________________
૫૮૦
ઢાળ-૧૧ : ગાથા-૧૦
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તે માટે સર્વે પણ દ્રવ્યોમાં સામાન્ય પણ છે અને વિશેષો પણ છે. તેથી એકસ્વભાવતા અને અનેકસ્વભાવતા એમ બન્ને સ્વભાવો માનવા જોઈએ. આ પ્રમાણે આ બે સ્વભાવો પાંચમા-છઠ્ઠા સ્વભાવ તરીકે સમજાવ્યા. / ૧૯૧ / ગુણ ગુણિનઈ સંજ્ઞા સંખ્યાદિક ભેદઈ ભેદસ્વભાવો જી.. અભેદવૃત્તિ સુલક્ષણ ધારી, જાણો અભેદ સ્વભાવો જી ! ભેદ વિના એકત્વ સર્વનિ, તેણે વ્યવહાર વિરોધો જી ! વિણ અભેદ કિમ નિરાધારનો, ગુણ પજવનો બોધો જી . ૧૧-૧૦
ગાથાર્થ– ગુણ અને ગુણીની વચ્ચે સંજ્ઞાથી અને સંખ્યાદિથી જે ભેદ વર્તે છે. તે ભેદસ્વભાવ જાણવો. તથા તે બન્ને અભેદભાવે (એકમેક થઈને) વર્તે છે. તે અભેદનાં સારાં લક્ષણો ધારીને અભેદસ્વભાવ છે. એમ પણ જાણો. જો ભેદસ્વભાવ ન માનીએ તો સર્વની (દ્રવ્ય-ગુણ-પર્યાયની) સર્વથા એકતા થઈ જાય, તેથી વ્યવહારનો વિરોધ આવે. અને જો અભેદ સ્વભાવ ન માનીએ તો તે અભેદ વિના નિરાધાર બનેલા ગુણો અને પર્યાયોનો બોધ કેમ થાય ? અર્થાત્ ન થાય. / ૧૧-૧૦ ||
ટબો- ગુણ-ગુણિનઇ, પર્યાય-પર્યાયિનઇ, કારક-કારકિનઇ, સંજ્ઞા સંખ્યા લક્ષણાદિક ભેદઈ કરી, ભેદસ્વભાવ જાણવો. અભેદની જે વૃત્તિ, તે લક્ષણવંત અભેદસ્વભાવ જાણવો.
ભેદસ્વભાવ ન માનિઈ, તો સર્વદ્રવ્ય ગુણ પર્યાયનઈ એકપણું હોઈ, તેણઈ કરી “ટું દ્રવ્ય, મ ]: મયં પર્યાયઃ' એ વ્યવહારનો વિરોધ હોઈ, અનઈ અભેદસ્વભાવ ન કહિઈ, તો નિરાધાર ગુણ-પર્યાયનો બોધ ન થયો જોઈઈ, આધારાધેયનો અભેદ વિના બીજો સંબંધ જ ન ઘટઈ-મત્ર પ્રવચનસાર થા
पविभत्तपदेसत्तं, पुधत्तमिदि सासणं हि वीरस्स ।
UUત્તમ તબ્બાવો ન તવં દક્તિ વધે છે ૨-૨૪ છે કે ૨૨-૧૦ છે.
વિવેચન- અસ્તિ, નાસ્તિ, નિત્ય, અનિત્ય, એક અનેક એમ છ સ્વભાવો સમજાવીને હવે ભેદ-અભેદ નામનો સાતમો અને આઠમો આમ બીજા બે સ્વભાવો સમજાવે છે.