Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ-૧૨ : ગાથા-૧-૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ધ્યાન-ધ્યેય ગુરુ-શિષ્યની સી ખપ થાઈ ? સર્વશાસ્ત્ર વ્યવહાર ઈમ ફોક થઈ જાઉં, શુદ્ધનઈં અવિધાનિવૃત્તğ પણિ સ્યો ઉપકાર થાઇ ? તે માટઇં “અનવળા યવાળુ:' કૃતિવત્ “અચેતન આત્મા' ઇમ પણિ કથંચિદ કહિઇં. ॥ ૨-૨ ॥
૫૯૨
વિવેચન– અગ્યારમી ઢાળમાં ૧૧ સામાન્ય સ્વભાવો કહ્યા. હવે આ બારમી ઢાળમાં સર્વે દ્રવ્યોના જુદા જુદા મળીને ૧૦ વિશેષસ્વભાવો પણ છે. તે સમજાવે છે. જે સ્વભાવ સર્વે દ્રવ્યોમાં વર્તે તે સામાન્ય સ્વભાવ. અને જે સ્વભાવ અમુક પ્રતિનિયત દ્રવ્યમાં જ વર્ષે તે વિશેષસ્વભાવ.
हिवइ आगलीढाले चेतनद्रव्यनुं स्वरूप वर्णवइ छड़, ते जाणोजी. जेहथी चेतनपणानो व्यवहार थाई. ते चेतनस्वभाव. तेहथी उलटो, ते अचेतनस्वभाव. जो जीवनई चेतनस्वभाव न कहिइं, तो रागद्वेष चेतनारूपकारण विना ज्ञानावरणादि कर्मनो अभाव थाई. यत उक्तम्
स्नेहाभ्यक्तशरीरस्य, रेणुना विष्यते यथा गात्रम् ।
રાદ્વેષવિરુનસ્ય, જર્મનથો મત્યેવમ્ ॥ ર્ ॥ ॥ -૨ ॥
હવે આગળલી આ ૧૨મી ઢાળમાં પ્રથમ ચેતનદ્રવ્યનું સ્વરૂપ સમજાવે છે. તે ધ્યાન આપીને જાણો. જીવદ્રવ્યમાં અને પુદ્ગલ દ્રવ્યમાં કુલ ૧૦ વિશેષસ્વભાવો છે. તેમાંના પ્રથમના બે વિશેષ સ્વભાવો, પ્રથમ ચેતનતા અને બીજો અચેતનતા કહે છે.
જે સ્વભાવથી જીવમાં ચેતનપણાનો વ્યવહાર થાય છે. આ ચેતનદ્રવ્ય છે” આવું જે સ્વભાવને લીધે બોલાય છે. તથા જે સ્વભાવને લીધે સુખ-દુઃખનો અનુભવ થાય છે. અનુભવ થવા સ્વરૂપ ચેતના જ્યાં દેખાય છે સમજાય છે. અનુભવાય છે. તે “ચેતનસ્વભાવ” જાણવો. આ સ્વભાવ જીવદ્રવ્યમાં હોય છે. અને જીવના સંયોગે શરીરમાં તથા જીવને લાગેલી કાર્યણવર્ગણામાં પણ આ ચેતનસ્વભાવ છે કારણ કે આ બન્ને દ્રવ્યો જીવની સાથે પરસ્પર અત્યન્ત એકમેક થયેલાં છે. જેમ વિષ અને દૂધ મિશ્ર થયેલાં હોય ત્યારે વિષ તો વિષ છે જ, પરંતુ તેના સહયોગથી દૂધ પણ વિષ કહેવાય છે. આ રીતે બન્ને દ્રવ્યોમાં ચેતનતા સ્વભાવ છે. જીવમાં ચેતના સ્વભાવ સહજ છે. પોતાનો છે. અને કર્મ તથા શરીરમાં ઉપચરિત પણે છે. તેવી જ રીતે આ ચેતનાથી ઉલટો જે સ્વભાવ તે અચેતનસ્વભાવ. તે મુખ્યત્વે જીવ સિવાયનાં પાંચે દ્રવ્યોમાં છે છતાં આ અચેતનસ્વભાવ જીવમાં પણ છે આ જીવની જેટલી જેટલી ચેતના કર્મો દ્વારા અવરાયેલી છે. તેટલો તેટલો અચેતનસ્વભાવ પણ જીવમાં છે.