________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ–૧૧ : ગાથા૧૦
૫૮૧ गुण-गुणिनइं, पर्याय-पर्यायिनइं, कारक-कारकिनइं, संज्ञा-संख्या-लक्षणादिक भेदई करी, भेदस्वभाव जाणवो. अभेदनी जे वृत्ति, ते लक्षणवंत अभेदस्वभाव जाणवो.
સર્વે પણ દ્રવ્યોમાં ભેદસ્વભાવ પણ છે અને અમેદસ્વભાવ પણ છે. ભેદસ્વભાવના કારણે વિવક્ષિત વસ્તુ ઈતરવસ્તુઓથી ભિન્ન પણે જણાય છે. જેમ કે ઘટ એ પટથી, અને પટ એ ઘટથી ભિન્ન જણાય છે. તથા ઘટ-ઘટમાં પણ જે ભેદ જણાય છે. તે આ ભેદસ્વભાવને લીધે જાણવો. તેથી જ ઘટનું કાર્ય પટથી ન થાય, પટનું કાર્ય ઘટથી ન થાય તથા વિવક્ષિતઘટનું કાર્ય ઈતરઘટથી ન થાય અને ઈતરઘટનું કાર્ય વિવક્ષિત ઘટથી ન થાય. આ સઘળો ભેદસ્વભાવ છે. તથા ગુણ અને ગુણીની વચ્ચે (ઘટ અને ઘટના ગુણો વચ્ચે), પર્યાય અને પર્યાયવાન્ની વચ્ચે (દૂધ-દહી આદિ પર્યાય અને મૂલભૂત પુદ્ગલ દ્રવ્ય એ પર્યાયવાન, તે બેની વચ્ચે), તથા કારક અને કારકીની વચ્ચે (કર્તા-કર્મ-કરણ-સંપ્રદાન-અપાદાન અને આધાર આ છ કારક તથા તે કારકપણે બનેલો એવો જે પદાર્થ તે કારકી એવા પદાર્થની વચ્ચે) પણ સંજ્ઞાથી, સંખ્યાથી, લક્ષણથી, અને આદિ શબ્દથી આધાર આધેય પણે અને ઈન્દ્રિયગ્રાહ્યતા વિગેરેથી બીજી ઢાળમાં જણાવ્યા પ્રમાણે જે ભેદ છે તે ભેદ સ્વભાવ જાણવો.
સંજ્ઞાથી દ્રવ્ય-ગુણ-પર્યાય ઈત્યાદિ નામો જુદાં જુદાં છે. તે માટે તે ત્રણ વસ્તુ કથંચિ ભિન્ન છે. સંખ્યાથી જ્યાં ઘટ-પટ આદિ દ્રવ્ય એક હોય છે ત્યાં પણ ગુણ-પર્યાયો અનંત અનંત છે. આમ સંખ્યાથી પણ ભેદ છે. લક્ષણથી ગુણપર્યાયનો આધાર તે દ્રવ્ય, સહભાવી ધર્મ તે ગુણ, અને ક્રમભાવી ધર્મ તે પર્યાય, આમ લક્ષણથી પણ ભેદ છે. દ્રવ્ય આધાર છે ગુણ-પર્યાયો આધેય છે. આમ આધારાધેયપણે પણ ભેદ છે. તથા નૈયાયિકાદિના મતને અનુસાર રૂપાદિગુણો એક એક ઈન્દ્રિયગોચર છે. અને દ્રવ્ય દ્રીન્દ્રિયગોચર છે. ઈત્યાદિ પણે અનેક રીતે ભેદ જાણવો. આ સઘળો ભેદસ્વભાવ છે.
તથા દ્રવ્ય-ગુણ અને પર્યાયો પરસ્પર જે અભેદભાવે (અરસપરસ) એકમેક થઈને વર્તે છે. જેમ કે સાકર તે ગળી છે. જે ગુલાબ છે તે સુગંધી છે. જે ગોળ છે. તે ગળ્યો છે. સોનું પોતે જ કુંડલ બન્યું, માટી પોતે જ ઘડો બની, બાળક યુવાન બન્યો ઈત્યાદિ અભેદભાવે વર્તવાનાં (ત્રીજી ઢાળમાં જણાવ્યા પ્રમાણેનાં) જે જે લક્ષણો છે. તે તે લક્ષણોવાળો આ અભેદસ્વભાવ જાણવો.
भेदस्वभाव न मानिइं, तो सर्व द्रव्य गुण पर्यायनई एकपणुं होइ, तेणई करी "इदं द्रव्यम्, अयं गुण: अयं पर्यायः" ए व्यवहारनो विरोध होइ. अनइं-अभेदस्वभाव न कहिइं, तो निराधार गुण पर्यायनो बोध न थयो जोइइ. आधाराधेयनो अभेद विना बीजो संबंध ज न घटइं. अत्र प्रवचनसारगाथा