________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૧ : ગાથા-૧૧
૫૮૩ સાચી વાત નહી માનવામાં “એકાન્તભેદની વાસના” જ કારણ છે. જે કદાગ્રહરૂપ છે. ગુણ-ગુણી આદિનો અભેદસ્વભાવ માનવામાં કોઈ બાધક દોષ આવતો નથી. તેથી અભેદ સ્વભાવ માન્યા વિના આ આધારાધેયનો બીજો કોઈ સંબંધ ઘટે નહીં. તે માટે ભેદ સ્વભાવની જેમ અભેદસ્વભાવ પણ અવશ્ય છે જ.
આ વિષયમાં દિગંબરાસ્નાયના પ્રધાનાચાર્ય શ્રી કુંદકુંદાચાર્યશ્રી પોતાના બનાવેલા પ્રવચનસારની'' અંદર શેયતત્ત્વાધિકાર નામના બીજા અધિકારની ચૌદમી ગાથા અને સળંગ ગાથાનંબર ગણતાં ૧૦૬ ગાથામાં આ પ્રમાણે કહે છે કે
“પ્રવિભક્તપ્રદેશત્વ એ પૃથકત્વ છે. અને “અતભાવ” એ અન્યત્વ છે. આવો વિરપ્રભુનો ઉપદેશ છે. તો જ્યાં અતભાવ છે. અર્થાત્ “તભાવ નથી” તે સર્વથા એક કેમ હોય ? અર્થાત્ કથંચિત્ ભિન્ન પણ હોય જ છે.
ભાવાર્થ આવો છે કે જેના જેના પ્રદેશો (અંશો-અવયવો) ભિન્ન ભિન્ન હોય છે. તેને પૃથકત્વ કહેવાય છે. જેમકે ઘટ અને પેટ, તથા ચૈત્ર અને મૈત્ર ઈત્યાદિ. ગુણ અને ગુણીમાં પ્રદેશોનું પ્રવિભક્ત પણું નથી, તેથી પૃથકત્વ નથી જેમ કે વસ્ત્ર અને શુક્લપણું. વસ્ત્રના પ્રદેશો જુદા હોય અને શુક્લગુણના આધારભૂત પ્રદેશો જુદા હોય એવું નથી પણ વસ્ત્રના જે પ્રદેશો છે તે જ પ્રદેશો શુક્લગુણવાળા હોવાથી શુક્લગુણના પણ તે જ પ્રદેશો છે. તેથી તે ગુણ-ગુણી વચ્ચે ઘટ-પટની જેમ પૃથકત્વ નથી. પરંતુ અન્યત્વ (ભેદસ્વભાવ) છે.
“અતર્ભાવ” એ અન્યત્વનું લક્ષણ છે. તે રૂપે ન હોવું તે અન્યત્વ કહેવાય છે. અહીં વસ્ત્ર એ આધાર છે. શુક્લતા એ આધેય છે. તથા વસ્ત્ર એક છે. ગુણો અનેક છે. ઈત્યાદિ સંજ્ઞા-સંખ્યા અને લક્ષણાદિ વડે ભિન્નતા હોવાથી તરૂપતા (સર્વથા એકતા) નથી માટે ગુણ-ગુણીમાં “અન્યત્વ” (ભેદસ્વભાવ) પણ છે. આવો વીરપ્રભુનો ઉપદેશ છે. જ્યાં “તભાવ” (સર્વથા અભેદ) ન હોય, ત્યાં સર્વથા એકત્વ કેમ હોય ? અર્થાત્ કથંચિ એકત્વ (અભેદ) ભલે હો. પરંતુ કથંચિત્ અન્યત્વ (ભેદ) પણ હો. આવો ભાવ છે.
આ પ્રમાણે ૭-૮ નંબરવાળા ભેદસ્વભાવ અને અભેદસ્વભાવ પણ સમજાવ્યા. ૧૯૨ા શક્તિ અવસ્થિત નિજ રૂપાન્તર, ભવનિ ભવ્યસ્વભાવો જી. ત્રિતું કાલિંમિલતા પરભાવિ, અભવન અભવ્ય સ્વભાવો શૂન્યભાવ વિણ ભવ્ય સ્વભાવુિં, કૂટ કાર્યનઈ યોગઈ જી. અભવ્યભાવ વિણ દ્રવ્યાન્તરતા, થાઈ દ્રવ્યસંયોગઈ જી / ૧૧-૧૧ /