________________
૧૯૮
ઢાળ-૧૨ : ગાથા-૫-૬-૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
(ત્યારે) જીવનો મોક્ષ કદાપિ ન ઘટે. કારણકે શરીરાદિથી રહિત અમૂર્ત જીવ જ મોક્ષે જાય છે. તે કારણથી (શરીર અને કર્મના સંયોગે) મૂર્તત્વ ને ધારણ કરનારા એવા જીવમાં અંતરંગપણે (પરમાર્થપણે) અમૂર્તસ્વભાવ પણ રહેલો જ છે. આમ જાણવું.
एकप्रदेशस्वभाव ते, ते कहिलं, जे एकत्वपरिणतिं अखंडाकार बंध, क० મનિવેશ, તેહનો નિવાસ-માનનપણું. ॥ ૨૨-૪ ॥
હવે એકપ્રદેશ સ્વભાવતા અને અનેકપ્રદેશ સ્વભાવતા આ બે સ્વભાવો ગ્રંથકારશ્રી સમજાવે છે. એક પ્રદેશ સ્વભાવતા તે, તેને કહીએ કે જે દ્રવ્યની એકાકારતારૂપ પરિણતિ છે. અસંખ્યપ્રદેશોનો પિંડ હોવા છતાં પણ જે અખંડાકાર રૂપ સંબંધ છે. (અહીં બંધ કહેતાં સન્નિવેશ રચનાવિશેષ છે). તે રચનાવિશેષનો નિવાસ તે એકપ્રદેશસ્વભાવતા જાણવી. અસંખ્ય અને અનંત પ્રદેશોવાળા દ્રવ્યની જે (એકાકારતા) એકાકારરૂપ પરિણિત છે. અખંડ એકદ્રવ્ય પણે જે પિંડ બનેલ છે. તે એક પ્રદેશ સ્વભાવતા જાણવી. (તેના સંબંધી વિશેષ વાત આગલી ગાથામાં આવે છે). ॥ ૧૯૭
=
૧૯૮ ||
જી હો અનેકપ્રદેશ સ્વભાવતા, લાલા ભિન્ન પ્રદેશ સ્વભાવ । જી હો જો નહીં એક પ્રદેશતા, લાલા ભેદ બહુભાવ || ચતુરનર, ધારો અર્થ વિચાર ॥ ૧૨-૫ | જી હો કિમ સકંપ-નિ:કંપતા, લાલા જો ન અનેક પ્રદેશ । જી હો અણુ સંગતિ પણિ કિમ ઘટઇ, લાલા દેશ સકલ આદેશ II ચતુરનર, ધારો અર્થ વિચાર ॥ ૧૨-૬ ॥
જી હો દેશ-સકલભેદઇ દ્વિધા, લાલા દીઠી જગમાં વૃત્તિ । જી હો પ્રત્યેકઇ દૂષણ તિહાં, લાલા બોલઈ “સમ્મતિવૃત્તિ’’ ।।
ચતુરનર, ધારો અર્થ વિચાર ॥ ૧૨-૭ ॥
ગાથાર્થ— દ્રવ્યોમાં જે જે ભિન્ન પ્રદેશવાળાપણું છે તે અનેકપ્રદેશસ્વભાવતા છે. જો એકપ્રદેશ સ્વભાવતા ન માનીએ તો કોઈ પણ એકદ્રવ્યના પણ (પોતાના પ્રદેશો પ્રમાણે) બહુ ભેદ થઈ જાય. અને જો અનેક પ્રદેશસ્વભાવતા ન માનીએ તો કોઈપણ એકદ્રવ્યમાં