________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૨ : ગાથા–૧-૨
૫૯૩ અહીં દરેકના મનમાં આવું સમજાયેલું હોય છે કે જીવ એ ચેતન છે અને પુગલ એ અચેતન છે. જ્યારે આ રાસમાં એમ સમજાવાય છે કે જીવમાં પણ ચેતનઅચેતન બને સ્વભાવ છે અને પુગલમાં પણ ચેતન અચેતન બને સ્વભાવ છે. અહીં સમજાવનારનો આશય એ છે કે જીવ પોતે ચેતન તો છે જ. અને કર્મોના સંયોગે અવરાયેલી ચેતનાને આશ્રયી અચેતનસ્વભાવવાળો પણ કહેવાય છે કર્મોનો સંયોગ દૂર થતાં અચેતનસ્વભાવ ચાલ્યો જાય છે. જ્યારે ચેતનસ્વભાવ ક્યારેય પણ ચાલ્યો જતો નથી. નિગોદાવસ્થામાં પણ અલ્પ ચેતના અવશ્ય અનાવૃત જ રહે છે. તેવી જ રીતે જીવને લાગેલાં કર્મો તથા શરીર અચેતન હોવા છતાં પણ જીવના સંયોગે સચેતન સ્વભાવવાળાં કહેવાય છે. તેથીજ સાધુ મ. સા. કોઈ પણ સ્ત્રીના શરીરનો, (અથવા શરીરના કોઈપણ એક ભાગનો), તથા સાધ્વીજી મ. સા. પુરુષના શરીરનો (અથવા શરીરના અંગુલીમાત્ર ભાગનો) પણ સ્પર્શ કરતા નથી. અને સ્પર્શ થઈ જાય તો સંઘટ્ટો થયાનો દોષ ગણે છે. એકલો આત્મા તો રૂપાદિથી રહિત છે. એટલે સ્પર્શથી પણ રહિત જ છે. તેથી આત્માનો સ્પર્શ તો થવાનો જ નથી. અને શરીરને જો કેવળ અચેતન જ માનીએ તો ઘટપટના સ્પર્શની જેમ વિજાતીયના શરીરના સ્પર્શમાં પણ દોષ ન ગણાય. પરંતુ દોષ ગણાય છે. અને તેથી જ સ્પર્શ કરાતો નથી માટે શરીર અને કર્મો પણ જીવના યોગે ચેતનસ્વભાવવાળાં છે. છતાં જીવ ચાલ્યો જાય છે ત્યારે શરીર ચેતનસ્વભાવ ત્યજી દે છે. અચેતનસ્વભાવ ક્યારેય પણ ત્યજતું નથી. તેથી મુખ્યત્વે અચેતનસ્વભાવ છે.
આ રીતે જીવમાં ચેતનસ્વભાવ અને અચેતનસ્વભાવ બને છે. પરંતુ ચેતનસ્વભાવ સદા રહે છે તે પોતાનો છે. સહજ છે. અને અચેતનસ્વભાવ છઘસ્થાવસ્થા સુધી જ તરતમતાએ વર્તે છે. કેવલજ્ઞાન કાલે તે અચેતન સ્વભાવ ચાલ્યો જાય છે. આટલી ચેતનસ્વભાવની પ્રધાનતા છે વિશિષ્ટતા છે. એવી જ રીતે પુદ્ગલદ્રવ્યમાં પણ બને સ્વભાવો છે. પરંતુ ચેતનસ્વભાવ જીવના સંયોગથી છે. જ્યારે જીવનો સંયોગ છુટી જાય છે ત્યારે ચેતનસ્વભાવ ટકતો નથી અને અચેતનસ્વભાવ સદા રહે છે. માટે અચેતનસ્વભાવ પ્રધાન છે. વિશિષ્ટ છે. આમ ભેદ જાણવો.
જીવમાં જો ચેતનસ્વભાવ ન માનીએ તો ચૈતન્ય (જ્ઞાન) વિના ઘટ-પટની જેમ આ જીવ સર્વથા અજીવ જ બની જાય તથા ચેતના ન હોવાથી પ્રીતિ-અપ્રીતિ થવા રૂપ રાગ અને દ્વેષ ઘટે નહીં તથા સુખ દુઃખનો અનુભવ પણ થાય નહીં હર્ષ-શોક પણ થાય નહીં અને રાગવાળી ચેતના અને દ્વેષવાળી ચેતના રૂપ કર્મબંધનું કારણ પણ