ય જેમ એક છે. તેના પ્રદેશો નથી તેમ ધર્માદિ દ્રવ્યો પણ એક છે તેના પ્રદેશો નથી એવો અર્થ થાય. અને જો આમ હોય તો પાંચ અસ્તિકાર્યનું વિધાન વ્યર્થ બને. જે બરાબર નથી. પણ દરેક દ્રવ્યોમાં યથોચિત ભિન્ન ભિન્ન પ્રદેશો છે. તે આ અને પ્રદેશ સ્વભાવતા છે. ૧૯૯