Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૮૮
ઢાળ-૧૧ : ગાથા–૧૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પામવાની જે શક્તિમાત્ર સત્તારૂપે રહેલી છે તે ભવ્યતા (ભવ્યસ્વભાવ) કહેવાય છે. પરંતુ કાળક્રમે થનારાં તે તે કાર્યો થવાનો કાળ-સ્વભાવ-નિયતિ વિગેરે પાકે છે. નિમિત્તોનો સહયોગ મળે છે. ત્યારે તે તે સમયે તે તે દ્રવ્યમાં તે તે કાર્ય કરવાને અનુરૂપ જે વિશિષ્ટ શક્તિ પ્રગટ થાય છે. તેને “ઉપધાયકશક્તિ” અથવા ભવ્યતાને બદલે “તથાભવ્યતા” કહેવાય છે. તે ઉપધાયક શક્તિના કારણે (તથા ભવ્યતા પાકવાના કારણે) કાળક્રમે પર્યાયો થાય છે. પૂજ્ય આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી મ0 શ્રી કહે છે કે
आत्मादेः स्ववृत्त्यनंतकार्यजननशक्तिर्भव्यता, तत्तत्सहकारिसमवधानेन तत्तत्कार्योपधायकताशक्तिश्च तथाभव्यता, तथाभव्यतयैवानतिप्रसङ्ग इति तु हरिभद्राचार्याः ૨૨-૨૨ |
આત્માદિ સર્વે પણ દ્રવ્યોમાં પોત પોતાનામાં રહેલાં જે અનંત કાર્યો (પર્યાયો) છે. તેની જે, ઉત્પાદન શક્તિ છે. તે ભવ્યતા કહેવાય છે અને તે તે સહકારિકરણોના સમીપપણાથી (સમવધાનથી-સહકારથી) તે તે કાર્યને અનુરૂપ, કાર્યની નિષ્પાદક એવી જે વિશિષ્ટ શક્તિ બને છે. કે જેને ઉપધાયકશક્તિ કહેવાય છે. તેને જ “તથાભવ્યતા” કહેવાય છે. આ તથાભવ્યતા જ્યારે પાકે છે ત્યારે તે તે કાર્ય થાય છે. આ રીતે તથાભવ્યતા માનવાથી એક સાથે સર્વે કાર્યો કરવાની (પર્યાયો પામવાની) અતિવ્યાપ્તિ આવતી નથી. “ભવ્યતા” બધા જ પર્યાયની છે. પરંતુ જ્યારે જેની “તથાભવ્યતા” પાકે છે. ત્યારે જ તે પર્યાય બને છે શેષ પર્યાયો બનતા નથી. માત્ર તિરોભાવે જ રહે છે. આ નવમા-દસમા બે સ્વભાવો સમજાવ્યા. / ૧૯૩ || પરમભાવ પારિણામિકભાવ, પ્રધાનતાઈ લીજઈ જી | એ વિણ મુખ્ય રૂ૫ કિમ દ્રવ્યઈ પ્રસિદ્ધ રીતિ દીજઈ જી . એ સામાન્ય સ્વભાવ ઈગ્યારહ, સકલ દ્રવ્યનઈ ધારો જી. આગમ અર્થ વિચારીનઈ જગિ, સુજસવાદ વિસ્તારોજી // ૧૧-૧૨ //.
ગાથાર્થ– અનંત ધર્મોમાંથી પ્રધાનતાએ જે ધર્મ લેવાય છે. તે પરમભાવપારિણામિક નામનો સ્વભાવ કહેવાય છે. આ સ્વભાવ વિના દ્રવ્યનું મુખ્ય સ્વરૂપ પ્રસિદ્ધિ પ્રમાણે કેવી રીતે આપી શકાય ? આ અગ્યાર સામાન્યસ્વભાવો છે. અને તે સર્વે દ્રવ્યોમાં છે. આ આગમશાસ્ત્રોના અર્થો વિચારીને જગતમાં (તમારો)સારો યશવાદ વધારો. | ૧૧-૧૨ |