________________
૫૯૪ ઢાળ-૧૨ : ગાથા-૧-૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જીવમાં ઘટે નહીં અને તે માન્યા વિના જ્ઞાનાવરણીયાદિ કર્મોનો બંધ પણ ન ઘટે. શાસ્ત્રમાં જ કહ્યું છે કે (આ પ્રશમરતિપ્રકરણની પપમી ગાથા છે)
“તેલથી સિંચાયેલા શરીરનાં ગાત્રો જેમ ધૂળના રજકણો વડે આલિંગન પામે છે. તેમ રાગ અને દ્વેષથી યુક્ત થયેલા જીવને આ પ્રમાણે કર્મનો બંધ થાય છે” આ રીતે જીવમાં ચેતનતા સ્વભાવની યુક્તિ સમજાવી. હવે જીવમાં અચેતનતાસ્વભાવની યુક્તિ સમજાવે છે.
जो जीवनइं सर्वथा चेतनस्वभाव कहिइं, अचेतनस्वभाव न कहिइं, तो अचेतनकर्मनो-कर्मद्रव्योपश्रेषजनितचेतना विकार विना शुद्धसिद्धसदृशपणुं थाई. तिवारइं ध्यान-ध्येय, गुरु-शिष्यनी सी खप थाइं ? सर्व शास्त्रव्यवहार इम फोक थइ जाई. शुद्धनई अविद्यानिवृत्तइं पणिं स्यो उपकार थाइं ? ते माटइं "अलवणा यवागू:" તિવત્ “મવેતન માત્મા” ડ્રમ પગ થંચિત્ +É ૨-૨ |
જો જીવમાં સર્વથા એકલો ચેતનસ્વભાવ જ છે આમ માનીએ. અને અચેતનસ્વભાવ નથી આમ માનીએ તો અચેતન એવા કર્મોના ઉદયથી થયેલા જીવમાં વિકારો માન્યા વિના, એટલે કે અચેતન એવા કર્મદ્રવ્યોના ઉપશ્લેષથી ઉત્પન્ન થયેલી રાગ-દ્વેષ-વિષય-વિકાર અને વાસના આદિ વાળી ચેતનાનો વિકાર માન્યા વિના સર્વે જીવોમાં શુદ્ધ સિદ્ધ જીવની સંદેશતા જ આવી જાય, અને જો સર્વે જીવો સત્તાગત રીતે જ નહીં પણ પ્રગટ પણે પણ સિદ્ધસમાન શુદ્ધ જ છે એમ માનીએ તો કર્મ ખપાવવા ધ્યાન કરવાની, ધ્યેયનું લક્ષ્ય બાંધવાની, કોઈના પણ ગુરુ થઈને ઉપકાર કરવાની, અને કોઈના પણ શિષ્ય બનીને ગુરુ દ્વારા આત્માની શુદ્ધિ કરવાની શી જરૂર ? અર્થાત્ જો આ જીવ સર્વથા ચેતન જ છે, અચેતનતા (એટલે કર્મોદ્વારા આવૃતતા) છે જ નહીં, તો સાધનાની શી જરૂર છે? ક્રમશઃ ગુણસ્થાનકવાર આરાધનાની પણ શી જરૂર છે ? અને જો આરાધના-સાધનાની જરૂર જ ન હોય તો તેને જણાવનારાં સર્વે પણ શાસ્ત્રોનો વ્યવહાર ફોગટ = નિરર્થક થશે.
તથા વળી સાંખ્ય વેદાંતાદિ દર્શનોને અનુસારે પુરુષ કેવળ એકલો શુદ્ધ જ છે. પ્રકૃતિ અને અવિદ્યા જ કર્મોનો કર્તા-ભોક્તા છે. તેમાં પ્રતિબિંબ માત્ર આત્માનું પડે છે. પણ આત્મા કંઈ અચેતન નથી. શુદ્ધ જ છે. આમ તે દર્શનકારો એમ માને છે. તેમ જો માનીએ તો તે પ્રકૃતિ અને અવિદ્યાની નિવૃત્તિ થાય એટલે કે અવિદ્યા દૂર થઈ