Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૨ : ગાથા-૩-૪
૫૯૭ શારીરિક અને કાર્મણવર્ગણાનાં (કર્મમય બનેલાં) પુગલોના ગાઢ સંબંધથી જીવ પણ કથંચિત્ મૂર્તતા સ્વભાવવાળો છે. અમૂર્તતા જીવની પોતાની સહજ છે. એટલે જ મુક્તિદશામાં પણ અમૂર્તતા સદા રહે જ છે. પરંતુ પારદ્રવ્યના સંયોગે મૂર્તતા પણ છે. અને તે મૂર્તિતા પરદ્રવ્યનો સંયોગ રહે, ત્યાં સુધી જ રહેવા વાળી છે. પણ ત્યાં સુધી મૂર્તતા અવશ્ય છે જ. આમ સ્વીકારવું જોઈએ. જો કથંચિત્ મૂર્તતા ન માનવામાં આવે, તો જીવને શરીરનો સંબંધ, તેના સંબંધે ગત્યન્તરગમન એટલે કે એકભવથી બીજાભવમાં જવા પણ, તેના સંબંધે રૂપવાન્ કરૂપવાન, કાળા-ધોળા-નીલા-પીળા પણું, તથા તેનાથી થતા રાગ-દ્વેષ, તેનાથી થતા કર્મોના બંધો, અને કર્મોના કારણે થતા જન્મ-મરણાદિ રૂપ સંસાર, આ બધી જ વસ્તુઓનો અભાવ થઈ જાય.
હવે જો જીવમાં કેવળ એકલી મૂર્તતા જ માનીએ અને અમૂર્તતા સર્વથા ન. માનીએ તો તે જીવનો ક્યારેય પણ મોક્ષ ન ઘટે, કારણકે અમૂર્તિ એવું ચેતનદ્રવ્ય જ મોક્ષે જાય છે. મૂર્ત ચેતનદ્રવ્ય જ્યાં સુધી મૂર્તિતા ત્યજે નહીં ત્યાં સુધી તે દ્રવ્ય કર્મના સંબંધવાળું હોવાથી તેનો મોક્ષ થાય જ નહીં. તેથી અમૂર્તતા પોતાની સહજ છે. સ્વાભાવિક છે. અને મૂર્તતા પુગલદ્રવ્યના સંબંધવાળી છે. તેવી જ રીતે પુગલદ્રવ્ય સ્વાભાવિક પણે રૂપાદિમાન હોવાથી મૂર્તિતા પોતાની સહજ છે. પરંતુ જ્યારે બાદરસ્કંધો ગલનસ્વભાવને લીધે જ્યારે સૂક્ષ્મસ્કંધરૂપે પરિણામ પામે છે. અથવા ચણક-યણુક અને પરમાણુ રૂપે બને છે ત્યારે “ચક્ષથી અગોચર હોય તે અમૂર્ત” એવી વ્યવહારનયગમ્ય અમૂર્તતા તે પુદ્ગલદ્રવ્યમાં પણ આવે જ છે. જો કે નિશ્ચયનયને માન્ય “રૂપાદિથી રહિત જે હોય તે અમર્ત” આવી અમૂર્તતા પુગલદ્રવ્યમાં કદાપિ થતી નથી. તો પણ વ્યવહારનયને માન્ય ઉપરોક્ત અમૂર્તતા તેમાં પણ હોય છે. ૧૯૭ll
આ રીતે જીવ-પુદ્ગલમાં મૂર્તતા અને અમૂર્તતા એમ બન્ને ગુણો બને દ્રવ્યોમાં છે. ટબાની પંક્તિના અર્થ આ પ્રમાણે છે
__ अनइं जो लोकदृष्ट व्यवहारई मूर्तस्वभाव ज आत्मानइं मानिइं तो मूर्त, ते हेतुसहस्रई पणि अमूर्त न होइ. तिवारई मोक्ष न घटइं. मूर्तत्वसंवलितजीवनइं पणि अंतरंग अमूर्तस्वभाव मानवो.
અને જો લોકમાં દેખાયેલા વ્યવહારના આધારે આત્મામાં શરીરધારીપણું હોવાથી કેવલ એકલો મૂર્તસ્વભાવ જ માનીએ તો જે આ મૂર્તિતા છે. તે મૂર્તતા હજારો ઉપાયો કરવા છતાં પણ ઘટ-પટની મૂર્તિતાની જેમ જાય જ નહીં અને જો જીવદ્રવ્ય અમૂર્તિ ન બને, તે વારે