________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૧ : ગાથા-૧૦
૫૭૯ નવારૂપે કરાય છે. આ પ્રમાણે સર્વેદ્રવ્યોમાં અનેક સ્વભાવતા સંભવે છે. તિવારવું = ત્યારે આકાશદ્રવ્ય કે જે દ્રવ્ય એકસ્વભાવતાને લીધે અખંડ એક દ્રવ્ય હોવા છતાં, તે આકાશદ્રવ્યમાં પણ ઘટદ્રવ્યના સંયોગે ઘટાકાશ અને પટદ્રવ્યના સંયોગે પટાકાશ, આમ સંયોગિભાવે દ્રવ્યભેદથી આકાશમાં પણ અનેક સ્વભાવતા ઘટાવવી દુષ્કર નથી, તથા આ અમારી જગ્યા છે. આ તમારી જગ્યા છે. આ ગુજરાતની ભૂમિ છે. આ રાજસ્થાનની ભૂમિ છે. ઈત્યાદિ રીતે ક્ષેત્ર સંબંધે પણ આકાશ આદિમાં અનેક સ્વભાવતા ઘટી શકે છે. જ્યારે જ્યારે અખંડ દ્રવ્યરૂપે વિચારીએ ત્યારે એકસ્વભાવતા અને જ્યારે જ્યારે યથાર્થપણે કે કલ્પિતપણે પણ ભેદ સ્વરૂપે દ્રવ્યને વિચારીએ ત્યારે અનેક સ્વભાવતા જાણવી. જેમ કે એક આંબાના ઝાડને “આ એક વૃક્ષ છે” આમ વિચારીએ ત્યારે તે એકસ્વભાવના છે. અને તે જ આંબાના ઝાડ ઉપર “આ થડ છે. આ શાખા છે. આ પ્રશાખા છે. આ ફુલ છે. અને આ ફળ છે.” આમ વિચારીએ ત્યારે તે વૃક્ષમાં અનેક સ્વભાવતા પણ છે.
एकस्वभाव विना, सामान्याभावइ, विशेष न पामिइं. विशेषाभावइं अनेकस्वभाव विना सत्ता पणि न घटइ. ते माटिं एकानेक २ स्वभाव मान्या जोइइ. ६ | ૨૨-૧ છે.
જો દ્રવ્યોમાં એકસ્વભાવતા ન માનીએ તો તે એકસ્વભાવતા નામનો સ્વભાવ માન્યા વિના સામાન્યનો જ અભાવ થઈ આવે. જેમ કે અખંડ આંબાના વૃક્ષમાં એકસ્વભાવતા વિના “આ વૃક્ષ છે” આવું જે સામાન્ય છે તે સામાન્યનો અભાવ થશે. અને સામાન્યનો અભાવ થયે છતે થડ શાખા પ્રશાખા ફુલ-ફળ આદિ વિશેષ પ્રાપ્ત ન થાય. અખંડ ઘટને આ એક ઘટ છે. એમ જો ન માનીએ તો ઘટપણું સામાન્ય ન આવવાથી તેનો કાંઠલો, ઉદર, પીઠ વિગેરે વિશેષોનો પણ અભાવ જ થાય. કારણ કે સામાન્ય હોય ત્યાં જ વિશેષો રહે છે. સામાન્ય વિનાના વિશેષો આકાશપુષ્પની જેમ અસત્ છે.
તેવી જ રીતે અનેકસ્વભાવતા વિના એટલે કે અનેકસ્વભાવતા ન માનીએ તો વિશેષોનો અભાવ થયે છતે “આ થડ છે, આ શાખા છે, આ પ્રશાખા છે, આ ફુલ છે, આ ફળ છે.” ઈત્યાદિ ભેદ ન થવાથી વિશેષોના અભાવને લીધે વૃક્ષવાત્મક સત્તા પણ (સામાન્ય પણ) ન ઘટે. કારણ કે વિશેષો વિનાનું એલું સામાન્ય સંસારમાં ક્યાંય સંભવતું જ નથી, તેથી વિશેષ (અનેકસ્વભાવતા) ન માનીએ તો તે સામાન્ય પણ આકાશપુષ્પાદિની જેમ અસત્ જ થાય.