Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૧ : ગાથા-૧૧
૫૮૫ અવસ્થિત (નિત્ય) સર્વે પણ દ્રવ્યો કાળક્રમે અનેક કાર્યો કરવાની શક્તિવાળાં જે છે. તે આ ભવ્યસ્વભાવ છે. તેવું = તે તે દ્રવ્યોમાં ક્રમશઃ વિશેષાન્તરના (નવા નવા પર્યાયોના) આવિર્ભાવ પણે જે અભિવ્યંગ્ય = અભિવ્યક્ત થવાપણુ = પરિણામ પામવાપણું છે. તે આ ભવ્યસ્વભાવ છે. સારાંશ કે સર્વે પણ દ્રવ્યો કાળક્રમે આવનારા પોત પોતાના જુદા જુદા પર્યાયોમાં જે પરિણામ પામે છે. કોઈ પણ એક પર્યાયમાં સદા-ધ્રુવ-સ્થિર નથી રહેતાં, પણ નવા નવા પર્યાયપણે ભવ્યતા = પામવા પણું= થવા પણું જે વર્તે છે. તે ભવ્ય સ્વભાવ છે.
તથા ત્રણે કાલમાં પરદ્રવ્યોની સાથે ભળવા છતાં (હળી મળીને રહેવા છતાં) પણ વિવક્ષિત દ્રવ્ય પરદ્રવ્યના સ્વભાવે જે પરિણામ નથી પામતું. તે અભવ્યસ્વભાવ છે. આપણો જીવ અનાદિકાળથી શરીરાત્મક પુગલની સાથે રહ્યો છે. તો પણ જે જીવ છે. તે પુદ્ગલદ્રવ્ય બની જતો નથી કે પુગલદ્રવ્ય જીવ દ્રવ્ય બની જતું નથી, તે આ અભવ્ય સ્વભાવના કારણે છે. ધર્માસ્તિકાય અનાદિ-અનંતકાળ અધર્માસ્તિકાયની સાથે રહે છે પરંતુ ધર્મદ્રવ્ય એ અધર્મદ્રવ્ય બનતું નથી કે અધર્મદ્રવ્ય ધર્મદ્રવ્ય બનતું નથી તે આ અભવ્યસ્વભાવના કારણે છે. પંચાસ્તિકાય શાસ્ત્રમાં કહ્યું છે કે
એકદ્રવ્ય બીજાદ્રવ્યની અંદર અરસપરસ પ્રવેશ કરવા છતાં, એટલે કે અરસપરસ એક બીજા દ્રવ્યને અવકાશ આપવા છતાં, અને નિત્ય (સદાકાળ) પરસ્પર મળીને રહેવા છતાં પણ સ્વસ્વભાવને પોત પોતાના દ્રવ્યપણાના ભાવને) ત્યજતા નથી. તે અભવ્યસ્વભાવ છે. (આ ગાથા દિગંબરાસ્નાયના “પંચાસ્તિકાય” ગ્રંથની સાતમી ગાથા છે.)
भव्य स्वभाव विना, खोटा कार्यनइं योगई शून्यपणुं थाइं. परभावई न होई, अनइं-स्वभावई न होइ तिवारे न होइ ज. अनइं अभव्यस्वभाव न मानिइं, तो द्रव्यनइं संयोगई द्रव्यान्तरपणुं थयुं जोइइं. जे माटिं-धर्माधर्मादिकनई जीवपुद्गलादिकनइं एकावगाहनाऽवगाढकारणई कार्यसंकर, अभव्यस्वभावई ज न थाई तत्तद्रव्यनइं तत्तत्कार्यहेतुताकल्पन पणि अभव्यत्वस्वभावगर्भ ज छइं.
હવે ભવ્ય-અભવ્ય સ્વભાવ જો ન માનીએ તો શું દોષ આવે ? તે ગુરુજી સમજાવે છે કે જો ભવ્યસ્વભાવ ન માનીએ તો તે તે દ્રવ્યોમાં પ્રતિસમયે થનારાં કાર્યો સર્વે પણ ખોટાં ઠરશે. કાર્યો પર્યાયો) ખોટા ઠરવાથી શૂન્યપણું જ થશે. તે આ પ્રમાણેજો ભવ્યસ્વભાવ નથી. તો કોઈ પણ દ્રવ્ય પોત પોતાના જે નવા નવા પર્યાયો(કાર્યો