________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૧ : ગાથા-૧૧
૫૮૭ ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય એક જ આકાશમાં (લોકાકાશમાં સર્વત્ર) વ્યાપીને સાથે મળીને જ રહેલાં છે. છતાં ધર્મદ્રવ્ય અધર્મદ્રવ્યરૂપે અને અધર્મદ્રવ્ય ધર્મદ્રવ્યરૂપે જે શંકર નથી પામતું, એકબીજાના કાર્યોનો જે શંકર નથી થતો તે અભવ્યસ્વભાવને લીધે જ થતો નથી. એમ જાણવું. જો અભવ્ય સ્વભાવ ન હોત તો અન્યદ્રવ્યરૂપે થઈ જાત. અને તેથી કાર્યસંકર થાત. એવી જ રીતે જીવદ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્યોમાં અનુક્રમે ચૈતન્યાદિની હાનિ-વૃદ્ધિ થવારૂપ ક્ષયોપશમ ભાવનાં કાર્યો, દેવ મનુષ્ય-તિર્યંચ આદિ ભવો પ્રાપ્ત થવારૂપ ઔદયિક ભાવનાં કાર્યો, અને વર્ણાદિની પરાવૃત્તિ થવા રૂપ પારિણામિક ભાવનાં કાર્યોનો જે સંકર થતો નથી તે સઘળો અભવ્યસ્વભાવનો જ પ્રતાપ છે.
આ રીતે જોતાં તે તે દ્રવ્યોમાં તે તે કાર્ય કરવાની હેતુતા છે. પરંતુ અન્યદ્રવ્યના કાર્યની હેતુતા અન્યદ્રવ્યમાં જે થતી નથી. તે આ અભવ્ય સ્વભાવગર્ભિત જ જાણવી. એટલે કે ધર્મદ્રવ્યમાં સ્થિતિ સહાયકતા જે નથી, અધર્મદ્રવ્યમાં ગતિસહાયકતા જ નથી. આકાશદ્રવ્યમાં જે ગતિ-સ્થિતિ સહાયકતા નથી, જીવમાં જે મૂર્તિતા (રૂપાદિવાળાપણું) નથી. અને પુગલદ્રવ્યમાં જે અમૂર્તતા નથી. તે સઘળી વાત આ અભવ્યસ્વભાવને લીધે જ છે. આ રીતે તે તે દ્રવ્યોમાં તે તે પોત પોતાના નિયત) કાર્યની હેતુતાની જે કલ્પના છે તે ભવ્ય સ્વભાવને લીધે છે. અને અન્યદ્રવ્યના કાર્યની હેતુતાનો જે અભાવ છે. તે આ અભવ્ય સ્વભાવને લીધે છે.
પ્રબ– સર્વે પણ દ્રવ્યોમાં “અભવ્ય સ્વભાવ છે” એટલે પરદ્રવ્યરૂપે પરિવર્તન ભલે ન થાઓ. પરંતુ “ભવ્ય સ્વભાવ” હોવાથી પોત પોતાના પર્યાયો (કાર્યો) પામવાની શક્તિ તો અવશ્ય છે જ. તો પછી કાળક્રમે સમયે સમયે એક એક પર્યાય પામે, આમ કેમ કરે છે ? પોતાનામાં પોતાના તો સર્વે પણ પર્યાયો પામવાની શક્તિ વિદ્યમાન હોવાથી એક જ સમયમાં સર્વે પર્યાયો પામી લેવા જોઈએ, પોતાનાં તો તે સર્વે કાર્યો કરી લેવાં જોઈએ. શા માટે ક્રમે ક્રમે જ કરે છે. ? આમ કેમ ?
ઉત્તર– કોઈ પણ દ્રવ્યમાં પોતાના સર્વે પણ પર્યાયો પામવાની શક્તિ અવશ્ય છે જ. તો પણ તે તે પર્યાયો તેવા તેવા સહકારી કારણોના મળવાથી જ થાય છે. સહકારીકારણોના મીલન વિના તે તે કાર્યો દ્રવ્ય પોતે પણ કરી શકતું નથી. જેમ બીજમાં અંકુરાના ઉત્પાદનની શક્તિ હોવા છતાં પણ જ્યાં સુધી ઈલા અનિલ અને જલનો સહયોગ ન મળે ત્યાં સુધી અંકુરાના ઉત્પાદનનનું કાર્ય, બીજ પણ કરી શકતું નથી. કાલ-સ્વભાવ-નિયતિ-પ્રારબ્ધ અને પુરુષાર્થ એમ પાંચ કારણો મળવાથી કાર્ય થાય છે ત્યાં દ્રવ્યમાત્રમાં પોતાના સર્વે પર્યાયો (PI) ૧૫