________________
૬૦૪ ઢાળ-૧૨ : ગાથા-૮
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ ત્રણ દ્રવ્યોની સાથે સર્વબાજુથી વૃત્તિ કરવા માટે આ ત્રણ દ્રવ્ય જેવડા પ્રમાણવાળા થવું જોઈશે. અર્થાત્ પરમાણુને પોતાને ધર્મ-અધર્મ દ્રવ્ય સાથે સર્વતો વૃત્તિ પામવા માટે લોકાકાશ પ્રમાણ અને આકાશ સાથે સર્વતો વૃત્તિ પામવા માટે લોકાલોક પ્રમાણ થવું પડશે. અથવા આ ત્રણે દ્રવ્યોને પરમાણુ જેવડુ થવું પડશે. અને જો પરમાણુનું આવડુ મોટું ત્રણ દ્રવ્યો જેવડું પ્રમાણ ન માનો તો આ ત્રણ દ્રવ્યો સાથે સર્વતોવૃત્તિ જ નહિં. આમ દેશથી વૃત્તિ કે સર્વતોવૃત્તિ આમ બન્ને પક્ષો માનવામાં દોષો દેખાય છે એટલે કે દેશથી વૃત્તિ માનવામાં ત્રણ દ્રવ્યોની સંપ્રદેશતા અને સર્વતોવૃત્તિ માનવામાં પરમાણુનું પ્રમાણ લોકવ્યાપી અને લોકાલોકવ્યાપી થઈ જાય છે. આમ દોષો દેખાય છે.
હવે જો “ઉભયાભાવ” માનવામાં આવે તો એટલે કે પરમાણુ દેશનોવૃત્તિવાળો પણ નથી તથા સર્વતોવૃત્તિવાળો પણ નથી આમ માનવામાં આવે તો તેનો અર્થ એ થયો કે પરમાણુની વૃત્તિ જ જગતમાં નથી. પરમાણુ જગતમાં છે જ નહિ. એવો જ અર્થ થઈ જાય. કારણકે જ્યાં જ્યાં વિશેષાનો અભાવ હોય છે. ત્યાં ત્યાં નક્કી સામાન્યનો પણ અભાવ જ હોય છે. જેમ કે કોઈ પણ એક વૃક્ષનાં મૂલ, થડ, શાખા, પ્રશાખા, કુલ, ફળ અને પાંદડાં જો નથી તો તેનો અર્થ એ થયો કે ત્યાં તે વૃક્ષ જ નથી. કારણ કે મૂલ-થડ આદિ વિશેષો જો ન હોય તો વૃક્ષાત્મક સામાન્ય પણ નથી. અથવા હાથપગ-પેટ-માથું-પીઠ આદિ વિશેષો જો નથી તો સામાન્ય એવું શરીર પણ નથી. તેવી રીતે પરમાણુની જો દેશથી પણ વૃત્તિ નથી અને સર્વતો પણ વૃત્તિ નથી તો તેનો અર્થ એ થયો કે પરમાણુની વૃત્તિ જ નથી. પરંતુ સંસારમાં આમ નથી. તેથી અનેક પ્રદેશ સ્વભાવતા માનવી જોઈએ.
આ રીતે છએ દ્રવ્યોમાં અખંડિતતા જે ભાસે છે. તે એકપ્રદેશસ્વભાવતા છે. અને સંખ્યાત અસંખ્યાત કે અનંત પ્રદેશોની જે લુંબ જણાય છે. તે અનેકપ્રદેશ સ્વભાવતા છે. ઈત્યાદિ. || ૧૯૯-૨૦૦-૨૦૧ | જી હો ભાવ સ્વભાવહ અન્યથા, લાલા છઇવિભાવ વડવ્યાધિ ! જી હો એ વિણ ન ઘટતું જીવનઇ, લાલા અનિયત કર્મઉપાધિ .
ચતુર નર, ધારો અર્થ વિચાર / ૧૨-૮ || ગાથાર્થ– સ્વભાવાત્મક ભાવથી વિપરીત જે ભાવ તે વિભાવસ્વભાવ કહેવાય છે. આ જ મોટી વ્યાધિરૂપ છે. આ વિભાવસ્વભાવ માન્યા વિના આ જીવને અનિયત એવી કર્મ ઉપાધિ જે વળગે છે. તે ઘટે નહીં. / ૧૨-૮ |