________________
૫૮૬
ઢાળ-૧૧ : ગાથા-૧૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ રૂપે થતાં પરિવર્તનો) પામે છે. તે સર્વે પર્યાયો (ભવ્યસ્વભાવ નહી હોવાથી) જુઠાં ” ઠરશે. જેમ કે મૃર્લિંડમાંથી સ્થાસ-કોશ-કુશૂલ-ઘટાદિ જે જે કાર્યો (પર્યાયો) થતા જગતમાં દેખાય છે. તે સર્વે કાર્યો (પર્યાયો) મિથ્યા થશે. કારણકે દ્રવ્યમાં તે તે ભાવે પરિણામ પામવાનો ભવ્યસ્વભાવ માન્યો જ નથી, તેથી તે તે પર્યાયો થાય જ નહીં. અને તેથી જે પરિવર્તનો થાય છે તે કાલ્પનિક થશે. મિથ્યા ગણાશે. અને અભવ્યસ્વભાવ હોવાથી પરદ્રવ્યરૂપે તો થાય જ નહીં. આ રીતે જોતાં અભવ્યસ્વભાવ હોવાથી પરભાવે પણ થાય નહી, અને (ભવ્યસ્વભાવ ન માનીએ તો) સ્વભાવે પણ પરિણામ પામે નહીં. તિવાર = ત્યારે તે પર્યાયો થાય જ નહી, એવો જ અર્થ થાય. આ રીતે પર્યાયો મિથ્યા થતાં પર્યાયવાન દ્રવ્ય પણ રહેશે નહીં તેથી સર્વથા શૂન્યતા આવશે.
ભવ્યતા ન માનીએ તો સ્વસ્વરૂપે પર્યાયો ન થાય, અને અભવ્યતા હોવાથી પરરૂપે પણ પરિણમન ન થાય. એટલે સ્વરૂપે કે પરરૂપે એમ કોઈ પણ સ્વરૂપે પર્યાયો થાય જ નહીં. તેથી જે કોઈ પર્યાયો દેખાય છે તે સઘળા ઝાંઝવાના જળની જેમ ખોટા જ ઠરે. પર્યાયો ખોટા થતાં પર્યાયવાન્ દ્રવ્ય પણ મિથ્યા થશે કારણકે પર્યાયો એ વિશેષો છે. અને વિશેષ વિનાનું દ્રવ્ય = સામાન્ય હોય નહીં. જેથી સર્વથા શૂન્યતા આવશે. અથવા ભવ્યસ્વભાવ ન માનીએ તો બીજો દોષ એક એવો પણ આવે છે કે સર્વે દ્રવ્યો જે કોઈ એક પર્યાયમાં પરિણત થયેલાં છે તે જ એકપર્યાયમાં અનંતકાલ રહેશે. ભીંતમાં ચિતરેલા ચિત્રની જેમ સર્વે પણ જીવ-પુદ્ગલાદિક દ્રવ્યો પ્રતિનિયત એક જ પર્યાયમાં ત્યાંને ત્યાં ચોંટેલા જ રહેશે. જરા પણ ન હાલે કે ન ચાલે. આખું જગત અત્યંત સ્થિરભાવવાળું જ બની જશે. પરંતુ આ પણ ઉચિત નથી. કારણકે જગત તેવું દેખાતું નથી. પરિવર્તન વાળું જ જગત દેખાય છે. તેથી અવશ્ય ભવ્યસ્વભાવ છે જ. તેને લીધે જ દ્રવ્ય પોત પોતાના પર્યાયોમાં (કાર્યોમાં) પરિણામ પામે છે. કાર્યકરણશક્તિવાળું દ્રવ્ય છે.
હવે જો અભવ્યસ્વભાવ ન માનીએ તો વિવક્ષિત દ્રવ્યને (એટલે કે વિવક્ષિત એવા કોઈ પણ એક દ્રવ્યને) અન્ય સંયોગે (એટલે કે અન્ય એવા બીજા દ્રવ્યના સંયોગે) દ્રવ્યાન્તરતા (અન્યદ્રવ્યસ્વરૂપતા) થઈ જાય. જેમ કે શરીરની સાથે જીવ અનાદિકાળથી છે. કાશ્મણ વર્ગણાના કર્મરૂપે પરિણામ પામેલા યુગલો સાથે પણ જીવ અનાદિકાળથી છે. છતાં જીવ એ પુગલદ્રવ્ય રૂપે દ્રવ્યાન્તર થતો નથી કે પુદ્ગલ દ્રવ્ય જીવરૂપે દ્રવ્યાન્તર થતું નથી. તે સઘળો અભવ્યસ્વભાવનો પ્રતાપ છે. એવી જ રીતે